હર્ષ–શોકનું વેદન કેવું? કે રાગ–દ્ધેષનું કર્તાપણું મારામાં કેવું? જ્ઞાનચેતનારૂપ થયેલો હું–
તેમાં કોઈ કર્મચેતના કે કર્મફળચેતના નથી. ચેતનામાં તે નથી માટે તેને પુદ્ગલમય
કહ્યા છે. ભલે તે અરૂપી વિકારી પરિણામ છે, પણ તેનો સમાવેશ ધર્મીની જ્ઞાનચેતનામાં
થતો નથી, માટે તેને અચેતન–પુદ્ગલમય કહી દીધા; તે અચેતન હોવાથી પુદ્ગલની જ
જાત છે, ચેતનની જાત તે નથી.
પોતાના જ્ઞાન–સુખ–શ્રદ્ધા વગેરે નિર્મળભાવોને જ કરે છે ને પોતાના તે
નિર્મળકાર્યમાં જ ધર્મીજીવ કર્તાપણે તન્મય થઈને વ્યાપે છે. પણ ચેતનથી વિરુદ્ધ
એવા રાગાદિ કોઈપણ ભાવોને તે પોતાની સાથે તન્મયરૂપ જાણતો નથી, તેનો કર્તા
થતો નથી, તેમાં વ્યાપતો નથી. આવું જે જ્ઞાન અને રાગનું અત્યંત ભિન્ન પરિણમન
તે જ્ઞાનીનું લક્ષણ છે.
વ્યાપ્યપણું નથી, બંનેને વિલક્ષણપણું છે. જ્ઞાન શુચીરૂપ છે ને રાગ અશુચી છે, જ્ઞાન તો
આત્માના ચેતનસ્વભાવથી અવિપરીત વર્તતું થકું સ્વ–પરને જાણનાર છે, ત્યારે
રાગાદિભાવો તો આત્માના ચેતનસ્વભાવથી વિપરીત વર્તતા થકા સ્વ–પરને જાણતા
નથી, તેઓ પોતે પોતાને જાણના નથી, પણ તેનાથી બીજો (એટલે કે જ્ઞાનસ્વભાવી
જીવ જ) તેને જાણે છે; જ્ઞાન તો નિરાકુળ વર્તતું થકું શાંત–અનાકુળ–સુખનું કારણ છે,
રાગાદિભાવો તો આકુળતામય હોવાથી દુઃખના કારણ છે.–આમ અત્યંત વિવેકથી બંનેનું
સ્પષ્ટ જુાદાપણું જાણીને જ્ઞાની પોતાના જ્ઞાનભાવરૂપ પરિણમ્યો છે, ને રાગાદિ
પરિણમનથી તેની જ્ઞાનપરિણતિ પાછી વળી ગઈ છે,–છૂટી પડી ગઈ છે. તેનું જ્ઞાન હવે
જ્ઞાનરૂપ જ રહે છે ને તેમાં રાગાદિનો અભાવ જ છે. તેથી તે જ્ઞાન અસ્રવોથી છૂટયું છે
ને મોક્ષમાર્ગમાં પરિણમ્યું છે. આવું જ્ઞાનપરિણમન તે જ જ્ઞાનીનું કાર્ય છે, તે જ જ્ઞાનીનું
ચિહ્ન છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે.
અભેદ આત્માની અનુભૂતિમાં કાંઈ ‘હું કર્તા ને જ્ઞાન મારું કાર્ય’ એવા ભેદ કે વિકલ્પ
રહેતા નથી. અહીં જ્ઞાનીનું લક્ષણ એટલે કે જ્ઞાનીનું કાર્ય સમજાવવા માટે