Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
ત્ત્ત્
પ્રસિદ્ધ છે.
(આસો વદ ચોથના પ્રવચનમાંથી)
સ્વાનુભવ – પ્રસિદ્ધ સ્વતત્ત્વમાં નમેલા ધર્માત્મા સંસારના
પ્રપંચથી પરાંગ્મુખ છે ને આનંદમય મોક્ષની સન્મુખ છે.
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે મારા અંતરમાં મારું સહજ તત્ત્વ આનંદસહિત જયવંત
વર્તે છે. મારું આ સહજ તત્ત્વ મને સદાય સુલભ છે. મારું શાંત – નીરાકૂળ
ચૈતન્યપ્રકાશી તત્ત્વ મારી અનુભૂતિમાં આવી ગયું છે તેથી તે વિદ્યમાન છે, જયવંત છે.
જુઓ, આ સમ્યગ્દ્રષ્ટિની અનુભૂતિ! અનુભૂતિમાં અનંતગુણો નિર્મળપણે
પોતાને દુર્લભ કે અપ્રસિદ્ધ કેમ હોય? જાણ્યું ન હતું તેથી દુર્લભ અને અજાણ્યું લાગતું
હતું, પણ અંતર્મુખ થઈને હવે જાણ્યું કે હું તો આ પરમતત્ત્વ છું, – ત્યાં તે પોતાને
સુલભ અને પ્રસિદ્ધ થયું. શાસ્ત્રો જેનો અગાધ મહિમા વર્ણવે છે તે હું જ છું – એમ
જાણતાં પોતાનું તત્ત્વ પોતાને સુલભ થઈ ગયું – પર્યાયમાં પ્રસિદ્ધ થઈ ગયું. ‘અહો,
મારું આવું સરસ અચિંત્ય તત્ત્વ! ’ એમ ધર્મી સદાય નિજભાવના ભાવે છે....
અચિંત્ય મહિમા લાવીને ફરી ફરી તેમાં ઉપયોગ જોડે છે.
મારું સહજ તત્ત્વ, વાણી અને મનના માર્ગથી અત્યંત દૂર છે; તેના સ્વીકારમાં
મનનું કે વાણીનું અવલંબન જરાય નથી. અહા, આવું અનુભૂતિગમ્ય મારું તત્ત્વ.... કે
જે સ્વાનુભૂતિવડે મારામાં પ્રસિદ્ધ થયું છે, તે તત્ત્વને મનના વિકલ્પો સાથે પણ મેળ
નથી, ત્યાં બહારમાં બીજાની શી વાત? બહારના જગત સાથે મારા અંર્તતત્ત્વને કાંઈ
સંબંધ નથી. અનંત આનંદ અને શાંતિનું ધામ – એવું જે સ્વઘર, તેમાં જ મારા સહજ
તત્ત્વનો વાસ છે.
અહા, આવું તત્ત્વ નિરંતર જયવંતપણે પોતામાં દેખ્યું ત્યાં ધર્મીને જગતની
સાથે શું પ્રયોજન રહ્યું? અહા, મારા ભગવાનના મને ભેટા થયા. – એમ સમ્યગ્દ્રષ્ટિને
પોતાનું નિર્મળ પરમતત્ત્વ સદાય પોતામાં હાજર વર્તે છે, શ્રદ્ધામાં – જ્ઞાનમાં સદાય
પ્રસિદ્ધ વર્તે છે. સ્વાનુભવ–પ્રસિદ્ધ આવા સ્વતત્ત્વમાં નમેલા ધર્માત્મા જગતના બાહ્ય
પ્રપંચોથી પરાંગ્મુખ છે..... ને આનંદમય મોક્ષની સન્મુખ છે.