સમ્યગ્દ્રર્શનના પ્રત્યક્ષ ફળને તે આત્મામાં નિરંતર અનુભવતો હોય; સમ્યગ્દ્રર્શનવડે
ભવાટવીમાંથી બહાર નીકળીને સિદ્ધાલયમાં પ્રસ્થાન કરવાનું મંગળમુહૂર્ત કરીને હવે તે
સમ્યગ્દ્રર્શનના આધારે – આધારે જીવનને ઉજ્જવળ કરતો – કરતો મુક્તિપુરીમાં
ભાવોનું જ વર્ણન શક્્ય બને. આ લખતાં – લખતાં એવા સમ્યક્ત્વસંબંધી ભાવોનું જે
ખૂબ – ખૂબ ઘોલન થયું ને તેનો ઊંડો મહિમા જાગ્યો તે જ મહાન લાભ છે.)
તેમાંથી કોઈક વિરલ જીવ – કે જેને જ્ઞાની–ગુરુઓના પ્રતાપે આધ્યાત્મિક સુખની
ભાવના જાગી છે, જેને અપૂર્વ આત્મશાંતિનો માર્ગ પ્રાપ્ત કરવો છે, આત્માને
ઓળખીને તેની સાધના કરવી છે, એ રીતે દુઃખમય સંસારથી દૂર થઈને
સમ્યગદ્રર્શનવડે મુક્તિના મહાન સુખનો માર્ગ લેવો છે, – તેવા આત્મસન્મુખ જીવની
રહેણીકરણી અને વિચારધારા અનોખી હોય છે.
કોઈ અમુક જ પ્રકારનો વિચાર કે વિકલ્પ હોય એવો નિયમ નથી, પણ સમુચ્ચયપણે
વિકલ્પનો રસ તૂટીને ચૈતન્યનો રસ ઘૂંટાય – એટલે તેની પરિણતિ સ્વભાવ તરફ
ઉલ્લસતી જાય એવા જ પરિણામ હોય. કોઈને હું જ્ઞાન છું એવા વિચાર હોય, કોઈને
સિદ્ધ જેવું આત્મસ્વરૂપ છે એવા વિચાર હોય, કોઈને આત્માની અનંત શક્તિના
વિચાર હોય – એમ