૩પ૦
સ્વાનુભવની પ્રેરણા
હે જીવ! તું આત્માનો રસિયો થા. આત્મરસિક થઈને
રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કર. અનાદિથી આત્માને ભૂલીને
પરનો પ્રેમ કર્યો. પરને પોતાનું માન્યું ને મોહને છોડીને હવે
આત્મપ્રેમી થા. અંતર્મુખ ઉપયોગથી તારા આત્માને જો. ભાઈ! આ
ઉત્તમ અવસર આવ્યો છે, આનાથી બીજો ક્્યો કાળ આવવાનો
છે? પ્રતિબોધનો આવો સુઅવસર મળ્યો, આવું સ્પષ્ટ ભેદજ્ઞાન
સંતોએ કરાવ્યું, તો હવે અત્યારે ચૈતન્યનો રસિક થઈને મોહને
છોડ, ને આત્માને ચૈતન્યસ્વરૂપે અનુભવમાં લે.
હે જીવ! આવો અવસર આવ્યો છે, માટે તું અત્યારે બીજી
બધી પંચાત છોડીને આવા અનુભવનો ઉદ્યમી થા, સર્વ પ્રયત્નને
આમાં જ જોડ. એકવાર આવો સ્વાનુભવ કર તો તારા સંસારથી
નીવેડા આવે. સ્વાનુભવ વગર બીજા કોઈ ઉપાયથી નીવેડા આવે
તેમ નથી. જગતના સંયોગથી એકવાર જુદો પડ. અંદરનાં
વિકલ્પોથી પણ જુદો પડ ને ઉપયોગસ્વરૂપમાં જ તન્મય થઈને રહે,
તો સ્વાનુભવ ને સમ્યગ્દ્રર્શન થાય.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર: સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૨