શુદ્ધભાવથી તૂટે કર્મ.
સ્વમાં મારું સાચું રાજ,
પરમાં છે નહીં મારું કાજ.
સાર તો એક સમયસાર,
બાકી જાણ્યું બધું અસાર.
દેહથી જુદો આતમરામ,
શરીરનું મારે નથી કામ.
અનુભવી હું આતમરામ
દુનિયાનું મારે શું કામ?
પૂરણ છું ને પુરાણ છું,
સુખ – આનંદની ખાણ હું.
છોડ... છોડ તું લાખનું લક્ષ,
જોડ.... જોડ રે આતમ – લક્ષ.
વીતરાગતામાં દુઃખ નહીં,
રાગમાં સુખ લેશ નહીં.
આનંદધામમાં શોક શા?
સુખી તમે છો હે ભગવાન!
વર્તે છે મને તારું જ્ઞાન
મારી મુક્તિ ને તારું જ્ઞાન,
અજોડ છે એ જ્ઞેય ને જ્ઞાન.
નિજ્વૈભવ મૈં લીધો છે,
શ્રી કુંદપ્રભુએ દીધો છે.
સુખસરોવર મારું ધામ,
ચૈતન્ય હંસ છે મારું નામ.
સાચો સાચો આતમરામ,
મોહતણું મારે શું કામ?
સ્વાનુભવ લઈ અંદર જા.
વિકલ્પથી તું નિવૃત્ત થા.
જો ચાહે તું સાધકભેખ,
બાહુબલીની મુદ્રા દેખ!