Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
સમયસાર એટલે અનુભૂતિરૂપ થયેલો આત્મા
સમસારની ૧૪૪ મી ગાથાનાં પ્રવચનનો એક ભાગ
આપે શરૂઆતના લેખોમાં વાંચ્યો. આ બીજો ભાગ પણ આપને
અનુભૂતિના ઊંડાણમાં લઈ જશે.
સમ્યગ્દ્રર્શન માટે જ્ઞાનની પર્યાય દ્વારા આત્માના સ્વભાવનો નિર્ણય કરવાની આ
વાત છે. ભગવાનના આગમ જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરાવવા માંગે છે. જ્ઞાનને ભૂલીને,
રાગના ને શરીરના પ્રેમથી જીવે ભવચક્રમાં ભવ ધારણ કરી કરીને અનંતા શરીર
બદલાવ્યા છે. શરીરથી, રાગથી ને જગતથી જુદો જ્ઞાનસ્વભાવ છે તે – હું છું – એમ
એકવાર નિશ્ચય કરે તો આખી દિશા બદલી જાય. જ્ઞાનસ્વભાવ હું છું – એમ કોઈ બીજાના
કારણે કે રાગના કારણે જાણતો નથી, પણ પોતાના જ્ઞાનવડે જ પોતે પોતાના
જ્ઞાનસ્વભાવને જાણે છે. વીતરાગી શાસ્ત્રો પણ એમ કહે છે કે તારો જ્ઞાનસ્વભાવ શાસ્ત્રના
અવલંબન વગરનો છે. તે પ્રમાણે નક્ક્ી કર્યાં પછી જ્ઞાનને અંતરમાં વાળતાં આત્મા સાચા
વેદનમાં આવે છે, ને ત્યારે જ સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાનપણે ભગવાન આત્મા પ્રગટ
પ્રસિદ્ધ થાય છે. મતિ –શ્રુતજ્ઞાનમાં આત્માનું અતીન્દ્રિયસ્વસંવેદન કરવાની તાકાત છે.
સ્વસંવેદન તરફ જ્ઞાન ઝૂક્યું ત્યાં તે નિર્વિકલ્પ – અતીન્દ્રિય થઈ જાય છે; ને અનંત ગુણના
આનંદને તે વેદે છે... અહો! આવો આત્મા હું – એમ સાક્ષાત્ વેદનપૂર્વક સમ્યગ્દ્રર્શન થાય છે.
સમ્યગ્દ્રર્શન થવા કાળે અનુભૂતિમાં એકલા આત્માની પ્રસિદ્ધિ છે. પરપદાર્થની
પ્રસિદ્ધિ ત્યાં નથી; પરપદાર્થની પ્રસિદ્ધિમાં મન – ઈન્દ્રિયનું અવલંબન છે, તેને છોડીને મતિ
– શ્રુતજ્ઞાને પોતાના જ્ઞાનસ્વભાવનું અવલંબન લીધું ત્યાં અતીન્દ્રિયજ્ઞાનમાં ભગવાન
આત્મા પ્રસિદ્ધ થાય છે – પ્રગટ અનુભવમાં આવે છે.
ઈન્દ્રિય તરફ ઝુકેલું જ્ઞાન ભગવાન આત્માને પ્રસિદ્ધ કરી શકતું નથી. તેમજ મનના
વિકલ્પો તરફ ઝુકેલું (– તેનાથી લાભ માનનારું) જ્ઞાન પણ વિકલ્પાતીત જ્ઞાનસ્વભાવને
અનુભવી શકતું નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પ્રસિદ્ધ કરવા માટે, એટલે કે
સાક્ષાત્ અનુભવમાં લેવા માટે તેના તરફ જ્ઞાનપર્યાય વાળવી જોઈએ, તેની સન્મુખ થાય
ત્યારે જ તેને જાણી શકે છે. જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને અનુભવે ત્યાં તે
અનુભૂતિમાં કોઈ નયના વિકલ્પો રહેતાં નથી, ત્યાં નયપક્ષનું આલં