Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
અંર્તતત્ત્વનો અનુભવ

*
વન – જંગલમાં વીતરાગી સંતો ક્ષણે ને પળે પોતાના અંર્તતત્ત્વને
નિર્વિકલ્પ થઈને અનુભવે છે. અહા, ધન્ય છે તે અનુભવની પળ!
ધર્મી ગૃહસ્થ પણ ઘરમાં ક્યારેક આવો નિર્વિકલ્પ અનુભવ કરે છે.
* અહા, આવા પોતાના અંર્તતત્ત્વનો નિર્ણય કરે તો અંતરમાં ઊતરીને
અનુભવ કરવાનો અવસર આવે. સ્વદ્રવ્ય કેવું છે તેને ઓળખીને તે
ઉપાદેય કરવા જેવું છે. ઉપાદેય કઈ રીતે કરવું? – તેની સન્મુખ થઈને
અનુભવ કર્યો એટલે તે ઉપાદેય થયું; અને તેનાથી વિરુદ્ધ બધા
વિભાગો હેય થઈ ગયા, તેમનું લક્ષ છૂટી ગયું.
* જે એક સહજ જ્ઞાયકભાવ છે તે પરમતત્ત્વ છે ને બીજા બધા ભેદ
ભંગરૂપ વ્યવહારભાવો તે અપરમભાવ છે. પરમભાવરૂપ જે શુદ્ધતત્ત્વ
તેના અનુભવથી પ્રચુર આનંદસહિત આત્માનો નિજવૈભવ પ્રગટે છે;
તે મોક્ષમાર્ગ છે. માટે પરમભાવ જ અનુભવ કરવા યોગ્ય છે.
* મોક્ષમાર્ગના શુદ્ધભાવમાં વ્યવહારના કોઈ ભેદ – ભંગનું આલંબન
નથી, એક સહજ પરમતત્ત્વનું જ આલંબન છે; તેના અનુભવથી જ
સમ્યગ્દ્રર્શન થાય છે, તેના અનુભવથી જ ચારિત્રદશા અને કેવળજ્ઞાન
થાય છે.
* આવા – અભેદ પરમતત્ત્વના અનુભવ પહેલાંં ભેદના વિકલ્પો આવે
છે; શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય વગેરેના વિચારમાં સાથે વિકલ્પ આવે
છે, તે વિકલ્પનો ખેદ છે, તેની હોંશ નથી, તેના પ્રત્યે ઉત્સુકતા નથી,
શુદ્ધ સ્વભાવ તરફની જ હોંશ ને ઉત્સુક્તા છે. અરે, સીધેસીધા પરમ
સ્વભાવમાં જ પહોંચી જવાની ભાવના છે, તેના જ અનુભવનું લક્ષ
છે, પણ વચ્ચે ભેદ– વિકલ્પો આવી જાય છે તેની ભાવના નથી.