: ર૪ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
[આ વિભાગમાં જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર અપાય છે.]
પ્રશ્ન :– આત્માનું શ્રવણ ને ચિંતન કરતાં કોઈવાર એવા ભાવો ઉલ્લસી જાય છે કે
જાણે હમણાં જ અંદર ઊતરીને એને અનુભવી લઈ એ. –પણ પછી પાછા
ભાવ ઢીલા પડી જાય છે, ને તેવો પુરુષાર્થ ઊપડતો નથી, તેનું કારણ શું?
ઉત્તર :– એમાં આત્માનો સામાન્ય–પ્રેમ છે, પણ ખરેખરી તીવ્ર ધગશની ખામી છે; જો
ખરેખરી... તીવ્ર.. ‘આત્મસ્પર્શી’ લગની હોય તો પરિણામ અંતરમાં વળીને
સ્વકાર્ય સાધ્યા વગર રહે નહિ. માટે ફરીફરી પ્રયત્ન ચાલુ રાખીને લગનીની
તીવ્રતા વધારવી. ચૈતન્યવસ્તુનું સ્વરૂપ લક્ષગત કરીને તેની સાચી લગની
લાગતાં પુરુષાર્થ જરૂર ઊપડે છે; ને આત્માના પરમ મહિમાથી ઊંડા
ચૈતન્યરસને ઘૂંટતા–ઘૂંટતા અંતે પરિણામ તેમાં તન્મય થઈને સાક્ષાત્ અનુભવ
જરૂર કરી લ્યે છે. આત્માનો જેવો ગંભીર મહિમા છે તેવો બરાબર લક્ષમાં
આવતાં અચિંત્ય રસથી પરિણામ પોતામાં એકાગ્ર થઈ જાય છે, –એ જ સાચો
પુરુષાર્થ છે.
પ્રશ્ન :– સર્વજ્ઞ છે એ કેમ નક્કી થાય?
ઉત્તર :– આત્મા જ્ઞાનસ્વભાવ છે; તેને જ્યારે રાગાદિનો કે જ્ઞાનાવરણાદિ કર્મનો કોઈ
પ્રતિબંધ ન રહ્યો ત્યારે તેની પૂર્ણશક્તિ પ્રગટ થઈ, તેમાં કોઈ વિઘ્ન રહ્યું નહીં,
એટલે સર્વજ્ઞતા થઈ. આત્માનો જ્ઞાનસ્વભાવ નક્કી કરતાં, ‘સર્વજ્ઞ છે’ એમ
પણ અવશ્ય નક્કી થાય છે જ્ઞાનસ્વભાવની જેને પ્રતીત ન હોય તેને સર્વજ્ઞની
ખરી પ્રતીત થાય નહિ સ્વાનુભવસહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ તે જ
સર્વજ્ઞની સાચી ભક્તિ ને ઉપાસના છે–એ વાત સમયસાર ગાથા ૩૧ માં તથા
પ્રવચનસાર ગા. ૮૦ વગેરેમાં આચાર્યદેવે બહુ સરસ સમજાવી છે. રાગથી
જુદો પડીને, ‘હું જ્ઞાનસ્વભાવી આત્મા છું’ એવી ઓળખાણ વડે સર્વજ્ઞનું
અસ્તિત્વ નક્કી થઈ જાય છે. અને સર્વજ્ઞનું અસ્તિત્વ નક્કી કરનારો જીવ
પોતે સર્વજ્ઞપદનો સાધક થઈ જાય છે.
પ્રશ્ન :– પાંચ ભાવોમાંથી બંધનું કારણ કોણ?
ઉત્તર :– એક ઉદયભાવ, અને તેમાં પણ મોહરૂપ ઉદયભાવ, તે જ બંધનું કારણ છે;
અન્ય કોઈ ભાવો બંધના કારણ નથી.
પ્રશ્ન :– પાંચ ભાવોમાંથી મોક્ષનું કારણ કોણ?