૩પ૩
આ જે... જ...
• ચૈતન્યના આનંદની મજા કરતું–કરતું ભેદજ્ઞાન પ્રગટે છે.
• ભેદજ્ઞાન આનંદપૂર્વક મોહનો નાશ કરતું પ્રગટ થાય છે.
• તેને માટે અંતરમાં ચૈતન્યનો પરમ પ્રેમ જાગવો જોઈએ.
• કોઈ કહે–ધીમે ધીમે આત્માનો પ્રેમ કરશું.
તો ગુરુદેવ કહે છે કે–ભાઈ! ધીમે ધીમે નહીં, આજે જ
આત્માનો ઉત્કૃષ્ટ પ્રેમ કર. એની અંતર ધૂન જગાડીને
આત્માને આજે જ અનુભવમાં લે... તેમાં વિલંબ ન કર.
‘બીજાનો પ્રેમ આજે ને આત્માનો પ્રેમ કાલે’ એમ ન
કરો. આત્માના હિતના કાર્યને ગૌણ ન કરો. અત્યારે
જ હિતનો અવસર છે, હિતને માટે અત્યારે જ ઉત્તમ
ચોઘડીયું છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદન : બ્ર. હરિલાલ જૈન
પ