Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
તેને સાધવામાં કોઈ કલેશ નથી, દુઃખ નથી, તેને સાધવામાં તો આનંદની પ્રાપ્તિ છે.
ભગવાન મહાવીરે આવા આત્માની સાધના પૂર્વ ભવોમાં શરૂ કરી હતી, તેમાં
આગળ વધતાં વધતાં આ ભવમાં આનંદની પૂર્ણતા કરીને સાક્ષાત્ પરમાત્મા થયા.
તેમનું સ્મરણ કરીને તેમના માર્ગને સાધવો તે સાચો મહોત્સવ છે.
અરે પ્રભુ! સુખની સંપદા તો તારામાં હોય, કે જડમાં હોય? જડસંપદામાં
તારું સુખ નથી. સુખની સંપદાવાળો તો તું પોતે જ છો. તારી ચૈતન્યસંપદામાં કોઈ
વિપદા નથી. માન–અપમાનના વિકલ્પો કે નિંદા–પ્રશંસાના શબ્દો તેમાં પ્રવેશી
શકતા નથી. માન મળતાં ફૂલાઈ જાય, કે અપમાન થતાં કરમાઈ જાય–એવું આ
ચૈતન્યતત્ત્વ નથી; ચૈતન્યતત્ત્વ તો સદાય આનંદમય છે,–જેમાં કદી વિપદા આવતી
જ નથી, જે કદી કરમાતું નથી; સદાય શાંતરસમાં શોભતું ને ચેતનભાવથી ખીલેલું
ચૈતન્યતત્ત્વ છે. આનંદમય ચેતના ખીલી તે ખીલી, તે કદી કરમાતી નથી.
અરે જીવ! પોતાની સંપદાનો કદી તેં વિચાર કર્યો નથી, તેને જોવાનો પ્રયત્ન
કર્યો નથી, જ્ઞાની પાસેથી સાંભળીને અંદર મનન કર્યું નથી, પણ હવે આ અપૂર્વ
ટાણાં મળ્‌યા છે, જ્ઞાની સંતો તને તારી મહાન ચૈતન્યસંપદા બતાવે છે, તો તે
સાંભળીને બહુમાનપૂર્વક તેનું મનન કર, અંદર વિચાર કર ને અંતરના પ્રયત્ન વડે
તારી આનંદ સંપદાને દેખ. અરે, એકવાર તો અમે કહીએ છીએ તેવો નિર્ણય કર.
સુખની આ મોસમ છે; આનંદનો પાક પાકે ને અનંતકાળનું સુખ મળે એવું તારું
અતીન્દ્રિય ચૈતન્યધામ છે. સંતો આવા આનંદધામને અનુભવે છે ને તમે પણ આજે
જ તેનો અનુભવ કરો.
પોતાના અનુભવની સાક્ષીસહિત શ્રી મુનિરાજ કહે છે કે–હું આવા આનંદને
અનુભવું છે ને તમને પણ આવા આનંદનો અનુભવ કરવા માટે આમંત્રું છું. આવો
અનુભવ થઈ શકે છે, માટે તમે તેવો અનુભવ પ્રગટ કરીને તમારી ચૈતન્યસંપદાને
પામો. વીર થઈને વીરના માર્ગે આવો.
શુભ કે અશુભ તે તો બધા વિષવૃક્ષનાં ફળ છે; તેનાથી પાર એવું જે ચૈતન્ય
તત્ત્વનું અમૃત છે તેને અમે અનુભવીએ છીએ, અને હે જીવો! તમે પણ આ સહજ
ચૈતન્યઅમૃતને હમણાં જ ભોગવો. વિલંબ ન કરો–આળસ ન કરો, હમણાં જ
અંતર્મુખ થઈને તેને અનુભવો. પોતાનું તત્ત્વ પોતામાં જ છે,–પોતે પોતાના
અનુભવમાં