: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
મુનિ થઈને મલ્લિનાથપ્રભુએ એવી આત્મસાધના કરી કે માત્ર છ દિવસમા
કેવળજ્ઞાન પામ્યા.
૨૧ એવા કયા તીર્થંકર છે કે જેમને સૌથી વધુ (૧૧૬) ગણધરો હતા? પાંચમા
સુમતિનાથ તીર્થંકરને ૧૧૬ ગણધરો હતા.
૨૨. ચંદ્રપ્રભ સિવાય બીજા કયા ભગવાનનું શરીર સફેદ હતું? નવમા સુવિધિનાથ
(અર્થાત્ પુષ્પદંત) ભગવાનનું શરીર સફેદ હતું.
૨૩. નેમનાથ ભગવાન સિવાય બીજા કયા ભગવાન એવા છે કે જેઓ શ્યામવર્ણા
હોય? ‘ભગવાન’ તો જોકે શરીરરહિત ને વર્ણરહિત છે; પણ વીસમા મુનિસુવ્રત
ભગવાનનું તથા બાવીસમાં નેમનાથ ભગવાનનું શરીર શ્મામવર્ણ હતું.
૨૪. એવા કયા તીર્થંકર છે કે જેઓ કાશીમાં જન્મ્યા હોય? સાતમા સુપાર્શ્વનાથ અને
ત્રેવીસમાં પાર્શ્વનાથ તીર્થંકર કાશી–બનારસમાં જન્મ્યા છે.
૨પ. એવા કયા તીર્થંકર છે કે જેમના નિમિત્તે બે સર્પો પણ ધર્મ પામ્યા હોય?શ્રી
પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતા બે સર્પોને ધર્મ સંભળાવ્યો હતો; ત સર્પો
મરીને ધરણેન્દ્ર તથા પદ્માવતી થયા હતા, ને પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા
આવ્યા હતા.
૨૬. એવા કયા તીર્થંકર છે કે જેઓ સૌરાષ્ટ્ર–ગુજરાતમાં સૌથી ઊંચા સ્થાને બિરાજતા
હોય?
શ્રી નેમિનાથ તીર્થંકર સૌરાષ્ટ્ર–ગુજરાતમાં સૌથી ઊંચા એવા ગીરનાર પર
બિરાજતા હતા; ત્યાંની પંચમટૂંકેથી તેઓ મોક્ષ પધાર્યા છે; ને ત્યાં પર્વતપર
તેમની મૂર્તિ કોતરેલી છે.
૨૭–૨૮–૨૯. એવા કયા તીર્થંકર છે જે જેમનો ઉપદેશ ભીમ વગેરેએ સાંભળ્યો હોય?
એવા કયા તીર્થંકર છે કે જેઓ શ્રીકૃષ્ણના સગા થતા હોય?
એવા કયા તીર્થંકર છે જે જેઓ સૌરાષ્ટ્રમાંથી મોક્ષ પામ્યા હોય?
નેમનાથ ભગવાન....નેમનાથ ભગવાન....નેમનાથ ભગવાન.
૩૦. એવા કયા તીર્થંકર છે કે જેમની સમીપે શ્રેણીકરાજા ક્ષાયિક સમક્તિ પામ્યા? શ્રી
મહાવીર ભગવાનની સમીપે શ્રેણીકરાજા ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા.
– આવા પૌરાણિક પ્રશ્નોત્તર વડે મહાપુરુષો સંબંધી અનેક
અવનવી વાત જાણવામાં આવે છે ને મુમુક્ષુને ધર્મ સાધનામાં ઉત્સાહ
જગાડે છે. આપ પણ આપના પ્રશ્નો પૂછાવી શકો છો. (સં.)