Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 43

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૩ :
અત્યંત જુદા જ્ઞાનરૂપે જ અનુભવતા થકા જ્ઞાનરૂપે જ પરિણમે છે–આ જ મોક્ષનો
પુરુષાર્થ છે; આ જ સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત પરાક્રમ છે.
મારો જ્ઞાનસ્વભાવ પોતાથી જ ટકનારો શાશ્વત છે, આવા અનુભવને લીધે
સ્વભાવથી જ જ્ઞાની નિર્ભય છે. વજ્ર પડે કે ગમે તે થાય, પણ જે વસ્તુ અનુભવમાં
આવી તેનાથી જ્ઞાની ચલિત થાય નહિ; તેને ભય ન થાય કે અરે, મારો નાશ
થઈ જશે!–કે પ્રતિકૂળતાની ભીંસમાં મારા શ્રદ્ધા–જ્ઞાન ભીંસાઈ જશે! નિર્ભયપણે તે
પોતાના જ્ઞાનસ્વરૂપને શ્રદ્ધે છે–જાણે છે–વેદે છે. આત્મવસ્તુ પોતે સ્વભાવથી જ નિર્ભય
છે, કોઈથી નાશ ન થઈ શકે એવો શાશ્વત જ્ઞાનસ્વભાવ છે; આવા સ્વભાવના
અનુભવને લીધે ધર્મીને આત્મામાં સમસ્ત શંકાનો અભાવ છે, એટલે ભયનો અભાવ
છે. બહારની અનુકૂળતા કે પ્રતિકૂળતા જ્ઞાનસ્વભાવમાં ક્યાં છે? તે અનુકૂળ–પ્રતિકૂળ
સંયોગો જ્ઞાનને અડતા જ નથી. અને શુભ–અશુભ રાગાદિ પણ જ્ઞાનસ્વભાવને અડતા
નથી. આવા સ્વભાવપણે પોતાને અનુભવ્યો ત્યાં જ્ઞાનીને સહજ નિર્ભયતા હોય છે.
પ્રતિકૂળતાના ભયથી કદાચ સ્વર્ગના દેવો પણ ભયભીત થઈને ડગી જાય, તોપણ
ધર્મીજીવ પોતાના સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી ડગે નહિ, શંકા કરે નહિ, ભય પામે નહિ–
કે અરે, મારો નાશ થઈ જશે! કે પ્રતિકૂળતાથી મારા શ્રદ્ધા–જ્ઞાન હણાઈ જશે!
સ્વભાવથી જ નિઃશંક વર્તતા ધર્મી પોતે પોતાને સ્વયંરક્ષિત જ્ઞાનશરીરી જાણે છે, જ્ઞાન
જ મારું શરીર છે, તે કોઈથી હણી શકાતું નથી. જડ શરીર કાંઈ મારું નથી. આવા
જ્ઞાનસ્વરૂપના વેદનથી ધર્મીજીવ કદી ચ્યુત થતા નથી,
પ્રતિકૂળયોગ, દુષ્કાળ, નિંદા, રોગ વગેરેથી દુનિયા ખળભળી જાય–પણ તેથી
જ્ઞાનને શું? જ્ઞાનમાં પ્રતિકૂળતા ક્યાં છે? કોઈક આળ નાંખે તેથી જ્ઞાનમાં ક્યાં આળ
આવી જાય છે? હું ક્યાં જઈશ? મારા જ્ઞાનનું શું થશે? એવી શંકારૂપ ભય જ્ઞાનીને
નથી; બહારથી કદાચ ભાગે, રૂએ,–પણ તે જ વખતે જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનથી
જરાય ડગતા નથી, તેમાં શંકા કરતા નથી, જ્ઞાનના નાશનો ભય કરતા નથી. અરે,
જ્ઞાનીના શ્રદ્ધા–જ્ઞાનની અચિંત્ય તાકાત! તેની જગતને ખબર નથી.
મારો આત્મા શાશ્વત ચૈતન્યઘન, તેના એક પણ પ્રદેશને કોઈ ખંડિત કરી શકે
નહિ; જ્ઞાનસ્વભાવનો નાશ કોઈથી થઈ શકે નહિ તેમ તે સ્વભાવના આશ્રયે જે શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ થયા તેને પણ કોઈ નાશ કરી શકે નહિ. એટલે જ્ઞાનીને સહજ નિર્ભય–