Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 41

background image
૩પ૭
– કોને માટે?
ઘણા જીવો પુત્રાદિની મમતા ખાતર, ધન કમાઈને પુત્રને
આપી જવા માટે, આખી જીંદગી પાપ કરી કરીને ધન કમાવવામાં
જ વેડફી નાંખે છે, ને આત્માનું હિત ચૂકી જાય છે. તેને જ્ઞાની કહે છે
કે હે ભાઈ! –
પુત્ર કપૂત તો સંચય શાનો?
પુત્ર સપૂત તો સંચય શાનો?
જો તારો પુત્ર કુપુત્ર હોય તો તેને માટે ધનનો સંચય શા માટે
કરવો? કેમકે તે તો ખોટા માર્ગે વિષય – કષાયોમાં ધન વેડફી દેશે.
અને જો તારો પુત્ર સુપુત્ર છે – સંસ્કારી ને પુણ્યવાન છે તો તેને
માટે પણ તારે ધનનો સંચય કરવાની જરૂર નથી, કેમકે એને તો એના
પુણ્યબળથી જ સંપત્તિ મળી રહેશે (પુત્રની જેમ બધાનું સમજી લેવું.)
આમ બન્ને પ્રકારે તારે ધનસંચયની જરૂર નથી; તો પછી
પાપ કોને માટે? મફતનો તું પાપનો સંચય ન કર; તે લક્ષ્મી વગેરેનો
મોહ ઘટાડ; ને તેને માટે જીવનને પાપમાં વેડફી દેતાં તું આત્મહિતના
ઉદ્યમમાં લાગી જા.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ અષાઢ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૯