: ૪૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
માને, જેના શાસ્ત્રમાં પણ વિપરીત પ્રરૂપણા હોય,–તે જૈનદર્શન નથી, તે તો જૈન–
દર્શનથી બહાર છે. ભાઈ, તું જૈનદર્શનની સાચી ઓળખાણ તો કર;–તો તારું કલ્યાણ
થશે. મહાભાગ્યે આવો જૈનમાર્ગ મળ્યો છે તો ઉત્સાહથી તેનું સેવન કર.
• અહો, વીતરાગનાં અદ્ભુત વચન...ચૈતન્યરસનો સ્વાદ ચખાડે છે •
અહો, અદ્ભુત જિનવચન! એ ચૈતન્યના અમૃતરસથી ભરેલાં છે, ચૈતન્યની
શાંતિરૂપ અમૃતનો સ્વાદ ચખાડીને તે વિષયોમાંથી સુખબુદ્ધિ છોડાવે છે. અહા,
ચૈતન્યના જે ધર્મનો સ્વાદ ચાખતાં આખીયે દુનિયાનો રસ ઊડી જાય,–એ ધર્મ કેવો?
એ ધર્મદશા થાય ત્યાં તો અંદરથી આત્માને મોક્ષના ભણકાર આવી જાય, મોક્ષની દિશા
ખુલી જાય, ને ચૈતન્યના શાંતરસનો સ્વાદ આવે. તેથી કહ્યું છે કે ‘વચનામૃત
વીતરાગનાં પરમ શાંતરસ–મૂળ. ’
અહો, વીતરાગનાં વચનામૃત પરમ શાંતરસથી ભરેલાં છે, ભવરોગને મટાડવાનું
તે પરમ ઔષધ છે. તે ભવરોગને મટાડીને ચૈતન્યનું વીતરાગી સુખ ચખાડે છે.
વીતરાગદેવનાં વચન સમજે અને આત્માનું સુખ ન મળે એમ બને જ નહિ; કેમકે
વીતરાગનાં વચન જીવાદિ પદાર્થોનું સમ્યક્સ્વરૂપ બતાવીને, શ્રેય અને અશ્રેયનું જ્ઞાન
કરાવે છે, એટલે તેના જ્ઞાનથી જીવ શ્રેયમાર્ગને આદરીને કલ્યાણને પામે છે ને અશ્રેય
એવા મિથ્યાત્વાદિ ભાવોને છોડીને દુઃખથી છૂટે છે.
જુઓ, આ જિનવાણીનું ફળ! જિનવાણી રાગની પુષ્ટિ નથી કરાવતી, પણ
રાગની રુચિ છોડાવીને, વીતરાગી ચૈતન્યભાવની પુષ્ટિ કરાવે છે. અહો, વીતરાગનાં
વચન આત્માને શૂરવીરતા જગાડે છે. વીતરાગની વાણી પુરુષાર્થ વગરની હોય નહિ.
આત્માનો મહા આનંદ જ્યાં વેદનમાં આવ્યો ત્યાં બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ કેમ રહે?
ચૈતન્યના આનંદ જેવું સુખ જગતમાં બીજે ક્યાંય છે જ નહિ. વાહ રે વાહ! વીતરાગનાં
વચન....ચૈતન્યરસનો અપૂર્વ સ્વાદ ચખાડે છે.
* થાનગઢના ભાઈશ્રી કાંતિલાલ દેવસીભાઈના ધર્મપત્ની શ્રી લલિતાબેન આસો સુદ ૧૦
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* વઢવાણના ભાઈશ્રી ત્રિકમલાલ હિંમતલાલ (ઉં. વર્ષ ૧૮) આસો વદ ૧૪ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. બે દિવસ પહેલાંં પણ તેઓ જિનમંદિર ગયા હતા.
* ભાવનગરના શ્રી વિજયાબેન અમરચંદ ભાયાણી કારતક સુદ ૧ રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. અનેક વર્ષોથી તેઓ સોનગઢ રહીને સત્સંગનો લાભ લેતા હતા.
વીતરાગી દેવગુરુધર્મના શરણે તેઓ આત્મહિત પામો.