: ૪૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
મંગલમહોત્સવ આવ્યો છે, તેનો આપણે સૌએ ખૂબ લાભ લેવાનો છે, ને જૈનશાસનની
ખૂબ–ખૂબ સેવા કરીને જૈનશાસનને દીપાવવાનું છે.
બાલવિભાગનું લીસ્ટ નવેસરથી લખીને તૈયાર કરવાનું છે. તો તમારું નામ–
સરનામું, હાલની ઉમર–અભ્યાસ, જન્મદિવસ તથા સભ્યનંબર પોસ્ટકાર્ડમાં (આત્મ–
ધર્મ બાલવિભાગ, સોનગઢ–સૌરાષ્ટ્ર) એ સરનામે જેમ બને તેમ વેલાસર લખી
મોકલશો. ઘણા સભ્યો મોટા થયા હશે, તેઓ પણ વિના સંકોચે પોતાની વિગત લખી
મોકલશો. આપનું પોસ્ટકાર્ડ આવતાવેંત અમે આપને એક સુંદર પુસ્તક (આ
અઢીહજારમા વર્ષની બોણીમાં) ભેટ મોકલીશું. નવા સભ્ય થવું હોય તેઓ પણ ઉપર
મુજબની વિગત લખી મોકલશો. (સભ્ય ફી કાંઈ નથી)
આ ઉપરાંત આત્મધર્મમાં રજુ થતી અવનવી યોજનાઓમાં પણ તમે આનંદથી
ને ઉત્સાહથી ભાગ લેજો. જીવનમાં તમને ઘણા સુંદર સંસ્કાર મળશે.
–લી
૦ તમારો ભાઈ બ્ર. હ. જૈન
(સર્વે જિજ્ઞાસુ સાધર્મીઓ ઉત્સાહથી ભાગ લ્યો)
૧. મહાવીર ભગવાનની ઓળખાણથી આપણને થતો મહાન લાભ
૨. મહાવીર પ્રભુના નિર્વાણગમનના અઢી હજારમા વર્ષમાં
આત્મહિત માટે આપણું કર્તવ્ય
બંધુઓ, મહાવીર પ્રભુના મોક્ષગમનનું અત્યારે અઢીહજારમું (૨૫૦૦ મું) વર્ષ
ચાલી રહ્યું છે. વીર પ્રભુનો માર્ગ અત્યારે પણ ચાલી જ રહ્યો છે. આપણા મહાન સુભાગ્યે
આપણે વીરશાસનમાં આવ્યા, આપણને વીરનાથનો સુંદર માર્ગ ગુરુદેવે બતાવ્યો; અને
વિશેષમાં પ્રભુના મોક્ષગમનના અઢીહજાર વર્ષના મહોત્સવનો પ્રસંગ પણ અત્યારે
આપણા જીવનમાં આવ્યો. આપણે બહુ ઉત્સાહપૂર્વક ધર્મના રંગથી, જૈનશાસનના