Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 53

background image
: ૪૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
વીરનાથના મોક્ષનું અઢીહજારમું વર્ષ ચાલે છે.....આપણે વીરનાં સંતાન છીએ,
એટલે આપણે પણ વીર થઈને વીરનાથના માર્ગે જવાનું છે.
જ્યારે વજ્રદંત ચક્રવર્તીને સંસારથી વૈરાગ્ય થયો અને પુત્રને બોલાવીને કહ્યું કે
બેટા! હવે આ રાજ્યભારને તું સંભાળ. હું રાજ્ય છોડીને મુનિ થવા માંગું છું.–ત્યારે
વૈરાગ્યવંત રાજકુમારે નમ્રતાપૂર્વક કહ્યું–કે પિતાજી! આપ આ રાજ્યને શા માટે છોડી
રહ્યા છો?
વજદન્ત કહે છે:–બેટા, આ વિનાશી રાજ્યને છોડીને હું અવિનાશી મોક્ષસુખને
સાધવા માંગું છું. આ રાજ્ય તો અનંતવાર ભોગવી ચુકેલ એઠસમાન છે. જે આત્મ સુખ
મુનિપણામાં છે, તે કાંઈ રાજપદમાં નથી, તેથી હું તેને છોડી રહ્યો છું.
પુત્ર ગંભીરતાથી કહે છે–વાહ રે વાહ, પિતાજી! આપ જેને એઠ સમાન સમજીને
છોડી રહ્યા છો તેને હું શા માટે ખાઉં? આપની જેમ મેં પણ આત્મસુખને જાણ્યું છે,
એટલે હું પણ આપની સાથે જ અસાર સંસારને છોડીને, મુનિ થઈશ ને મોક્ષસુખને
સાધીશ.
–આનું નામ–‘બાપ જેવા બેટા! ’
આપણે પણ નાના નથી હો! આપણે મહાવીરનાં સંતાન છીએ.
આપણે પણ મહાવીરપ્રભુની જેમ મોક્ષપુરીના માર્ગે જવાનું છે.
ચિત્રકાર બંધુઓને–
આપણા આત્મધર્મ માટે, તેમજ બીજા બાલસાહિત્ય માટેનાં ધાર્મિક ચિત્રો
(બ્લોકસ બનાવવા માટે) કરી આપે એવા જૈન ચિત્રકાર ભાઈની ખાસ જરૂર છે.
ચિત્રની સંપૂર્ણ માહિતી સહિત કાચી રૂપરેખા અમે આપીશું તે ઉપરથી ડીઝાઈન કરી
આપવાની રહેશે, તેનો સુયોગ્ય ચાર્જ આપીશું. આપની કળાનો ધાર્મિક સાહિત્યમાં
ઉત્તમ ઉપયોગ થશે. તો જે કલાકાર જૈનભાઈ ધાર્મિક સાહિત્યમાં પોતાની સેવા આપવા
તૈયાર હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા આમંત્રણ છે.
–બ્ર. હરિલાલ જૈન, સોનગઢ સૌરાષ્ટ્ર ()