Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


PDF/HTML Page 53 of 53

background image
ફોન નં. ૩૪ આત્મધર્મ Regd. No. G. 128
• દીવાળીના.મંગલ.દીવડા •
* ભેદજ્ઞાનવડે ઉદય પામેલું ચૈતન્યનું મંગલમય સોનેરી સુપ્રભાત આત્માને
આનંદ પમાડે છે ને જ્ઞાનપ્રકાશ વડે મુક્તિમાર્ગને પ્રકાશિત કરે છે.
* શ્રી ગુરુ કહે છે – હે જીવો! અનાદિથી મોહમાં સૂતા...હવે તો જાગો!
જાગવાનો આ અવસર આવ્યો છે...માટે જાગોને ચૈતન્યમય નિજપદને સંભાળો.
* આરાધક–ધર્માત્માના દર્શનથી મુમુક્ષુના હૃદયમાંં જેવી આનંદની ઉર્મિ જાગે
છે તેવી ઉર્મિ જગતના બીજા કોઈ પણ પદાર્થમાં જાગતી નથી.
* અપૂર્વ આત્મકલ્યાણની પ્રાપ્તિ તે સત્સંગનું ફળ છે. સત્સંગ નિજકલ્યાણ
માટે છે, જગતને દેખાડવા માટે નથી. સાચા સત્સંગનું ફળ તત્કાળ આવે જ.
* ધર્મીને જોતાં એમ થાય છે કે વાહ! ધન્ય તમારો અવતાર! અતીન્દ્રિય
આત્માને સ્વાનુભવમાં લઈને તમે આનંદરૂપ થયા છો, જિનેશ્વરના
માર્ગમાં ભળ્‌યા છો.
* અશરીરી અતીન્દ્રિય આનંદમય ચૈતન્યજીવન જીવનારા સિદ્ધ ભગવંતો
જગતને સન્દેશ આપે છે કે તમે પણ ભેદજ્ઞાન કરીને આવું આનંદમય
ચૈતન્યજીવન જીવો.
* એકલું અનુમાન જેનું સ્વરૂપ નથી પણ પ્રત્યક્ષજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા
આત્માને હે શિષ્ય! તું જાણ. રાગથી પાર થઈને અતીન્દ્રિયજ્ઞાન વડે
આત્માને અનુભવમાં લે.
* કુંદકુંદસ્વામી કહે છે કે – હું સર્વજ્ઞપરમાત્મા સીમંધરનાથ પાસેથી આ
સન્દેશ લાવ્યો છું, તે ઝીલીને તમે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં ઉપયોગને વાળો.
* સમ્યક્ જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપે આત્માનું પરિણમન તે નિર્વાણનો પંથ છે.
ભગવંતો આવા પંથે નિર્વાણ પામ્યા; હું પણ તે જ પંથે જાઉં છું.
* અંર્તસ્વભાવમાં સન્મુખતા કરાવીને મહાઆનંદનું વેદન કરાવનારો
હિતોપદેશ જે સંતોએ આપ્યો, તે સંતોના ઉપકારને મુમુક્ષુજીવો ભૂલતા નથી.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૫૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : કારતક (૩૬૧)