નથી. સમ્યગ્દર્શન થાય ત્યારે જ જૈનત્વ શરૂ થાય છે; તેને ભલે હજી વ્રતાદિ ન હોય
તોપણ તે જીવ મોક્ષમાર્ગમાં દાખલ થઈ ગયો છે.
આવું સમ્યગ્દર્શન થયું ત્યારથી તે જીવ મોક્ષસન્મુખ થયો, ને સંસારદુઃખથી પરાંગ્મુખ
થયો. દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવો તેનાથી જુદો પડીને, ભેદજ્ઞાનવડે ચૈતન્ય–
સ્વરૂપના આનંદનો સ્વાદ તેણે ચાખી લીધો, ત્યાં સંસાર દુઃખોથી તે પરાંગ્મુખ થઈ
ગયો, તેની પરિણતિનો પ્રવાહ મોક્ષસુખ તરફ ચાલ્યો.
ગુરુનો ભક્ત છે, તે પ્રથમ શરૂઆતનો જૈન છે; અવ્રતી હોવા છતાં તે ધર્મી છે, તે
મોક્ષનો પથિક છે. તે સ્વભાવસુખની સમ્મુખ થયો છે ને સંસારદુઃખથી વિમુખ વર્તે છે.
જેને સમ્યગ્દર્શન નથી તેને પરમાર્થ જૈનપણું નથી કેમકે તેણે મોહને જીત્યો નથી.
પોતાનો ભાવ શત્રુ છે, તેને સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ વડે જીતવો, નષ્ટ કરવો તે સાચું
જૈનપણું છે. આવા જૈનત્વની શરૂઆત સમ્યગ્દર્શન વડે થાય છે. અંતરમાં આત્માનો
અચિંત્ય મહિમા જાણી, તેની સન્મુખ વળીને સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવે
જ્યાં ત્રણ કરણ વડે મોહનો નાશ કરવા માંડ્યો ત્યાં તેને ‘જિન’ કહી દીધો છે. આવી
દશા વગર એકલા બાહ્ય આચરણથી જૈનમાં નંબર આવતો નથી. ભાઈ, આત્મજ્ઞાન
વગર તું વ્રતાદિ શુભાચરણ કરીશ તો તેથી પુણ્ય બંધાશે પણ કાંઈ ભવથી તારો છૂટકારો
નહિ થાય. મિથ્યાત્વસહિતની શુભક્રિયાઓ તો મોક્ષથી પરાંગ્મુખ છે, ને સંસારની
સન્મુખ છે, અને રાગથી પાર ચૈતન્યતત્ત્વને દેખનાર ધર્મી જીવ સમ્યગ્દર્શન વડે મોક્ષની
સન્મુખ છે ને સંસારથી પરાંગ્મુખ છે.