આવી મુનિદશાની નિરંતર ભાવના હોય છે. અહો
મુનિદશાની શી વાત! એમની શુદ્ધતા ને એમનું સુખ તો
સર્વાર્થસિદ્ધના દેવ કરતાંય વિશેષ છે. એ તો પરમેષ્ઠી પદ છે,
અરિહંતો અને સિદ્ધોની સાથે નમસ્કારમંત્રમાં એમનું નામ
આવે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ દાસાનુદાસપણે પરમ
ભક્તિથી એમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. વાહ, એ
મુનિદશા! અરે, સમ્યગ્દર્શન પણ અપૂર્વ દશા છે ત્યાં
મુનિદશાની તો શી વાત! મુનિવરો તો આત્માના મહા
આનંદના ઝૂલે ઝૂલી રહ્યા છે. અહો! એ તો સંત–પરમેશ્વર છે,
પરમ ગુરુ છે, મોક્ષના ઉગ્રપણે સાધક છે, સિદ્ધપદના
પાડોશી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આવા મુનિનો ભક્ત હોય છે; ને
તે સમ્યગ્દ્રષ્ટિની દશા પણ અલૌકિક હોય છે.