• પ્રભુનો મોટો ઉપકાર •
માગશર વદ આઠમના પ્રવચનમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવ
પ્રત્યે ભક્તિભીની અંજલિરૂપે અત્યંત પ્રમોદપૂર્વક
પૂ. કાનજીસ્વામીએ કહ્યું કે –
આજે (શાસ્ત્રીય પોષવદ આઠમે)
કુંદકુંદસ્વામીની આચાર્ય પદવીનો મંગલ દિવસ છે. કુંદકુંદ
ભગવાને આ ભરતક્ષેત્ર ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો
છે. તેમણે ભગવાન સીમંધર પરમાત્માના સાક્ષાત્ દર્શન
કર્યા, અને અનુભવના નિજવૈભવપૂર્વક સમયસારાદિ
પરમાગમો રચીને જે અલૌકિક અચિંત્ય ઉપકાર કર્યો છે,
–તેની શી વાત? જેને તે જાતનો અનુભવ થાય તેને
ખબર પડે કે આચાર્યદેવે કેવું અલૌકિક કામ કર્યું છે!
બાકી ઉપરટપકે એનાં માપ નીકળે તેમ નથી. તેઓ ચાર
સંઘના નાયક હતા; મહાવીર પ્રભુના શાસનને તેમણે
આ પંચમકાળમાં ટકાવી રાખ્યું છે. અહો, એમની આ
વાણી કાને પડવી તે પણ કોઈ મહાન ભાગ્ય છે; ને
અંદર સમજીને અનુભવ કરે........તેની તો શી વાત!
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ પોષ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૩