શાસ્ત્રભણતરને પણ જિનમાર્ગમાં ‘જ્ઞાન’ કહેતા નથી.
વેધે–જાણે–અનુભવે તેને જ જૈનશાસનમાં જ્ઞાન કહેવાય છે. જેને સાધવાનું છે એવા
નિજસ્વરૂપને જે ન સાધે તેને જ્ઞાન કેમ કહેવાય?
ચંચળમનવડે આત્મા સાધી શકાય નહિ. આત્માને સાધવા જે જ્ઞાન અંતરમાં વળ્યું તે તો
અત્યંત ધીર છે–શાંત છે–અનાકુળ છે, અનંતગુણના મધુર સ્વાદને એક સાથે આત્મસાત
કરતું તે જ્ઞાન પ્રગટે છે, ચૈતન્યરસનો અતીન્દ્રિયસ્વાદ તેમાં ભર્યો છે. આવા જ્ઞાનને
ઓળખીને આત્માને સાધવો–તે ભગવાન વીરનાથનો માર્ગ છે.
–અનુભવે છે. આવું જ્ઞાન જૈનમાર્ગમાં જ્ઞાનીઓની જ પરંપરાથી મળે છે; તેથી જેને
જ્ઞાનીના વિનય–બહુમાન ન હોય તે જીવ સાચા જ્ઞાનને પામી શકતો નથી. સર્વજ્ઞ–
પરંપરાના જ્ઞાની–આચાર્યોનો વિનય છોડીને જેઓ જૈનમાર્ગથી જુદા પડ્યા તેઓ
મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન પામી શકતા નથી.
પરમાત્મસ્વરૂપને લક્ષ્યરૂપ કરીને, મોક્ષમાર્ગને સાધે છે; તે પોતાના લક્ષ્યને ચુકતો નથી.
ભાઈ, તારું લક્ષ્ય તો સાચું કર. લક્ષ્ય જ જેનું ખોટું તે જીવ તેને ક્યાંથી સાધી શકે?
લક્ષ્ય હોય પૂર્વતરફ, ને નિશાન તાકે પશ્ચિમ તરફ, તો તે લક્ષ્યને સાધી શકે નહીં, તેનું
નિશાન નકામું જાય; તેમ મોક્ષમાર્ગમાં લક્ષ્યરૂપ તો રાગવગરનો ચૈતન્યસ્વરૂપ આત્મા
છે, તેના તરફ લક્ષ કરવાને બદલે તેનાથી વિરુદ્ધ એવા શુભરાગને લક્ષ્ય બનાવે તો
તેના લક્ષે મોક્ષમાર્ગનું નિશાન કદી સાધી શકાય નહીં. માટે હે ભવ્ય! પહેલાંં તો તું
જ્ઞાની પાસેથી લક્ષ્યરૂપ શુદ્ધાત્મસ્વરૂપનું જ્ઞાન કર, ને તેને જ ધ્યેયરૂપ