ગુરુદેવના ઉદ્ગાર સાથે તેની થોડીક રજૂઆત કરી હતી. એ લેખ વાંચીને ઘણા
જિજ્ઞાસુ વડીલોએ, તેમજ યુવાન ભાઈ–બહેનોએ તેમાં પોતાની સંમતિ અને
પ્રસન્નતા પ્રગટ કરી છે, ને આ પ્રમાણે થાય તે ઉત્તમ છે. ખરેખર, ધન સામે ન
જોતાં ધર્મસંસ્કાર સામે જોવાની મુખ્યતા રાખવી જોઈએ–એ દરેક જૈનગૃહસ્થનું,
ને ભાઈ–બહેનોનું ખાસ કર્તવ્ય છે. બંધુઓ, બહેનો! તમે પોતે જ જો
ધર્મસંસ્કારવાળું સ્થાન પસંદ કરશો તો તમારી તે પસંદગીમાં વડીલો પણ
ધન્યવાદપૂર્વક તમને આશીર્વાદ આપશે. તમારે તમારા ધર્મસંસ્કારની રક્ષા માટે
તથા વૃદ્ધિ માટે એમ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે અમારા ધર્મસંસ્કારને જ્યાં બાધા
આવે તેમ હોય તેવા સ્થાનમાં અમારો સંબંધ અમે પસંદ નહિ કરીએ. ‘ભલે
કુંવારા રહેશું પણ જૈનસંસ્કાર છોડીને બીજે તો નહીં જ જઈએ’–આવી
ધર્મદ્રઢતા તો જિજ્ઞાસુમાં હોવી જ જોઈએ. ધર્મના ભોગે ધન અમારે નથી
જોઈતું. શ્રાવકના ગુણોમાં ‘સમદત્તી’ નામનો એક ગુણ કહ્યો છે એટલે કે
પોતાની કન્યાનું દાન સમાનધર્મીમાં કરે, વિધર્મીમાં ન કરે. અહો, આવા સર્વ
શ્રેષ્ઠ જિનધર્મના સંસ્કાર મળ્યા તો આપણા સંતાનોને આપણે તેનાથી
છોડાવીએ...કુધર્મના કુવામાં ન નાખીએ.
સંબંધ બાંધવા આતુર નથી, સૌ પૈસા સામે જુએ છે!’ તે વડીલશ્રીએ રજૂ
કરેલી મુશ્કેલીમાં તથ્ય છે, આજ સમાજમાં તેવી પરિસ્થિતિ દેખાય છે, પણ
ધર્મપ્રેમી વડીલો અને તેમના બહાદૂર સંતાનો હવે જાગૃત બનતા જાય છે, તેઓ
જાગૃત થઈને આ બાબત મક્કમપણે હાથમાં લ્યે, તેનો પ્રચાર કરે, ને પોતાના
ઘરેથી જ તેના પાલનનો મંગળ પ્રારંભ કરે, તો સમાજમાં મહાન જાગૃતિનું અને
ધર્મપ્રભાવનાનું એક ઉત્તમ કાર્ય થશે. બહાદૂર યુવાનો જાગો! ને વીરપ્રભુના આ
અઢીહજારમા નિર્વાણમહોત્સવમાં તમારું કાર્ય સંભાળો. –