શ્રી મહાવીરપ્રભુના અઢીહજારમા નિર્વાણ મહોત્સવના વર્ષમાં
અમે આટલુ કરીશું––
૩
જૈનમાર્ગનું જ પરમ ભક્તિથી સેવન કરીશ.
૧ રાત્રે કદી ખાઈશ નહીં.
૨ અણગળ પાણી પીશ નહીં.
૩ લૌકિક સિનેમા જોઈશ નહીં.
બંધુઓ–બહેનો! ઉપર લખેલી ત્રણવાત કરવાનું, અને
ત્રણવાત ન કરવાનું સૌને માટે સહેલું છે. ઘણું કરીને તો તમે તેનું
પાલન કરતા જ હશો; ન કરતા હો તો હવે બરાબર પાલન
કરજો; ને આ દિવાળી તથા આવતા વર્ષની દિવાળી (એટલે વીર
સં. ૨૫૦૦ તથા ૨૫૦૧) સુુુધી તેનું પાલન જરૂર કરજો.
સ્વીકૃતિપત્ર નીચે મુજબ (પોસ્ટકાર્ડમાં જ) લખી મોકલશો.
દિવાળી પહેલાં ઓછામાં ઓછા અઢી હજાર સ્વીકૃતિપત્ર આવી
જશે એવી આશા રાખીએ છીએ.
“મહાવીરપ્રભુના અઢીહજારમા નિર્વાણ–મહોત્સવના
વર્ષમાં આપે આત્મધર્મમાં સૂચવેલી છ બાબતોનું હું પાલન
કરીશ, ને વીરપ્રભુના માર્ગમાં આત્મહિત સાધીશ.”
લી. (પૂરું નામ : ઉંમર :) નાના કે મોટા, ભાઈ કે બેન,
બાળક કે વૃધ્ધ સૌ કોઈને આમાં ભાગ લેવા નિમંત્રણ છે.
સંપાદક : આત્મધર્મ : સોનગઢ (364250)
પ્રકાશક : શ્રી દિગંબર જૈન, સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ફાગણ :: ૩૬૫::