Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૫:
જૈનશાસનના અમૂલ્ય ઘરેણાં જેવા સમયસારાદિ પંચ
પરમાગમ આરસના સિંહાસનમાં બિરાજે છે.
કુંદકુંદસ્વામીના પવિત્ર ચરણચિહ્ન બિરાજમાન છે.
આરસની સુંદર ૪પ૦ શિલાઓમાં યુરોપના મશીનથી કોતરેલા
પાંચ પરમાગમ વીતરાગીઝલક વડે પરમાગમમંદિરને શોભાવી
રહ્યા છે ને જગતને વીતરાગમાર્ગનો સંદેશ આપી રહ્યા છે.
અનેક ગાથાઓ સુવર્ણ–અંકિત છે.
તીર્થંકરોના પૂર્વભવોના તેમજ અનેક વીતરાગી સંતોના
વૈરાગ્યરસભરેલા પચાસ ઉપરાંત ચિત્રો આત્મિક આરાધનાની
પ્રેરણા આપી રહ્યા છે.
ચારે બાજુ આરસની સુંદર બાંધણીવાળું મંદિર, સોનેરી
શિખરો ઉપર જૈનધર્મનો વિજયધ્વજ ફરકાવી રહ્યું છે. કુલ
૧૯ કળશ છે.
જૈનધર્મના દેવ–ગુરુ–શાસ્ત્રનો આવો ત્રિવેણીસંગમ જોઈને
મુમુક્ષુ આત્માને પ્રસન્નતા થાય છે ને રત્નત્રયમાર્ગમાં ઉત્સાહ
જાગે છે. પૂ. શ્રી કાનજીસ્વામીના શ્રીમુખથી રત્નત્રયમાર્ગનું
સ્વરૂપ સાંભળતાં મુમુક્ષુજીવો આનંદથી ચૈતન્યની આરાધના
કરે છે.
શ્રીગુરુમુખથી પરમાગમનો વીતરાગી સંદેશ સાંભળવા આપ
પણ સોનગઢ આવો, ને જીવનમાં અમૂલ્ય લાભ લ્યો.
બંધુઓ, સર્વે સતોએ કહેલી વાત, જે વારંવાર ગુરુદેવ પણ કહી
રહ્યા છે, તે મહત્ત્વની વાતને બરાબર ધ્યાનમાં રાખજો કે
વીતરાગભાવે શુદ્ધાત્મતત્ત્વની ઉપાસના કરવી તે સર્વે
જિનાગમનો સાર છે.... તે જ સાચો ધાર્મિકઉત્સવ છે.... તે જ
દેવ–ગુરુની આજ્ઞા છે ને તે જ મુમુક્ષુનું જીવન છે. આત્મામાં
આવી આરાધનાનો મંગલ–મહોત્સવ ‘આજે જ’ શરૂ કરો.
“આરાધના એ જ મોક્ષનો મહોત્સવ છે.”