: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
મેળે કેમ વાગી રહ્યા છે? આ દૈવી વાજાં કેમ વાગી રહ્યા છે? ચારેકોર આ
દિવ્યપ્રકાશનો ઝગઝગાટ કેમ પ્રસરી રહ્યો છે? ત્રણલોકનું વાતાવરણ આટલું
બધું હર્ષમય કેમ બની રહ્યું છે? જરૂર કોઈક આશ્ચર્યકારી ઘટના બની છે.
(અવધિજ્ઞાનથી જાણીને–પછી–ઊભા થઈને બોલે છે.)
અહો, આનંદ.....આનંદ....આનંદ!
દેવો સાંભળો! મધ્યલોકમાં ભરતક્ષેત્રની વૈશાલીનગરીમાં ત્રિશલાદેવી માતાની
કુંખે ચોવીસમા તીર્થંકરનો અવતાર થઈ ચુક્યો છે.
(સૌધર્મઈન્દ્ર સહિત બધા દેવ–દેવીઓ નીચે ઊતરી નમસ્કાર કરે છે.)
(બધા દેવો:–ધન્ય હો...ધન્ય હો...ધન્ય હો! બોલિયે મહાવીર ભગવાનકી જય હો.
૬. દેવી:–અહો ધન્ય અવતાર! મધ્યલોકમાં તીર્થંકરનો અવતાર થતાં ઊર્ધ્વલોકનું
આપણું આ સ્વર્ગ પણ ઉજ્જવળ બન્યું.
૬. દેવ:–અરે, નરકના જીવોને પણ બેઘડી સાતા થઈ હશે, ને તીર્થંકરનો મહિમા જાણીને
ઘણાય જીવો સમ્યક્ત્વ પામી ગયા હશે.
૭. દેવી:–અહા, જે આત્માનો પુણ્યવૈભવ પણ આવો અદ્ભુત, તેમના આત્મવૈભવની તો
શી વાત?
૭. દેવ:–અહા, એમના આત્મવૈભવનો મહિમા સમજતાં આપણને આપણા આત્માનો
સ્વભાવ પણ સમજાઈ જાય છે.
૮. દેવી:–એ જ આપણા જૈનશાસનની ખૂબી છે કે કોઈ પણ તત્ત્વનો સાચો નિર્ણય
કરતાં આત્મા સ્વસન્મુખ થાય છે, ને વીતરાગતા થાય છે.
૮. દેવ:–તેથી જ સર્વે શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. વીતરાગતાનો ઉપદેશ તે જ
ઈષ્ટ ઉપદેશ છે.
૯. દેવી:–અરે, અરિહંતદેવ પ્રત્યેનો શુભરાગ પણ જ્યાં સંસારનું જ કારણ છે ત્યાં બીજા
રાગની તો શી વાત ? ખરેખર વીતરાગતામાં જ મહાન આનંદ છે.
૯ દેવ:–પરમાગમનું પણ એ જ ફરમાન છે–
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગી થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.