મહાવીર–નિર્વાણનું અઢીહજારમું મંગલવર્ષ
[૩૬૭]
શ્રીગુરુના ઉપદેશથી
તત્કાળ અનુભવ થાય છે
અહો, તીર્થંકરના ઉપદેશઅનુસાર જ્ઞાનીએ ભેદજ્ઞાન સમજાવ્યું,
તે સાંભળતાં તરત જ જ્ઞાનશક્તિ સ્વરૂપના પ્રત્યક્ષઅનુભવશીલપણે
કોને ન પરિણમે? આત્મા સમ્યગ્જ્ઞાનરૂપ જરૂર પરિણમે; સ્વરૂપનો
અનુભવ જરૂર થાય, એટલે સમ્યક્ત્વ થાય જ.
ધર્મીનું અસ્તિત્વ કાંઈ વચનમાં નથી, રાગમાંય ધર્મીનું
અસ્તિત્વ નથી; ધર્મીનું અસ્તિત્વ તો જ્ઞાનચેતનામાં છે. તે
જ્ઞાનચેતનામાંથી નીકળેલા ભાવોને જે ઓળખે તેને તત્કાળ ભેદજ્ઞાન
થાય જ...તેના ભાવ પણ રાગથી જુદા ચેતનમય થઈ જાય.
વાહ રે વાહ! ધન્ય ગુરુ! આપે આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને
તત્ત્વ સમજાવ્યું તે સમજતાં તત્કાળ અમારા અંતરમાં શાંતરસના
વેદન સહિત અપૂર્વ જ્ઞાન ઊપજે છે. પહેલાંં આત્મા જાણે મરેલો હતો,
દેહ વગરનું તેનું અસ્તિત્વ ભાસતું જ ન હતું, હવે દેહથી ભિન્ન
ચેતનસ્વરૂપે પોતાના અસ્તિત્વને અનુભવીને આત્મા જીવતો થયો,
આત્મામાં સમ્યગ્જ્ઞાનનો અવતાર થયો. હે ગુરુ! આપે મરેલામાંથી
અમને જીવતા કર્યા.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક નં. ૭