Atmadharma magazine - Ank 369
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 37

background image
હે માતા! મેં મારા શુદ્ધચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરી છે, તે
સ્વરૂપને વધારે સાધવા, હું મારા ચૈતન્યધામમાં જઈને ઠરવા માંગું
છું, તે માટે હે માતા! હું હવે આ મોહ છોડીને શુદ્ધોપયોગી
ચારિત્રદશા અંગીકાર કરવા જાઉં છું...તું મને આનંદથી રજા આપ.
જ્ઞાની–પુત્ર પોતાની માતા પાસે આ રીતે વૈરાગ્યપૂર્વક રજા માંગતા
હોય–તે પ્રસંગે કેવો હશે! અહા, ધન્ય અવસર! પોતાનું જેને હિત
કરવું હોય તેને આ જ માર્ગે જવાનું છે. અહો, મોક્ષનો આવો
પ્રસિદ્ધ વીતરાગમાર્ગ, તે સંતોએ આ પંચમકાળમાંય પ્રસિદ્ધ કર્યો
છે. આચાર્યદેવ પ્રવચનસારમાં કહે છે કે–શુદ્ધોપયોગરૂપ વીતરાગ–
ચારિત્રવડે મારા આત્માને મેં ભવદુઃખથી છોડાવ્યો છે, તેમ બીજા
જે આત્માઓ પણ આ ભવદુઃખથી છૂટવા માંગતા હોય, ને
ચૈતન્યની પરમ વીતરાગી શાંતિને ચાહતા હોય તેઓ પણ આવું
ચારિત્ર અંગીકાર કરો....તે માર્ગ અમે જોયેલો–અનુભવેલો છે, તે
માર્ગના પ્રણેતા અમે આ રહ્યા! અહા! આચાર્યદેવ જાણે સામે જ
વિદ્યમાન હોય! ને ધર્માત્માજીવોને ચારિત્ર દેતા હોય! એવા
અલૌકિક ભાવથી ચારિત્રનું વર્ણન કર્યું છે.
વાહ રે વાહ! એ ચારિત્રદશા! ધન્ય દશા! એ ધર્માત્માજીવોનો
મનોરથ છે. ચાલો જઈએ...ચારિત્રના પંથે...મોક્ષના મારગે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ અષાઢ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૯