Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 49

background image
: ર૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
એવી મોક્ષદશા જ આત્માને સર્વથા હિતરૂપ છે; ને પંચપરમેષ્ઠીના પ્રસાદથી તે ઉત્પન્ન
થાય છે; તે જ અવિનાશી છે ને ઉપાદેય છે.
અહો, પંચપરમેષ્ઠી ભગવંતો! તમારા માર્ગને અનુસરતાં મોક્ષલક્ષ્મી પ્રગટે છે.
શ્રીગુરુઓએ પ્રસન્ન થઈને અનુગ્રહપૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ અમને પ્રસાદીરૂપે
આપ્યો, તેનાથી અમને નિજવૈભવ પ્રગટ્યો છે,–એમ સમયસારની પાંચમી ગાથામાં કહ્યું
છે; અહીં પંચપરમેષ્ઠીના પ્રસાદથી મોક્ષ થવાની વાત કરી; એટલે તેમણે જેવો કહ્યો તેવો
ભાવ લક્ષમાં લેતાં આત્માનો અનુભવ થઈને પરમ આનંદ સહિત મોક્ષના દરવાજા
ખુલી જાય છે.–આવી દશારૂપે થયેલા પ્રભુ કુંદકુંદસ્વામી અનુગ્રહપૂર્વક આ પ્રવચનસાર
સંભળાવે છે...મોક્ષના મંગલ માંડવા રોપે છે ને તેમાં પંચપરમેષ્ઠીને બોલાવે છે.
અહો, આવા સમર્થ આચાર્યભગવાન જિનપ્રવચનના સારભૂત આ પરમાગમ
સંભળાવે છે, તો હે ભવ્યજીવો! તમે પરમ આનંદના પિપાસુ થઈને, પ્રશમભાવના લક્ષે
અત્યંત બહુમાનથી તેનું શ્રવણ કરજો. તેના ફળમાં મોહનો નાશ થઈને તમને પરમ
અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થશે.
પાંચમી ગાથામાં કહ્યું કે–મારા આત્મવૈભવથી હું જે શુદ્ધ એકત્વ–વિભક્ત આત્મા
દેખાડું છું તેને હે ભવ્યજીવો! તમે તમારા સ્વાનુભવથી કબુલ કરજો. અમારી
નિજવૈભવની વાત સાંભળીને તેના ભાવને સમજતાં જરૂર શુદ્ધઆત્મા અનુભવમાં
આવશે. જેણે આવો અનુભવ કર્યો તે કહે છે કે અહો પ્રભો! આપના પ્રસાદથી મને
શુદ્ધાત્મપ્રાપ્તિ થઈ...મારા ઉપર આપની કૃપા થઈ...આપ મારા ઉપર પ્રસન્ન થયા.
આપના પ્રસાદથી શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક અમે પરમહિતરૂપ મોક્ષલક્ષ્મીને ઉપાદેય
કરી છે.
જુઓ, આવી શુદ્ધદશારૂપે પરિણમેલા આચાર્યદેવ મોક્ષને સાધવાના મહાન
આનંદપ્રસંગે, શ્રી વર્દ્ધમાનદેવ સહિત પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કારપૂર્વક સંભાવે છે,
તેમનો આદર કરે છે, અને સર્વ ઉદ્યમપૂર્વક પોતે પણ મોક્ષમાર્ગરૂપે પરિણમે છે...
મોક્ષમાર્ગરૂપે પરિણમીને મોક્ષને સાધતાં–સાધતાં આચાર્યદેવે આ રચના કરી છે. ગાથા
૧૯૯ માં કહે છે કે અમે મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે ને કૃત્ય કરાય છે. મોક્ષને
સાધવાનું કામ ચાલી જ રહ્યું છે. અમારા આત્માએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે...ને
તેમાં પણ શુદ્ધોપયોગને અંગીકાર કરીએ છીએ.
એ વાત પાંચ રત્નો જેવી પાંચ મંગલ ગાથા દ્વારા કહે છે–