સાધવા, હું મારા ચૈતન્યધામમાં જઈને ઠરવા માંગું છું, તે માટે હે માતા! હું હવે આ
મોહ છોડીને શુદ્ધોપયોગી ચારિત્રદશા અંગીકાર કરવા જાઉં છું...તું મને આનંદથી
રજા આપ–જ્ઞાની–પુત્ર પોતાની માતા પાસે આ રીતે વૈરાગ્યપૂર્વક રજા માંગતા હોય–
તે પ્રસંગ કેવો હશે!
વૈરાગ્યથી મુનિદશા લઈને વનમાં જવા તૈયાર થયેલા ધર્માત્માપુત્રને માતા કહે
છે–બેટા, આ ઘર–કુટુંબ વૈભવ બધાને છોડીને તું વનમાં એકલો–એકલો કઈ
રીતે રહીશ?
અનંતા નિજગુણથી ભરેલો હું પુરો છું. વનમાં એકલો–એકલો મારા અનંતા
નિજગુણોના પરિવાર સાથે હું કેલિ કરીશ. સર્વથા એકલો નથી, મારા અનંતા
ગુણનો નિજપરિવાર મારી સાથે જ છે...એકલો છતાં જ્ઞાનાનંદે પૂરો છું.
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.