Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ ભાદ્ર : ૨૫૦૦
વર્તમાનમાં જ્ઞેય બનાવી લ્યે છે. વર્તમાન વિદ્યમાન પર્યાયને જેમ પ્રત્યક્ષ જાણે છે તેમ
અવર્તમાન પર્યાયો (–કે જે અત્યારે વિદ્યમાન નથી) તેમને પણ વર્તમાનમાં પ્રત્યક્ષ
જાણી લ્યે છે.–અહો, આવી તાકાતવાળા જ્ઞાનનો નિર્ણય કરે ત્યાં રાગ અને જ્ઞાનનું
અત્યંત ભિન્નપણું થઈ જાય છે.
રાગના કોઈ પણ કણિયાને જ્ઞાનમાં ભેળવે તો જ્ઞાનની અતીન્દ્રિય દિવ્યતાકાત
રહી શકે નહિ. સર્વજ્ઞતાને પામેલા જ્ઞાનમાં પૂર્ણ આનંદ છે પણ રાગનો કોઈ કણિયો
નથી, એવા જ્ઞાનને સ્વીકારનારું શ્રુતજ્ઞાન પોતે પણ રાગથી જુદું પડીને કેવળજ્ઞાનને
બોલાવી રહ્યું છે: હે કેવળજ્ઞાન! આવ.....આવ! ’ અને, સ્વાનુભવના બળે કેવળજ્ઞાન
પણ અંદરથી જવાબ આપે છે કે–આવું છું....આવું છું.....આવું છું.
જુઓ તો ખરા આત્માનો સ્વભાવ!
જ્ઞાન વધીવધીને પૂર્ણ થતાં રાગનો સર્વથા અભાવ કરી નાંખે છે; પણ રાગમાં
એવી તાકાત નથી કે રાગ વધતાં–વધતાં જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય ને આત્મા
જડ થઈ જાય; ચેતનપણું તો સદાય રહે છે.
અરે જીવ! તારો ચેતનસ્વભાવ તો જો! આવા ચેતનસ્વભાવને રાગ સાથે
ભેળસેળપણું થઈ શકે નહિ. આવા જ્ઞાનનું પૂરું પરિણમન થતાં અતીન્દ્રિય મહાન
આનંદને ભોગવતું જે કેવળજ્ઞાન પ્રગટ્યું, તેનો સર્વોત્કૃષ્ટ મહિમા કુંદકુંદસ્વામીએ એવો
અદ્ભુત ગાયો છે કે તેનો મહિમા જેને લક્ષમાં આવે તેને રાગ સાથે એકતાબુદ્ધિ
ત્રણકાળ ત્રણલોકમાં રહે નહિ, તેને તો રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ થઈને નિશ્ચય
સમ્યગ્દર્શન થઈ જાય છે.–એ ધર્મીના અનુભવની વાત છે. અજ્ઞાનીના જ્ઞાનમાં
સર્વજ્ઞતાનો દિવ્યમહિમા સમાઈ શકે નહિ; તેથી કહ્યું છે કે હે સર્વજ્ઞ મહાવીરદેવ!
મિથ્યાદ્રષ્ટિનું ચિત્ત આપને પૂજી શકતું નથી, તે આપને ઓળખી જ શકતું નથી તો પૂજે
કઈ રીતે? સર્વજ્ઞપણે આપને ઓળખીને સમ્યગ્દ્રષ્ટિ જ આપને પૂજી શકે છે. અરે,
સર્વજ્ઞતાની પૂજા રાગવડે કેમ થાય! ચૈતન્યચમત્કાર જ્ઞાનમાં આવે તે જ્ઞાનપર્યાય તો
રાગથી છૂટી પડી ગયેલી હોય છે. વાહ! કેવળજ્ઞાનની તાકાતની તો શી વાત!–પણ તે
કેવળજ્ઞાનને સ્વીકારનારા મતિશ્રુતની તાકાત પણ રાગથી પાર અતીન્દ્રિય તાકાતવાળી
છે, આખા ચૈતન્યસ્વભાવનો તેણે સ્વીકાર કર્યો છે ને કેવળજ્ઞાનીના મહાન
અતીન્દ્રિયસુખનો નમુનો તેણે ચાખી લીધો છે. હવે અલ્પકાળમાં તે આગળ વધીને
કેવળજ્ઞાન થવાનું છે.