Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
‘વિસ્તારથી બસ થાઓ! આચાર્યદેવ કહે છે કે વધારે શું કહીએ? બધાય
તીર્થંકરભગવંતો આવા વીતરાગી મોક્ષમાર્ગરૂપ ઉપાયવડે જ ભવસાગરને તર્યા છે, ને
તેઓએ બીજા મુમુક્ષુ જીવોને પણ એ વીતરાગતાનો જ ઉપદેશ આપ્યો છે. આમ કહીને
આવા સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે અહો! જયવંત વર્તો
વીતરાગપણું...કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રના તાત્પર્યભૂત છે, સાક્ષાત્
મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો! આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો! ને તેના
વડે થયેલી આત્મઉપલબ્ધિ જયવંત વર્તો.
આ પ્રમાણે વીતરાગી સન્તોએ વીતરાગતાના જયજયકાર કરીને
વીતરાગભાવને મોક્ષમાર્ગ તરીકે પ્રસિદ્ધ કર્યો છે. બધાય તીર્થંકર ભગવંતોએ આ જ રીતે
મોક્ષને સાધ્યો, અને આ જ રીતે તેનો ઉપદેશ કર્યો; માટે નક્કી થાય છે કે આ જ એક
નિર્વાણનો માર્ગ છે, બીજો કોઈ નિર્વાણનો માર્ગ નથી. આ રીતે નિર્વાણનો માર્ગ નક્કી
કરીને આચાર્યદેવ કહે છે કે બસ, હવે બીજા પ્રલાપથી બસ થાઓ. મારી મતિ વ્યવસ્થિત
થઈ છે, મોક્ષમાર્ગનું કાર્ય સધાય છે. આવો મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો.–
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત્ત થયા, નમું તેમને. (પ્રવ
૦ ૮૨)
અહા, સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે આ વીતરાગતાને જ જયવંત કહીને આચાર્યદેવે
કમાલ કરી છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ એટલે સીધો મોક્ષમાર્ગ, ખરો મોક્ષમાર્ગ તો
વીતરાગતા જ છે, એટલે કે મોક્ષમાર્ગમાં પહેલેથી છેલ્લે સુધી (શરૂઆતથી પૂર્ણતા
સુધી) જે વીતરાગતા છે તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષમાર્ગ તરીકે વીતરાગતા જ જયવંત
વર્તે છે; રાગનો તો મોક્ષમાર્ગમાંથી ક્ષય થતો જાય છે. આવા વીતરાગભાવરૂપ સાક્ષાત્
મોક્ષમાર્ગને જાણીને તેને આરાધવો તે મહા માંગળિક છે.
જુઓ, આ બેસતા વર્ષની બોણી અને આશીર્વાદ અપાય છે. વીતરાગી
મોક્ષમાર્ગ સમજીને તેની આરાધના કરવી તે અપૂર્વ બોણી છે. જેણે આવા
વીતરાગીમાર્ગની સમ્યક્ શ્રદ્ધા કરી તેના આત્મામાં અપૂર્વ નવું વર્ષ બેઠું, તેણે મોક્ષનો
મહોત્સવ કર્યો ને તેણે સન્તો પાસેથી સાચી બોણી અને આશીર્વાદ મેળવ્યા; ભગવાન
મહાવીર જે માર્ગે મોક્ષ પધાર્યા તે જ માર્ગે તે જાય છે.–
શ્રમણો જિનો તીર્થંકરો એ રીતે સેવી માર્ગને
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.