: ૪૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
૩૦૩ ગોસળીયા જ્યોતિબેન વર્ધમાન ગઢડા ૩૦૮ મીનાબેન મનહરલાલ પારેખ સોનગઢ
૩૦૪ દફતરી નૌતમલાલની કાું. રાજકોટ ૩૦૯ કિરણકુમાર મનહરલાલ પારેખ સોનગઢ
૩૦૫ મનોજકુમાર મગનલાલ અમદાવાદ ૩૧૦ ધનલક્ષ્મી ગુણવંતરાય મુંબઈ
૩૦૬ પારૂલબેન ભોગીલાલ ખંધાર મુંબઈ ૩૧૧ કંચનબેન ભગવાનદાસ નરોડા
૩૦૭ મંજુલાબેન મનહરલાલ પારેખ સોનગઢ ૩૧૨ ખીમચંદ સુખલાલ કામદાર બોટાદ
[તા. ૧૫–૧૧–૭૪ સુધી: બીજાં નામો આવેલ છે તે આવતા અંકમાં આપીશું.]
વૃદ્ધજનો માટેનો ખાસ વૈરાગ્ય વિભાગ –
હે વૃદ્ધજન! તમે ગભરાશો મા! મારું કોઈ નથી એમ હતાશ થશો મા! તમારા
જીવનના ઉત્તમ સંસ્કારોની મોંઘી મુડી તમારી પાસે જ છે. અંતિમ જીવનની તમારી
ઉત્તમ ભાવનાઓ જ તમને શાંતિ આપનાર છે. માટે તેના ઉપર જ જોર આપો.
શરીરનું મમત્વ તો છોડવાનું છે, મમત્વ રાખવા જેવું શરીરમાં છેય શું? તો એવા
શરીરની સેવા કરનાર કોઈ હો–ન હો, તેની શી ચિંતા! આત્માની ચિંતા કરો કે જેથી
તેનું ભવિષ્ય ઉત્તમ બને.
જુવાનીમાં પણ જે ન થઈ શક્્યું તે શૂરવીર થઈને અત્યારે કરી લ્યો. શૂરવીર
આત્માની શૂરવીરતાને વૃદ્ધાવસ્થા કાંઈ ઢીલી કરી શકતી નથી.
હૃદયમાં જિનભક્તિ કરો....પંચપરમેષ્ઠીને યાદ કરો....મુનિપદની ભાવના કરો....
શરીરની ક્ષણભંગુરતા અને આત્માની નિત્યતા વિચારીને વૈરાગ્યની ઉત્તમ ભાવનાઓ
કરો....બસ, તમને કાંઈ દુઃખ નહિ રહે. અંદરમાં જિનભાવના છે–તો બહારની પ્રતિકૂળતા
શું કરી શકવાની છે?
• ધર્મ..... ક્્યારે? •
વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું–એમ કહેતાં કહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા
વગર જ મરી ગયા.
અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી? મુમુક્ષુને જીવનમાં પહેલું
સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની....પહેલું કામ ધર્મનું.
એકસાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બંનેને ગૌણ
કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી, તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે.
ભાઈ, તારે દુઃખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે તેનો જ
સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે.