(૧) માગશર સુદ અગિયારસે જેઓ મુનિ થયા, ને પછી માગશર વદ બીજે જેઓ
કેવળજ્ઞાન પામ્યા, તે તીર્થંકર કોણ?
(૨) એક વખત એવું બન્યું કે, એક ભગવાન પાસે સુંદર વસ્તુ ત્રણ હતી તે વધીને
ચાર થઈ; બે વસ્તુ વધીને ત્રણ પૂરી થઈ; ને અસુંદર વસ્તુ બે હતી તે ઘટીને
એક જ રહી. આ બન્યું તે દિવસે માગશર સુદ ૧૧ હતી. તો તે ક્યા
ભગવાન? અને શું બન્યું?
(૩) એકવાર એક જીવને એવું બન્યું કે, તે એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો,
તેની આખી ગતિ પલટી ગઈ.–ગતિ પલટવા છતાં તેનું જ્ઞાન એટલું ને એટલું
જ રહ્યું, ન વધ્યું કે ન ઘટ્યું; તેને જ્ઞાન એટલું ને એટલું રહેવા છતાં તેના
ક્ષાયિકભાવો વધી ગયા. આ વાત બની–આસો વદ અમાસે.–તો તે જીવ
કોણ? અને શું બન્યું?
(૪) કુંભ–પ્રભાના પુત્ર જે, ને ત્રણ જગતના પિતા;
સોમે વર્ષે દીક્ષા લીધી, વિવાહ ન જેણે કીધા.
છ જ દિવસમાં કેવળ લઈને લોકાલોકને દીઠા,
મિથિલાપુરમાં દીઠા એનાં વચન મીઠા–મીઠા–એ કોણ?
(૫) એક તીર્થંકર ભગવાન ચૌદમા ગુણસ્થાને બિરાજમાન છે તેમને મારે જોવા
છે; તે માટે હું ગીરનાર ગયો પણ ત્યાં તે ભગવાન ન હતા; સમ્મેદશિખર
ગયો ત્યાં પણ ન હતા; ચંપાપુરી–પાવાપુરીમાં પણ ન હતા; શેત્રુંજય ઉપર
પણ ન હતા. તો તે ભગવાન ક્યાં હશે?
સવારના પ્રવચનમાં શ્રી પ્રવચનસારમાં જ્ઞેયતત્ત્વ–પ્રજ્ઞાપન વંચાય છે. બપોરે
સમયસાર–કળશ ઉપર પ્રવચન થતા હતા તે પૂર્ણ થઈને કારતક વદ તેરસથી પૂજ્ય–
પાદસ્વામીરચિત સમાધિશતકનું વાંચન શરૂ થયું છે. ભોપાલ તથા બેંગલોરમાં
જિનબિબ–પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ નિમિત્તે, તેમ જ અન્ય અનેક સ્થળોએ
મંગલ પ્રસંગે પૂ. શ્રી કાનજીસ્વામીના વિહારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. ભોપાલમાં
માહ વદ ત્રીજનું મૂરત છે; ત્યાંનો કાર્યક્રમ માહ સુદ ૧૦ થી માહ વદ ત્રીજ, તા. ૨૧
થી ૨૮ ફેબ્રુઆરી સુધીના આઠ દિવસ છે. તથા બેંગલોરમાં ચૈત્ર સુદ તેરસનું મૂરત
છે; ત્યાંનો કાર્યક્રમ ફાગણ વદ ૧૨ થી ચૈત્ર સુદ ૧૩ સુધીનો છે. વૈશાખ સુદ બીજ
અમદાવાદમાં થશે. વિગતવાર કાર્યક્રમ હવે પછી નક્ક્ી થતાં પ્રસિદ્ધ થશે.