Atmadharma magazine - Ank 375
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 49

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :

એક જૈન સદ્ગૃહસ્થના ઘરમાં સૌ ઉત્તમ સંસ્કારી હતા;
તેમાં આનંદકુમાર–ભાઈ અને ધર્મવતી–બેન, તેઓ બહારની
વિકથા કે સિનેમા વગેરેમાં રસ લેવાને બદલે, દરરોજ રાત્રે
તત્ત્વચર્ચા કરતા, તેમજ મહાપુરુષોની ધર્મકથા કરીને આનંદ
મેળવતા. તે ભાઈ–બહેન કેવી ચર્ચા કરતા હતા તેનો નમુનો
અહીં આપ્યો છે. તમે પણ તમારા ભાઈ–બેન સાથે ધર્મચર્ચા
કરતા જ હશો. ન કરતા હો તો હવે જરૂર કરજો. આજે જ
મૂરત કરજો, ને શું ચર્ચા કરી તે અમને લખજો.
–‘જય મહાવીર’

ધર્મવતીબેન કહે: ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય–અવતાર મળ્‌યો; તો હવે આ
જીવનમાં શું કરવા જેવું છે?
આનંદકુમારભાઈ કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના
કરવા જેવી છે.
બેન: હે ભાઈ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કેવી રીતે થાય?
ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં
લીનતા વડે રત્નત્રયને આરાધે છે.
બેન: ભાઈ! રત્નત્રયના ‘મુખ્ય’ આરાધક મુનિવરો છે તો શું ગૃહસ્થોને પણ
રત્નત્રયની આરાધના હોઈ શકે?
ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને પણ હોઈ શકે છે.
બેન: આપણા જેવા નાના બાળક પણ શું રત્નત્રયની આરાધના કરી શકે?
ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળ બીજ સમ્યગ્દર્શન છે; તેથી પહેલાંં
તેની આરાધના કરવી જોઈએ.