ઉપયોગ લક્ષણ જીવ છે, ને એ જ સાચું જીવન છે;
એ જીવજો જીવડાવજો, પ્રભુ વીરનો ઉપદેશ છે.
ચેતન–જીવન વીરપંથમાં, નહિ દેહજીવન સત્ય છે;
ચેતન રહે નિજભાવમાં, બસ! એ જ સાચું જીવન છે.
જરૂરી છે કે ‘જીવનું જીવન’ શું છે? જીવનું સાચું જીવન શું છે તે
જાણ્યા વગર પોતે તેવું જીવન જીવશે કઈ રીતે? ને બીજાને તેવું
જીવન જીવવાનું બતાવશે કઈ રીતે?
આધીન દેહપીંજરામાં પુરાઈ રહેવું તે જીવન છે?–ના, તો તો પછી
દેહ વગર આત્મા જીવી શકે જ નહિ. શું સિદ્ધ ભગવંતો દેહ અને
ખોરાક વગર જ જીવન નથી જીવતા? –જીવે છે, એટલું જ નહિ
પણ તેઓ જ સાચું સુખી જીવન જીવે છે.