: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
કોણ કહે છે–વરસાદ ઓછો છે? અરે, આખા ગીરનારને તો તમે
જુઓ!–આખોય ગીરનાર વૈરાગ્યના ધોધમાર વરસાદથી ભીંજાયેલો છે. એ
વર્ષાના વૈરાગ્યરસનું પાન કરતાં આત્માને જે તૃપ્તિ થાય છે–તેવી તૃપ્તિ હજારો
ઇંચ પાણીના વરસાદ વડે પણ થઈ શકતી નથી. નેમનાથ પ્રભુએ કેવળજ્ઞાન–
ગગનમાંથી ચૈતન્યનું ધોધમાર અમૃત વારંવાર વરસાવ્યું તેનાથી ભીંજાયેલો
વૈરાગ્યરસબોળ ગીરનારપર્વત આજેય આપણને જ્ઞાનવૈરાગ્યનું પાન કરાવે
છે...આવો....ગીરનારમાં આવો...ને શાંતિથી ધરાઈ–ધરાઈને એનું પાન
કરો...
પછી તો શ્રી ધરસેનસ્વામી અને કુંદકુંદસ્વામી જેવા સંતોએ પણ એ
મધુર ચૈતન્ય પ્રવાહમાં પ્રાણ પૂરીને એને વહેતો રાખ્યો છે. ને આજે પણ
આપણને એનો સ્વાદ શ્રીગુરુ પ્રતાપે મળી રહ્યો છે. તેનો નમૂનો આપ પણ
ચાખો...(બ્ર. હ. જૈન)
[ગીરનારધામના પ્રવચનોની પ્રસાદી]
વીર સં. ૨૪૮૭ માં (આજથી ૧૪ વર્ષ પહેલાંં) ગીરનારતીર્થની યાત્રા વખતે
માહ સુદ દસમે મંગલ પ્રવચનમાં નેમિનાથ ભગવાનને યાદ કરતાં કહ્યું–
આ ગીરનાર.....ભગવાન નેમિનાથની મંગલ ભૂમિ છે. ચૈતન્યના આનંદનું વેદન
અને આત્મભાન તો ભગવાનને પહેલેથી હતું...વિવાહ માટે તેઓ જાન લઈને અહીં
આવેલાં, ત્યાં વૈરાગ્ય પામીને સહેસાવનમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને મુનિદશામાં
ભગવાન અહીં વિચર્યા....અને આત્માના ધ્યાનવડે ચૈતન્યનો પૂર્ણ આનંદ પ્રગટ કર્યો....
કેવળજ્ઞાન પણ ભગવાન અહીં જ પામ્યા...ને મોક્ષદશા પણ અહીં જ પામ્યા....
ભગવાનનો આત્મા મંગળ છે, ભગવાનની તે દશાઓ મંગળ છે, ને આ ગીરનાર પણ
મંગળ છે; તેની યાત્રા કરવા, ને તે દશાનાં સ્મરણો તાજા કરવા આવ્યા છીએ. ભગવાન
જે સહેસાવનમાં દીક્ષા લઈને