: ચૈત્ર: ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
* આત્મહિતને માટે હંમેશા વીતરાગશાસ્ત્રનું વાંચન કરીશ. *
૧. સ્વાધીન છ કારકોવડે સ્વયમેવ સર્વજ્ઞ થઈને જેઓ સિદ્ધપદ પામ્યા અને
આપણને પણ એવું ‘સ્વયંભૂ’ નિજપદ દેખાડયું–તે વીરનાથ જિનને વંદન હો.
૨. જેણે ધર્મ કરવો છે એટલે આત્માની શાંતિ જોઈએ છે તેને તે પોતાના
આત્મામાં દ્રષ્ટિ કર્યે જ મળે તેમ છે, ક્્યાંય બહારથી મળે તેમ નથી. શાંતિ
જ્યાં ભરી હોય ત્યાંથી જ મળેને!
૩. આત્માની શાંતિ–સુખ કે આનંદ આત્મામાં જ ભર્યો છે, બહારમાં નથી;
અને તે પ્રગટ કરવાનું સાધન પણ ક્્યાંય બહારમાં નથી; સાધન પણ
પોતામાં જ છે.
૪. અરે જીવ! તારો આત્મા ‘સ્વયંભૂ’ છે; તારું કેવળજ્ઞાન વગેરે થવાના
છએ કારકો તારામાં જ છે; સ્વભાવનું અવલંબન કરતાં તારો આત્મા
સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનપણે પ્રગટ થશે.
૫. સ્વસન્મુખ થઈને જ્યાં આત્મા નિર્મળજ્ઞાનપણે પરિણમ્યો, ત્યાં તે જ્ઞાન–
પરિણમનમાં આનંદ, પ્રભુતા વગેરેની જેમ કર્તાપણું; કર્મપણું, કરણપણું,
સંપ્રદાનપણું, અપાદાનપણું ને અધિકરણપણું–એવા છ કારકોનું પરિણમન
પણ ભેગું જ છે.
૬. આત્માના નિર્મળ પરિણમનમાં બહારના કોઈ કારકો છે જ નહિ, રાગના
કારકોનો પણ તેમાં અભાવ છે. પોતાની નિર્મળપરિણતિરૂપ ક્રિયાના છએ
કારકરૂપે આત્મા સ્વયમેવ થાય છે, તેથી તે ‘સ્વયંભૂ છે.
૭. ભાઈ, તારા ચૈતન્યમાં જ સંપૂર્ણ તાકાત ભરી છે, તેનો વિશ્વાસ લાવીને,
તેમાં તારી નજર ઠેરવ; બીજે ક્્યાંય નજર ઠરે તેમ નથી. તારા નિધાન
તો તારામાં જ છે; તેની સુંદરતા અદ્ભુત છે.
૮. સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપે થાય–એવી શક્તિ આત્મામાં જ
છે, આત્મા પોતે જ તે સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપ પરિણમે છે;–પણ રાગ
પરિણમીને સમ્યગ્દર્શનાદિરૂપ થાય–એમ બનતું નથી. કેમકે નિર્મળકાર્યરૂપે
થવાની શક્તિ આત્માની છે, રાગની નહિ.