: ૬૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
ભગવાન મહાવીર ૨૫૭૨ વર્ષીય જન્મ–મહોત્સવ
* વીરપ્રભુના સૌ સંતાન, છે તૈયાર........છે તૈયાર *
મહાવીર પ્રભુનાં સૌ સન્તાન..... છે તૈયાર છે તૈયાર.
નિર્વાણ–મહોત્સવ મોટો કરવા.... છે તૈયાર છે તૈયાર.
જિનશાસનની સેવા કરવા, છે તૈયાર છે તૈયાર.
સિદ્ધ પદનું સ્વરાજ લેવા, છે તૈયાર છે તૈયાર.
અરિહંત પ્રભુની સેવા કરવા, છે તૈયાર છે તૈયાર.
જ્ઞાની ગુરુની સેવા કરવા, છે તૈયાર છે તૈયાર.
તીર્થધામની યાત્રા કરવા, છે તૈયાર છે તૈયાર.
જૈનધરમના શાસ્ત્રો ભણવા, છે તૈયાર છે તૈયાર.
શાસન માટે જીવન દેવા.... છે તૈયાર છે તૈયાર.
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા, છે તૈયાર છે તૈયાર.
સમ્યગ્જ્ઞાનની જ્યોત જગાવવા.... છે તૈયાર છે તૈયાર.
સાધુદશાનું સેવન કરવા, છે તૈયાર છે તૈયાર.
મોહશત્રુને જીતી લેવા...... છે તૈયાર છે તૈયાર.
વીતરાગી નિર્મોહી થાવા.... છે તૈયાર છે તૈયાર.
આતમ ધ્યાનની ધૂન મચાવા... છે તૈયાર છે તૈયાર.
જ્ઞાયકનો પુરુષાર્થ કરવા.... છે તૈયાર છે તૈયાર.
વીરના માર્ગેદોડી જાવા..... છે તૈયાર છે તૈયાર.
મોક્ષના દરવાજા ખોલવા.... છે તૈયાર છે તૈયાર.
સંસારસાગર પાર ઊતરવા, છે તૈયાર છે તૈયાર.
સિદ્ધપ્રભુની સાથે રહેવા, છે તૈયાર છે તૈયાર.