: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
• અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો •
લેખાંક : ૭
અષાડ વદ એકમ એટલે ભગવાન મહાવીરના
ધર્મચક્રપ્રવર્તનનો મંગલ દિવસ! અહા, એ દિવસે
રાજગૃહીમાં વિપુલાચલ ઉપર કેવો મહાન અપૂર્વ
આનંદકારી ધર્મોત્સવ ઉજવાયો હશે! પ્રભુના જે
દિવ્યધ્વનિનો નાનકડો અંશ પણ આજે (અઢીહજાર ને
એકત્રીસ વર્ષ પછી પણ) આપણને આવો મહાન આનંદ
અને શાંતિ આપે છે–તે પ્રભુની સર્વજ્ઞતાની ને તેમના ઈષ્ટ
ઉપદેશની શી વાત!! અષાડ વદ એકમે એ મંગલ દિવસ
છે; સૌ આનંદથી વીરપ્રભુને યાદ કરીને શાંતરસને પીજો.
ભગવાન મહાવીર કેવળજ્ઞાન પામ્યા, ને વિપુલાચલપર દિવ્યધ્વનિવડે નિર્વાણનો
માર્ગ બતાવ્યો; નિર્વાણનો માર્ગ તો અંતરમાં આત્માના આધારે છે. આત્માની શક્તિને
જે જાણતો નથી તે પરાધીનપણે સંસારમાં રખડે છે. આત્મા દૈવી ચૈતન્યશક્તિવાળો દેવ
છે, પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે...તેની આરાધના તે જ નિર્વાણનો મહોત્સવ છે.
જ્ઞાયકમૂર્તિ આત્મા જ મારે ઉપાદેય છે, એમ જાણીને સ્વભાવનું સાધન કર્યા
વગર બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
માટે મુમુક્ષુ–મોક્ષાર્થીજીવને દેહથી ભિન્ન સ્વસંવેદ્ય જ્ઞાનાનંદતત્ત્વ જાણવાનો
ઉપદેશ છે.
મોક્ષ તો દેહરહિત છે–રાગરહિત છે. દેહને તથા રાગને જ જે આત્માનું સ્વરૂપ
માને તે તેનાથી કેમ છૂટે? ચૈતન્યસ્વભાવ દેહથી ને રાગથી પાર છે, એનું સ્વસંવેદન તે
જ મોક્ષનો ઉપાય છે.
ચેતનસ્વરૂપ આત્માના અંતરંગ પરિચય વગર શુભ રાગથી ગમે તેટલાં વ્રત–તપ