Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
ત્યાર પછી બીજા છ મહિના પણ તપ કર્યો. લગભગ એક વર્ષના ઉપવાસ થયા, છતાં
પરિણામમાં જરાય ખેદ ન હતો; આત્માના આનંદમાં ઘણી લીનતા હતી. આનંદમાં
લીનતાવડે જ્ઞાની મુક્તિને સાધે છે. મુક્તિને સાધતાં દુખ લાગે તો તેણે મુક્તિના માર્ગને
જાણ્યો નથી. મુક્તિ તો પરમાનંદની પ્રાપ્તિ છે, ને તેનો ઉપાય પણ આનંદમય છે, તેના
ઉપાયમાં ગમે તેવી ઘોર પ્રતિકૂળતા આવી પડે તોપણ આત્માના આનંદથી આનંદિત
સંતોને જરાય દુઃખ કે ખેદ થતો નથી દેહને અને સંયોગને પોતાથી ભિન્ન જાણીને જેઓ
આત્મામાં જ લીન થયા છે તેમને દુઃખ કેવું? ગમે તેવા બાહ્ય સંયોગો આવી પડો પણ
જ્યાં બાહ્ય વિષયો સંબંધી ચિંતા જ નથી ત્યાં દુઃખ કેવું? ચૈતન્યનો સ્વભાવ જ આનંદ
છે–‘
आनंद ब्रह्मणो रूपं’ તેના ચિંતનમાં દુઃખ કેમ હોય? અહો! જ્ઞાનીને તો
આત્મસ્વરૂપમાં અપૂર્વ આનંદનો અનુભવ છે, પણ સંયોગદ્રષ્ટિવાળા મૂઢ અજ્ઞાની જીવને
જ્ઞાનીના અંતરની ખબર નથી, પ્રતિકૂળ સંયોગોથી જ્ઞાનીને દુઃખ થતું હશે–એમ તે
મૂઢતાથી માને છે. સિંહ આવીને ધ્યાનસ્થ મુનિના શરીરને ફાડી ખાતો હોય ત્યાં જેને
એમ લાગે કે “અરેરે! મુનિને મહાદુઃખ થતું હશે” અરે મૂઢ! સંતો તો અંતરમાં
ચૈતન્યસ્વરૂપની લીનતાથી મહા સુખી છે, મહા આનંદી છે; શરીરને સિંહ ફાડી ખાય
તેમાં શું થયું? શરીરથી આત્માને ભિન્ન જાણીને સંતો તો ચૈતન્યમાં લીન થઈને
આનંદને જ અનુભવે છે.
સાધક સંતો ઉપર ઉપસર્ગ આવે ત્યાં તે દૂર કરવાની વૃત્તિનો ભાવ ધર્મી
ભક્તોને આવ્યા વિના રહે નહિ, પરંતુ ત્યાં સામા સંતોને દુઃખી માનીને તે ભાવ નથી
આવતો, પણ પોતાના રાગને લીધે–ભક્તિભાવને લીધે તેવી વૃત્તિ આવે છે. જેને સંયોગ
તરફ ઝૂકાવ થઈને રાગ–દ્વેષ થાય છે તેને જ દુઃખ થાય છે, પણ જેને સંયોગ તરફ ઝૂકાવ
નથી ને સ્વભાવ તરફ જ ઝૂકાવ છે એવા સંતોને રાગ–દ્વેષ થતા નથી, અને તેથી ગમે
તેવા સંયોગથી પણ તેમને દુઃખ થતું નથી, આનંદનો જ અનુભવ છે; ને એ રીતે
ચૈતન્યના આનંદમાં લીન થઈને તે મુક્તિને સાધે છે.
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઈષ્ટ અને આ મને અનિષ્ટ એવી રાગ–
દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી જીવ ચંચળ છે ત્યાં સુધી તેને ચૈતન્યના આનંદનો અનુભવ
થતો નથી.
જેનું ચિત્ત સમસ્ત બાહ્ય પદાર્થોથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
વળ્‌યું છે તે જીવ રાગ–દ્વેષાદિ કલ્લોલોથી રહિત સ્થિર છે, ને એવા સ્થિર શાંત ચિત્તવાળો
જીવ જ પરમ આનંદમય આત્મતત્ત્વને દેખે છે. શાંત ઉપયોગવાળો જીવ જ પોતાના
પરમતત્ત્વને દેખે છે, બીજા જનો દેખી શકતા નથી.