Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 55

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા : શ્રાવણ :
વર્ષ ૩૨ ઈ. સ. 1975
અંક ૧૦ AUGUST
• ર્ધમાત્માનો ઉત્સવ •
ધર્માત્માનો ઉત્સવ એટલે આરાધકજીવનો ઉત્સવ,
આરાધકજીવનો ઉત્સવ એટલે આરાધનાનો જ ઉત્સવ.
એ ઉત્સવ ઉજવતાં આરાધક જીવો પ્રત્યે ને આરાધના પ્રત્યે બહુમાન
જાગે, પોતાને આરાધનાનો લાભ થાય ને તેમાં વૃદ્ધિ થાય–તે પ્રયોજન
હોય છે.
જેમ જિનેન્દ્રોનાં પંચકલ્યાણક ઉત્સવો ઘણા જીવોને આરાધનાના લાભનું
નિમિત્ત થાય છે; અને તે લાભ, માત્ર રાગવડે નહિ પરંતુ તે વખતે
તેમના ગુણોની ઓળખાણનો જે રાગથી અધિક જ્ઞાનભાવ વર્તે છે તેને
લીધે થાય છે, તેથી જ તે સમ્યક્ઉત્સવ છે. ઈન્દ્રને જન્મકલ્યાણક વગેરે
ઉત્સવો વખતે રાગથી અધિક, ગુણોની સમ્યક્ ઓળખાણનું બળ છે તે જ
તેના ઉત્સવને મંગળરૂપ બનાવે છે. આ રીતે ધર્માત્માના ગુણની
ઓળખાણ, અને તેવા ગુણોની પોતામાં ઉપલબ્ધિ તે ધર્માત્માના ઉત્સવનું
સમ્યક્ ફળ છે. (
वन्दे तद्गुणलब्धये)
શ્રી ગુરુપ્રતાપે આપણને વારંવાર એવા સમ્યક્ઉત્સવો ઉજવવાનું ભાગ્ય
મળે છે: શ્રાવણ વદ બીજે જ્ઞાનચેતનાસંપન્ન પૂ. બેનશ્રી ચંપાબેનનો એવો
મંગલ ઉત્સવ આવી રહ્યો છે. આવો સાધર્મીઓ! રાગ–દ્વેષથી પાર
એમની જ્ઞાનચેતનાને ઓળખો, તેનું બહુમાન કરો ને રાગ–દ્વેષથી દૂર
થઈને એવી જ્ઞાનચેતનારૂપ પરિણમો. એ જ ધર્માત્માના આશીષ છે...ને
એ જ તેમનો ઉત્સવ છે.
(– બ્ર. હ. જૈન)