: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
* વીતરાગ – વિજ્ઞાન – પ્રશ્નોત્તર *
(ગતાંકથી ચાલુ)
૫૦. અજ્ઞાની પુણ્ય કરીને સ્વર્ગે જાય તો તે સુખી છે?
ના; તે પણ અનાદિની સંસારની ચાલ છે.
૫૧. તો મોક્ષમાર્ગની ચાલ કઈ છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગની ચાલ છે.
૫૨. અહીં સમ્યગ્જ્ઞાનને કોનું કાર્ય કહ્યું છે?
સમ્યગ્જ્ઞાન તે સમ્યગ્દર્શનનું કાર્ય છે.
૫૩. સમ્યગ્જ્ઞાનને શુભરાગનું કાર્ય કેમ ન કહ્યું?
કેમકે રાગ વડે તે થતું નથી. રાગ તો સમ્યગ્જ્ઞાનથી વિરુદ્ધ જાત છે.
૫૪. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ શું છે?
આત્માનું સ્વરૂપ, જેમ છે તેમ શ્રદ્ધવું તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે, ને
જેમ છે તેમ જાણવું તે સમ્યગ્જ્ઞાનનું લક્ષણ છે.
૫૫. ધર્માત્માનું સ્વસંવેદન કેવું છે?
અતીન્દ્રિય, આનંદરૂપ છે, મોક્ષનું કારણ છે.
૫૬. એવું સ્વસંવેદન કયા ગુણસ્થાને થાય?
ચોથા ગુણસ્થાનથી તે શરૂ થઈ જાય છે.
૫૭. સ્વસંવેદન થતાં શું થાય છે?
એકસાથે અનંતગુણમાં નિર્મળતા થવા માંડે છે.
૫૮. સમ્યગ્જ્ઞાન શું કરે છે?
બધાને જાણીને, પરભાવોથી ભિન્ન આત્માને સાધે છે.
૫૯. કોને દેખવાથી સમ્યગ્દર્શન થાય?
આત્માના સાચા સ્વરૂપને દેખવાથી સમ્યગ્દર્શન થાય છે.
૬૦. સમ્યગ્દર્શન–પર્યાય ક્યાંથી થશે?
આત્મા પોતે તે–રૂપે પરિણમશે.