: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
૭૫. ધર્મીને જે અલ્પરાગ છે તે કેવો છે?
તે પણ બંધનું જ કારણ છે, મોક્ષનું નહિ.
૭૬. જ્ઞાનમાંથી શું આવે?
જ્ઞાનમાંથી મોક્ષ આવે; જ્ઞાનમાંથી સંસાર ન આવે.
૭૭. અપૂર્વ સમ્યગ્જ્ઞાન શું કરે છે?
તે સંસારચક્રને બંધ કરીને મોક્ષચક્રને ચાલુ કરે છે.
૭૮. પુણ્ય કરે પણ આત્મજ્ઞાન ન કરે તો શું મળે?
એનાથી સ્વર્ગ મળે પણ જન્મ–મરણનો અંત ન આવે.
૭૯. મોક્ષને સાધવા માટેની કળા કઈ છે?
સમ્યગ્જ્ઞાન તે મોક્ષને સાધવાની અપૂર્વ કળા છે.
૮૦. જન્મ–મરણના દુઃખને મટાડનારું અમૃત કયું છે?
સમ્યગ્જ્ઞાન જન્મ–મરણ મટાડનાર પરમઅમૃત છે.
૮૧. વીતરાગી ભેદજ્ઞાન ક્યાંસુધી ભાવવું.
કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનને ભાવવું.
૮૨. સમ્યક્દર્શન–જ્ઞાનને કારણ–કાર્યપણું કઈ રીતે છે?
સહચર અપેક્ષાએ કારણ–કાર્યપણું છે.
૮૩. રાગાદિને સમ્યગ્જ્ઞાનનું કારણ કેમ ન કહ્યું?
તે અશુદ્ધ છે; રાગના અભાવમાં પણ સમ્યગ્જ્ઞાન રહે છે, તેથી રાગ
તેનું કારણ નથી.
૮૪. જેમ શ્રદ્ધા–જ્ઞાનને કારણ–કાર્યપણાનો વ્યવહાર છે, તેવો બીજો ક્્યો
દાખલો છે? –અતીન્દ્રિયજ્ઞાન તે અતીન્દ્રિયસુખનું કારણ છે.
૮૫. આ કારણ–કાર્યમાં સમયભેદ છે?........ના
૮૬. સમ્યક્ચારિત્રનું મૂળ કારણ કોણ છે?
સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનને ચારિત્રનું મૂળ કારણ કહ્યું છે, પણ રાગને
ચારિત્રનું કારણ નથી કહ્યું.
૮૭. સમ્યગ્જ્ઞાન વગર જીવે શું કર્યું?
કોટિ જન્મમાં તપ તપ્યો, પણ શાંતિ ન પામ્યો.