: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
૧૨૬. રાગને કેવળજ્ઞાનનું કારણ માને તો?
તો કેવળજ્ઞાન પણ રાગવાળું ઠરે! કેમકે કારણ અને કાર્ય એક જાતના
હોય.
૧૨૭. કેવળજ્ઞાનનું કારણ કોણ છે?
રાગ અને જ્ઞાનની ભિન્નતાનો અનુભવ કરવો તે.
૧૨૮. કેવળજ્ઞાનનો સ્વીકાર રાગવડે થઈ શકે?
ના; જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી જ થાય.
૧૨૯. સર્વજ્ઞની સાચી ઓળખાણ ક્યારે થઈ?
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું ત્યારે.
૧૩૦. તે સમ્યગ્જ્ઞાનની સાથે શું છે!
તેની સાથે રાગવગરનું વીતરાગી સુખ છે.
૧૩૧. ધર્માત્માના મતિ–શ્રુતજ્ઞાન કેવા છે?
તે કેવળજ્ઞાનની જાતના છે; રાગથી જુદા છે.
૧૩૨. સમ્યગ્જ્ઞાન કેવું છે?
કેવળજ્ઞાન સાથે કેલિ કરનારું, મોક્ષસુખ દેનારું પરમઅમૃત છે.
૧૩૩. જીવન શેના માટે છે?
સ્વહિત સાધવા માટે જ મુમુક્ષુનું જીવન છે.
૧૩૪. અજ્ઞાની સ્વર્ગમાં જવા છતાં સુખ કેમ ન પામ્યો?
કેમકે, સુખનું કારણ જ્ઞાન તેની પાસે ન હતું.
૧૩૫. તે જીવ, પંચમહાવ્રત તો પાળતો હતો?
પંચમહાવ્રતનો રાગ તે કાંઈ સુખનું કારણ નથી.
૧૩૬. સુખ માટે શું કરવું?
સુખ માટે બીજું કાંઈ શોધ મા, સમ્યગ્જ્ઞાન કર.
૧૩૭. રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં સુખ માને તે કેવો છે?
તેને સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી.
૧૩૮. જ્ઞાનમાં વધુ સુખ, ને વિષયોમાં થોડું સુખ–એમ છે?
ના; સમ્યગ્જ્ઞાનમાં સુખ છે, બીજે ક્્યાંય સુખ નથી.
૧૩૯. સમ્યગ્જ્ઞાનને અમૃત કેમ કહ્યું?
કેમકે અમર એવું મોક્ષપદ તેનાવડે પમાય છે.