Benshreena Vachanamrut (Gujarati). Bol: 69-139.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 11

 

Page 24 of 186
PDF/HTML Page 41 of 203
single page version

background image
૨૪
બહેનશ્રીનાં વચનામૃત
સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે.
દરરોજ સવાર-બપોર બે વખત આવું ઉત્તમ સમ્યક્તત્ત્વ
સાંભળવા મળે છે એના જેવું બીજું કયું સદ્ભાગ્ય હોય?
શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની
સમીપ આવી જાય અને જન્મ-મરણ ટળી જાય
એવી
અદ્ભુત વાણી છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે
તેને મુમુક્ષુ જીવોએ સફળ કરી લેવું યોગ્ય છે. પંચમ કાળે
નિરંતર અમૃતઝરતી ગુરુદેવની વાણી ભગવાનનો વિરહ
ભુલાવે છે! ૬૮.
પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્માનો રસ
લાગે ત્યાં વિભાવનો રસ નીતરી જાય છે. ૬૯.
બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ
જાણવાની ઇચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના
કર
. પૂર્ણતા પ્રગટતાં લોકાલોક તેમાં જ્ઞેયરૂપે જણાશે.
જગત જગતમાં રહે છતાં કેવળજ્ઞાનમાં બધું જણાય છે.
જાણનાર તત્ત્વ પૂર્ણપણે પરિણમતાં તેની જાણ બહાર કાંઈ
રહેતું નથી અને સાથે સાથે આનંદાદિ અનેક નવીનતાઓ
પ્રગટે છે. ૭૦.

Page 25 of 186
PDF/HTML Page 42 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૨૫
ધન્ય તે નિર્ગ્રંથ મુનિદશા! મુનિદશા એટલે
કેવળજ્ઞાનની તળેટી. મુનિને અંદરમાં ચૈતન્યના અનંત
ગુણ-પર્યાયનો પરિગ્રહ હોય છે; વિભાવ ઘણો છૂટી ગયો
હોય છે. બહારમાં
, શ્રામણ્યપર્યાયના સહકારી કારણ-
ભૂતપણે દેહમાત્ર પરિગ્રહ હોય છે. પ્રતિબંધરહિત સહજ
દશા હોય છે; શિષ્યોને બોધ દેવાનો કે એવો કોઈ પણ
પ્રતિબંધ હોતો નથી
. સ્વરૂપમાં લીનતા વૃદ્ધિગત હોય
છે. ૭૧.
અખંડ દ્રવ્યને ગ્રહણ કરી પ્રમત્ત-અપ્રમત્ત સ્થિતિમાં
ઝૂલે તે મુનિદશા. મુનિરાજ સ્વરૂપમાં નિરંતર જાગૃત છે.
મુનિરાજ જ્યાં જાગે છે ત્યાં જગત ઊંઘે છે, જગત જ્યાં
જાગે છે ત્યાં મુનિરાજ ઊંઘે છે. ‘
નિશ્ચયનયાશ્રિત
મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’. ૭૨.
દ્રવ્ય તો નિવૃત્ત જ છે. તેને દ્રઢપણે અવલંબીને
ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ. મુક્તિ તો જેમના
હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને ભેદજ્ઞાનની
તીક્ષ્ણતાથી પ્રત્યાખ્યાન થાય છે. ૭૩.

Page 26 of 186
PDF/HTML Page 43 of 203
single page version

background image
૨૬
બહેનશ્રીનાં વચનામૃત
જો તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને
ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ
અને ગુણોની વૃદ્ધિ થશે
; વિભાવમાં જવાથી દુઃખ અને
ગુણોની હાનિ થશે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ
કર. ૭૪.
જેણે ચૈતન્યધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા
સૂઈ ગયા કે બહાર આવવું ગમતું જ નથી. જેમ
પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી
રાજાને બહાર આવવું ગમતું જ નથી તેમ ચૈતન્યના
મહેલમાં જે બિરાજી ગયા તેને બહાર આવવું મુશ્કેલ
પડે છે, બહાર આવવું તેને બોજો લાગે છે; આંખ પાસે
રેતી ઉપડાવવા જેવું આકરું લાગે છે. સ્વરૂપમાં જ
આસક્ત થયો એને બહારની આસક્તિ તૂટી ગઈ
છે. ૭૫.
છબી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખ
પરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિતરાઈ
જાય છે, કોઈ દોરવા જતું નથી
. એવી રીતે કર્મના
ઉદયરૂપ ચિતરામણ સામે આવે ત્યારે સમજવું કે મેં
જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિતરામણ થયું છે. જોકે

Page 27 of 186
PDF/HTML Page 44 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૨૭
આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, તોપણ
ભાવને અનુરૂપ જ ચિતરામણ સ્વયં થઈ જાય છે.
હવે દર્શનરૂપ
, જ્ઞાનરૂપ, ચારિત્રરૂપ પરિણમન કર
તો સંવર-નિર્જરા થશે. આત્માનો મૂળ સ્વભાવ દર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપ છે, તેનું આલંબન કરતાં દ્રવ્યમાં
જે (શક્તિરૂપે) પડ્યું છે તે (વ્યક્તિરૂપે) બહાર
આવશે. ૭૬.
અનંત કાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી
વિભક્તપણાની વાત રુચી જ નથી. જીવ બહારથી ફોતરાં
ખાંડ્યા કરે છે પણ અંદરનો જે કસઆત્માતેને
શોધતો નથી. રાગ-દ્વેષનાં ફીફાં ખાંડવાથી શો લાભ છે?
તેમાંથી દાણો ન નીકળે
. પરથી એકત્વબુદ્ધિ તોડી જુદા
તત્ત્વનેઅબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને
અસંયુક્ત આત્માનેજાણે, તો કાર્ય થાય. ૭૭.
સ્વરૂપની લીલા જાત્યંતર છે. મુનિરાજ ચૈતન્યના
બાગમાં રમતાં રમતાં કર્મના ફળનો નાશ કરે છે.
બહારમાં આસક્તિ હતી તે તોડી સ્વરૂપમાં મંથર
સ્વરૂપમાં લીનથઈ ગયા છે. સ્વરૂપ જ તેમનું આસન,
સ્વરૂપ જ નિદ્રા, સ્વરૂપ જ આહાર છે; તેઓ સ્વરૂપમાં

Page 28 of 186
PDF/HTML Page 45 of 203
single page version

background image
૨૮
બહેનશ્રીનાં વચનામૃત
જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ શ્રામણ્ય
પ્રગટાવી તેઓ લીલામાત્રમાં શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવે
છે. ૭૮.
શુદ્ધસ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી
(પ્રવેશી) કેમ ગયા હોય તેવું દેખાય છે, પણ ભેદજ્ઞાન
પ્રગટ કરતાં તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય-અરીસામાં પ્રતિબિંબરૂપ
છે. જ્ઞાન-વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા
પ્રગટ કર. યથાર્થ દ્રષ્ટિ (
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ) કરી ઉપર
આવી જા. ચૈતન્યદ્રવ્ય નિર્મળ છે. અનેક જાતનાં કર્મનાં
ઉદય, સત્તા, અનુભાગ તથા કર્મનિમિત્તક વિકલ્પ વગેરે
તારાથી અત્યંત જુદાં છે. ૭૯.
વિધિ અને નિષેધની વિકલ્પજાળને છોડ. હું બંધાયેલો
છું, હું બંધાયેલ નથીતે બધું છોડી અંદર જા, અંદર
જા; નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. ૮૦.
જેમ સ્વભાવે નિર્મળ એવા સ્ફટિકમાં લાલ-કાળા
ફૂલના સંયોગે રંગ દેખાય તોપણ ખરેખર સ્ફટિક રંગાઈ
ગયો નથી
, તેમ સ્વભાવે નિર્મળ એવા આત્મામાં ક્રોધ

Page 29 of 186
PDF/HTML Page 46 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૨૯
માન આદિ દેખાય તોપણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી
ભિન્ન છે. વસ્તુસ્વભાવમાં મલિનતા નથી
. પરમાણુ
પલટીને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનો ન થાય તેમ
વસ્તુસ્વભાવ બદલાતો નથી
. આ તો પરથી એકત્વ
તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટું
પડે. ૮૧.
હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું;
વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય; હું તો
વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદઘન છું; એવો ને
એવો પવિત્ર છું.’એમ પોતાના સ્વભાવની જાતિને
ઓળખ. વિકલ્પથી મલિન થઈમલિનતા માની
ભ્રમણામાં છેતરાઈ ગયો છો; અરીસાની જેમ જાતિએ
તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ
તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે.
અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી
છે. ૮૨.
અંતરમાં આત્મા મંગળસ્વરૂપ છે. આત્માનો આશ્રય
કરવાથી મંગળસ્વરૂપ પર્યાયો પ્રગટશે. આત્મા જ મંગળ,
ઉત્તમ અને નમસ્કાર કરવાયોગ્ય છેએમ યથાર્થ

Page 30 of 186
PDF/HTML Page 47 of 203
single page version

background image
૩૦
બહેનશ્રીનાં વચનામૃત
પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને
ઉત્તમતા પ્રગટશે
. ૮૩.
હું તો ઉદાસીન જ્ઞાતા છું’ એવી નિવૃત્ત દશામાં જ
શાન્તિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય
તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધકદશાની શરૂઆત
થાય. ૮૪.
શુદ્ધ દ્રવ્ય પર દ્રષ્ટિ દેતાં સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન પ્રગટે. તે ન પ્રગટે ત્યાં સુધી અને પછી પણ
દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા
, સ્વાધ્યાય આદિ સાધન હોય
છે. બાકી, જે જેમાં હોય તેમાંથી તે આવે છે, જે જેમાં
ન હોય તેમાંથી તે આવતું નથી. અખંડ દ્રવ્યના આશ્રયે
બધું પ્રગટે. દેવ-ગુરુ માર્ગ બતાવે, પણ સમ્યગ્દર્શન કોઈ
આપી દેતું નથી. ૮૫.
અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની
નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ વખતે જ તારામાં
નિર્મળતા ભરેલી છે. તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન
જોતાં વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા
છોડ. ૮૬.

Page 31 of 186
PDF/HTML Page 48 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૩૧
મારે પરની ચિંતાનું શું પ્રયોજન? મારો આત્મા
સદાય એકલો છે’ એમ જ્ઞાની જાણે છે. ભૂમિકાનુસાર
શુભ ભાવો આવે પણ અંદર એકલાપણાની પ્રતીતિરૂપ
પરિણતિ નિરંતર બની રહે છે. ૮૭.
લેપ વગરનો હું ચૈતન્યદેવ છું. ચૈતન્યને જન્મ નથી,
મરણ નથી. ચૈતન્ય તો સદા ચૈતન્ય જ છે. નવું તત્ત્વ
પ્રગટે તો જન્મ કહેવાય. ચૈતન્ય તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી
ગમે તેવા ઉદયમાં સદા નિર્લેપઅલિપ્ત જ છે. પછી
ચિંતા શાની? મૂળ તત્ત્વમાં તો કાંઈ પ્રવેશી શકતું જ
નથી. ૮૮.
મુનિરાજને એકદમ સ્વરૂપરમણતા જાગૃત છે. સ્વરૂપ
કેવું છે? જ્ઞાન, આનંદ આદિ ગુણોથી રચાયેલું છે.
પર્યાયમાં સમતાભાવ પ્રગટ છે. શત્રુ-મિત્રના વિકલ્પ રહિત
છે; નિર્માનતા છે; ‘
દેહ જાય પણ માયા થાય ન રોમમાં’;
સોનું હો કે તણખલુંબેય સરખાં છે. ગમે તેવા સંયોગ
હોયઅનુકૂળતામાં ખેંચાતા નથી, પ્રતિકૂળતામાં ખેદાતા
નથી. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસભાવ
વધારે પ્રગટ થતો જાય છે. ૮૯.

Page 32 of 186
PDF/HTML Page 49 of 203
single page version

background image
૩૨
બહેનશ્રીનાં વચનામૃત
સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખિત
મુસાફર! તું વિષયોમાં શા માટે ઝાવાં નાખે છે? ત્યાં
તારી ભૂખ ભાંગે એવું નથી
. અંદર અમૃતફળોનું ચૈતન્ય-
વૃક્ષ પડ્યું છે તેને જો તો અનેક જાતનાં મધુર ફળ અને
રસ તને મળશે
, તું તૃપ્ત તૃપ્ત થઈશ. ૯૦.
અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે, જેનું
અવલોકન કરતાં મુનિઓને વૈરાગ્ય ઊછળી જાય છે.
મુનિઓ શીતળ-શીતળ ચૈતન્યચંદ્રને નિહાળતાં ધરાતા જ
નથી
, થાકતા જ નથી. ૯૧.
રોગમૂર્તિ શરીરના રોગો પૌદ્ગલિક છે, આત્માથી
સર્વથા ભિન્ન છે. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે;
હું સહજ જ્ઞાયકમૂર્તિ છું’ એવી ચૈતન્યભાવના, એ જ
લઢણ, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર
પરિણતિ કરવાથી સંસારરોગનો નાશ થાય છે. ૯૨.
જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્યસામાન્ય ઉપર જ પડી હોય છે,
ભેદજ્ઞાનની ધારા સતત વહે છે. ૯૩
ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય પ્રગટ

Page 33 of 186
PDF/HTML Page 50 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૩૩
થાય છે, વિભાવનો અભાવ થાય છે. ૯૪.
મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે,
સ્વરૂપગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિનું
ભાવલિંગ છે. ૯૫.
આત્મા જ એક સાર છે, બીજું બધું નિઃસાર છે.
બધી ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર. ગમે
તેમ કરીને ચૈતન્યસ્વરૂપ આત્માને વળગ
; તો જ તું
સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. ૯૬.
પરપદાર્થને જાણતાં જ્ઞાનમાં ઉપાધિ નથી આવી
જતી. ત્રણ કાળ, ત્રણ લોકને જાણતાં સર્વજ્ઞતાજ્ઞાનની
પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. વીતરાગ થાય તેને જ્ઞાન-
સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે છે. ૯૭.
દ્રષ્ટિ અને જ્ઞાન યથાર્થ કર. તું તને ભૂલી ગયો છો.
જો ઓળખાવનાર (ગુરુ) મળે તો તને તેની દરકાર નથી.
જીવને રુચિ હોય તો ગુરુવચનોનો વિચાર કરે, સ્વીકાર
કરે અને ચૈતન્યને ઓળખે. ૯૮.

Page 34 of 186
PDF/HTML Page 51 of 203
single page version

background image
૩૪
બહેનશ્રીનાં વચનામૃત
આ તો પંખીના મેળા જેવું છે. ભેગાં થયેલાં બધાં
છૂટાં પડી જશે. આત્મા એક શાશ્વત છે, બીજું બધું
અધ્રુવ છે; વિંખાઈ જશે. મનુષ્યજીવનમાં આત્માનું
કલ્યાણ કરી લેવા જેવું છે. ૯૯.
હું અનાદિ-અનંત મુક્ત છું’ એમ શુદ્ધ આત્મદ્રવ્ય
પર દ્રષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ‘દ્રવ્ય તો
મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે’ એમ
દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં
સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. ૧૦૦.
સમ્યગ્દ્રષ્ટિને એવો નિઃશંક ગુણ હોય છે કે ચૌદ
બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી
નથી
. ૧૦૧.
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં
તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું
નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે; તેને
છોડતાં તને ડર કેમ લાગે? ૧૦૨.

Page 35 of 186
PDF/HTML Page 52 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૩૫
ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય
તો બીજું કાંઈ જોઈતું નથી એવી સમ્યગ્દ્રષ્ટિની ભાવના
હોય છે. ૧૦૩.
હું શુદ્ધ છું’ એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ
જ થાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ૧૦૪.
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ
પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ
પર્યાયવેષ નથી
, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા ‘મુનિ
છે’ કે ‘કેવળજ્ઞાની છે’ કે ‘સિદ્ધ છે’ એવી એક પણ
પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો
જ્ઞાયક જ છે. ૧૦૫.
ચૈતન્યસ્વરૂપ આત્મા તારો પોતાનો છે માટે તેને પ્રાપ્ત
કરવો સુગમ છે. પરપદાર્થ પરનો છે, પોતાનો થતો નથી,
પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. ૧૦૬.
શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ્ય તેની
દ્રષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના

Page 36 of 186
PDF/HTML Page 53 of 203
single page version

background image
૩૬
બહેનશ્રીનાં વચનામૃત
ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. એકને ગ્રહણ કર્યું તેમાં
બધું આવી જાય છે. દ્રષ્ટિ સાથે રહેલું સમ્યગ્જ્ઞાન વિવેક
કરે છે. ૧૦૭.
જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ચૈતન્યથી વધી
જાય. તું આ ચૈતન્યમાંઆત્મામાં ઠર, નિવાસ કર.
આત્મા દિવ્ય જ્ઞાનથી, અનંત ગુણોથી સમૃદ્ધ છે. અહો!
ચૈતન્યની અગાધ ૠદ્ધિ છે. ૧૦૮.
આત્મારૂપી પરમપવિત્ર તીર્થ છે તેમાં સ્નાન કર.
આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મૂક.
આત્માના ગુણોમાં તરબોળ થઈ જા
. આત્મતીર્થમાં એવું
સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય, મલિનતા ટળી
જાય. ૧૦૯.
પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તેં જોયા નથી.
દ્રષ્ટિ બહાર ને બહાર જ છે. ૧૧૦.
પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તું પોતે જ પરમાત્મા
છો. ૧૧૧.

Page 37 of 186
PDF/HTML Page 54 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૩૭
સહજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો,
ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ પારિણામિક ભાવ
એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ
ખંડિત થયો નથી. ૧૧૨.
મુનિ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે.
અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર
આવવું ગમતું નથી
. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા
નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો
તત્ત્વચિંતન વગેરે. સાધકદશા એટલી વધી ગઈ છે કે
દ્રવ્યે તો કૃતકૃત્ય છે જ પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય
થઈ ગયા છે. ૧૧૩.
જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા
કરે તેમ ચૈતન્યદેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ કર્યા
કરે. ૧૧૪.
ગુણભેદ પર દ્રષ્ટિ કરતાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે,
નિર્વિકલ્પતાસમરસતા થતી નથી. એક ચૈતન્યને
સામાન્યપણે ગ્રહણ કર; તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે.

Page 38 of 186
PDF/HTML Page 55 of 203
single page version

background image
૩૮
બહેનશ્રીનાં વચનામૃત
જુદું જુદું ગ્રહણ કરવાથી અશાન્તિ ઉત્પન્ન થશે. ૧૧૫.
ગમે તેવા સંયોગમાં આત્મા પોતાની શાન્તિ પ્રગટ
કરી શકે છે. ૧૧૬.
નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. તું કોઈના
આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. આત્મા સદા એકલો
જ છે, પોતે સ્વયંભૂ છે. મુનિઓના મનની ગતિ નિરાલંબન
છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિરાલંબન ચાલ
પ્રગટ થઈ તેને કોઈ રોકવાવાળું નથી
. ૧૧૭.
જેવું કારણ આપે તેવું કાર્ય થાય. ભવ્ય જીવને
નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય
છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે
. ૧૧૮.
ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે અને જેને
આત્માની લગની લાગી છે, તેનું ચિત્ત બીજે ક્યાંય ચોંટતું
નથી
. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કાંઈ
જોઈતું નથી. ૧૧૯.

Page 39 of 186
PDF/HTML Page 56 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૩૯
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ મૂળ તળમાંથી શાન્તિ
આવવી જોઈએ તે આવતી નથી. અનેક ફળફૂલથી
મનોહર વૃક્ષ સમાન અનંતગુણનિધિ આત્મા અદ્ભુત છે,
તેના આશ્રયે રમતાં સાચી શાન્તિ પ્રગટે છે. ૧૨૦.
આચાર્યદેવ કરુણા કરી જીવને જગાડે છેઃજાગ
રે! ભાઈ, જાગ. તને ઊંઘમાં દિશા સૂઝતી નથી. તું તારી
ભૂલથી જ રખડ્યો છે. તું સ્વતંત્ર દ્રવ્ય છો; ભૂલમાં પણ
સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે.
આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ. તું અંદર
ઊંડો ઊતરીને જો, અસલી તત્ત્વને ઓળખ. તારું દુઃખ
ટળશે, તું પરમ સુખી થઈશ. ૧૨૧.
તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. જેને
આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે. ૧૨૨.
ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે.
જગતના આકાશમાં ચંદ્રમા અને તારામંડળની રમ્યતા
હોય છે, ચૈતન્ય-આકાશમાં અનેક ગુણોની રમ્યતા છે. તે
રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાન

Page 40 of 186
PDF/HTML Page 57 of 203
single page version

background image
૪૦
બહેનશ્રીનાં વચનામૃત
પ્રગટ કરતાં તે રમ્યતા જણાય છે. સ્વાનુભૂતિની રમ્યતા
પણ કોઈ જુદી જ છે, અનુપમ છે. ૧૨૩.
શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુનાં
અનુભવપૂર્વક નીકળેલાં વચનો રામબાણ જેવાં છે, જેનાથી
મોહ ભાગી જાય છે અને શુદ્ધાત્મતત્ત્વનો પ્રકાશ થાય
છે. ૧૨૪.
આત્મા ન્યારા દેશમાં વસનારો છે; પુદ્ગલનો કે
વાણીનો દેશ તેનો નથી. ચૈતન્ય ચૈતન્યમાં જ રહેનાર છે.
ગુરુ તેને જ્ઞાનલક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા
અંદર જઈને શોધી લે આત્માને
. ૧૨૫.
પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ
મળે જ. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઊપડ્યા વિના
રહેતો જ નથી
. અંદરથી કંટાળે, થાકે, ખરેખરનો થાકે,
તો પાછો વળ્યા વિના રહે જ નહિ. ૧૨૬.
કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. વિભાવ પણ

Page 41 of 186
PDF/HTML Page 58 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૧
તારા નથી તો બહારના સંયોગ તો ક્યાંથી તારા
હોય? ૧૨૭.
આત્મા તો જાણનાર છે. આત્માની જ્ઞાતાધારાને કોઈ
રોકી શકતું નથી. ભલે રોગ આવે કે ઉપસર્ગ આવે,
આત્મા તો નીરોગ ને નિરુપસર્ગ છે. ઉપસર્ગ આવ્યો તો
પાંડવોએ અંદર લીનતા કરી
, ત્રણે તો કેવળ પ્રગટાવ્યું.
અટકે તો પોતાથી અટકે છે, કોઈ અટકાવતું નથી. ૧૨૮.
ભગવાનની આજ્ઞાથી બહાર પગ મૂકીશ તો ડૂબી
જઈશ. અનેકાન્તનું જ્ઞાન કર તો તારી સાધના યથાર્થ
થશે. ૧૨૯.
નિજચૈતન્યદેવ પોતે ચક્રવર્તી છે, એમાંથી અનંત
રત્નોની પ્રાપ્તિ થશે. અનંત ગુણોની ૠદ્ધિ જે પ્રગટે તે
પોતામાં છે. ૧૩૦.
શુદ્ધોપયોગથી બહાર આવીશ નહિ; શુદ્ધોપયોગ
તે જ સંસારથી ઊગરવાનો માર્ગ છે. શુદ્ધોપયોગમાં
ન રહી શકે તો પ્રતીત તો યથાર્થ રાખજે જ.

Page 42 of 186
PDF/HTML Page 59 of 203
single page version

background image
૪૨
બહેનશ્રીનાં વચનામૃત
જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઊભો છે. ૧૩૧.
જેમ લીંડીપીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય
છે, તેમ જ્ઞાયકસ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો
પ્રગટે છે. ૧૩૨.
જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ-
બુદ્ધિવાળાઆતુર હોય છે. અહો! તે પરમ પુરુષાર્થી
મહાજ્ઞાનીઓની દશા કેવી હશે કે અંદર ગયા તે બહાર
આવતા જ નથી! ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું
જ ન પડે
. ૧૩૩.
મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ
સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. વિજયધ્વજ ફરકી રહ્યો
છે. ૧૩૪.
એક એક દોષને ગોતી ગોતીને ટાળવા નથી
પડતા. અંદર નજર ઠેરવે તો ગુણરત્નાકર પ્રગટે અને
બધા દોષનો ભૂકો બોલી જાય. આત્મા તો અનાદિ
અનંત ગુણોનો પિંડ છે. ૧૩૫.

Page 43 of 186
PDF/HTML Page 60 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૩
સમકિત પહેલાં પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે
છે, ‘આ આત્મા’ એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજુ
અનુભૂતિ ન થઈ હોય તોપણ પહેલાં વિકલ્પ સહિતનો
નિર્ણય હોય છે ખરો
. ૧૩૬.
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંત
વાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ
અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને
સ્વમાં સર્વસ્વ માનવાનું છે. ૧૩૭.
રુચિ રાખવી. રુચિ જ કામ કરે છે. પૂજ્ય
ગુરુદેવે ઘણું દીધું છે. તેઓશ્રી અનેક રીતે સમજાવે
છે. પૂજ્ય ગુરુદેવનાં વચનામૃતોના વિચારનો પ્રયોગ
કરવો
. રુચિ વધારતા જવી. ભેદજ્ઞાન માટે તીખી
રુચિ જ કામ કરે છે. ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક
એની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ થયા વિના રહે
નહિ
. ૧૩૮.
ઊંડાણમાંથી લગની લગાડીને પુરુષાર્થ કરે તો વસ્તુ
મળ્યા વિના રહે નહિ. અનાદિ કાળથી લગની લાગી જ