Benshreena Vachanamrut (Gujarati). Bol: 140-151,153-198.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 11

 

Page 44 of 186
PDF/HTML Page 61 of 203
single page version

background image
૪૪
બહેનશ્રીનાં વચનામૃત
નથી. લગની લાગે તો જ્ઞાન અને આનંદ પ્રગટે
જ. ૧૩૯.
છે’, ‘છે’, ‘છે’ એમ ‘અસ્તિ’ ખ્યાલમાં આવે છે
ને? ‘જાણનાર’, ‘જાણનાર’ ‘જાણનાર’ છે ને? તે માત્ર
વર્તમાન પૂરતું ‘સત્’ નથી. તે તત્ત્વ પોતાને ત્રિકાળ સત
જણાવી રહ્યું છે, પણ તું તેની માત્ર ‘વર્તમાન અસ્તિ
માને છે! જે તત્ત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ.
વિચાર કરતાં આગળ વધાય. અનંત કાળમાં બધું કર્યું
,
એક ત્રિકાળી સત્ને શ્રદ્ધ્યું નથી. ૧૪૦.
અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે;
મુનિને સ્વભાવનો અભ્યાસ વર્તે છે. પોતે પોતાની સહજ
દશા પ્રાપ્ત કરી છે. જરા પણ ઉપયોગ બહાર જાય કે
તરત સહજપણે પોતા તરફ વળી જાય છે. બહાર આવવું
પડે તે બોજો
ઉપાધિ લાગે છે. મુનિઓને અંદર સહજ
દશાસમાધિ છે. ૧૪૧.
હંમેશાં આત્માને ઊર્ધ્વ રાખવો. ખરી જિજ્ઞાસા હોય
તેને પ્રયાસ થયા વિના રહેતો નથી. ૧૪૨.

Page 45 of 186
PDF/HTML Page 62 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૫
સ્વરૂપની શોધમાં તન્મય થતાં, અનેક જાતની
વિકલ્પજાળમાં ફરતો હતો તે આત્માની સન્મુખ થાય છે.
આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાથી ગુણોનો વિકાસ થાય
છે. ૧૪૩.
સાચું સમજતાં વાર ભલે લાગે પણ ફળ આનંદ
અને મુક્તિ છે. આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ
ઝરે. ૧૪૪.
રાગનું જીવતર હોય તેને આત્મામાં જવાનું બને નહીં.
રાગને મારી નાખ તો અંદર જવાય. ૧૪૫.
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતાં નથી. આત્મા તો
પરમ શુદ્ધ તત્ત્વ છે; તેમાં ક્ષાયોપશમિક આદિ ભાવો
નથી. તું તારા સ્વભાવને ઓળખ
. અનંત ગુણરત્નોની
માળા અંદર પડી છે તેને ઓળખ. આત્માનું લક્ષણ
ત્રિકાળી સ્વરૂપ ઓળખી પ્રતીત કર. ૧૪૬.
આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે.

Page 46 of 186
PDF/HTML Page 63 of 203
single page version

background image
૪૬
બહેનશ્રીનાં વચનામૃત
એકને જાણતાં બધું જણાય. મૂળને જાણ્યા વિના બધું
નિષ્ફળ. ૧૪૭.
ચૈતન્યલોકમાં અંદર જા. અલૌકિક શોભાથી ભરપૂર
અનંત ગુણો ચૈતન્યલોકમાં છે; તેમાં નિર્વિકલ્પ થઈને જા,
તેની શોભા નિહાળ. ૧૪૮.
રાગી છું કે નથીતે બધા વિકલ્પોથી પેલી પાર હું
શુદ્ધ તત્ત્વ છું. નયોથી અતિક્રાન્ત ચૈતન્ય બિરાજે છે.
દ્રવ્યનું અવલંબન કર તો ચૈતન્ય પ્રગટ થશે. ૧૪૯.
શુદ્ધ તત્ત્વની દ્રષ્ટિ પ્રગટ કરી તે નૌકામાં બેસી ગયો
તે તરી ગયો. ૧૫૦.
એકદમ પુરુષાર્થ કરીને તારા ચૈતન્યસ્વભાવમાં ઊંડો
ઊતરી જા. ક્યાંય રોકાઈશ નહિ. અંદરથી ખટક જાય
નહિ ત્યાં સુધી વીતરાગી દશા પ્રગટતી નથી. બાહુબલીજી
જેવાને પણ એક વિકલ્પમાં રોકાઈ રહેતાં વીતરાગ દશા
ન પ્રગટી! આંખમાં કણું સમાય નહિ તેમ આત્મ-
સ્વભાવમાં એક અણુમાત્ર પણ વિભાવ પોષાતો નથી.
જ્યાં સુધી સંજ્વલનકષાયનો અબુદ્ધિપૂર્વકનો અતિસૂક્ષ્મ

Page 47 of 186
PDF/HTML Page 64 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૭
અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન
પ્રગટ થતું નથી. ૧૫૧.
આત્માને ઓળખી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ કરવી તે
જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫૨.
રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે,
પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવ-
શાસ્ત્ર-ગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક
વાર નિજ ઘર જોઈ લે
. ૧૫૩.
જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજું ડખલરૂપ
લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજું ન ગમે.
કાલ કરીશ, કાલ કરીશ’ એવા વાયદા ન હોય. અંદર
ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં
જ કરવું છે. ૧૫૪.
જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા
પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫.
કરવાનું તો એક જ છેપરથી એકત્વ તોડવું. પર

Page 48 of 186
PDF/HTML Page 65 of 203
single page version

background image
૪૮
બહેનશ્રીનાં વચનામૃત
સાથે તન્મયતા તોડવી તે જ કરવાનું છે. અનાદિ અભ્યાસ
છે તેથી જીવ પર સાથે એકાકાર થઈ જાય છે. પૂજ્ય
ગુરુદેવ માર્ગ તો ખુલ્લેખુલ્લો બતાવી રહ્યા છે. હવે જીવે
પોતે પુરુષાર્થ કરીને
, પરથી જુદો આત્મા અનંત ગુણોથી
ભરેલો છે તેમાંથી ગુણો પ્રગટ કરવાના છે. ૧૫૬.
મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું, એ તો
તને તારા અવગુણથી ડરવા જેવું છે; તેમાં તારા ક્રોધ,
માન, માયા, લોભ, રાગ-દ્વેષ આદિ અવગુણ દબાય છે.
માથે મોટા પુરુષ વિના તું કષાયના રાગમાંતેના વેગમાં
તણાઈ જવાનો સંભવ છે અને તેથી તારા અવગુણ તું
સ્વયં જાણી શકે નહિ
. મોટા પુરુષનું શરણ લેતાં તારા
દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું
શરણ લેતાં ગુણનિધિ ચૈતન્યદેવ ઓળખાશે. ૧૫૭.
હે જીવ! સુખ અંદરમાં છે, બહાર ક્યાં વ્યાકુળ
થઈને ફાંફાં મારે છે? જેમ ઝાંઝવાંમાંથી કદી કોઈને જળ
મળ્યું નથી તેમ બહાર સુખ છે જ નહિ
. ૧૫૮.
ગુરુ તારા ગુણો ખિલવવાની કળા દેખાડશે. ગુરુ-

Page 49 of 186
PDF/HTML Page 66 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૯
આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. કર્મજનિત
વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. ગુરુની આજ્ઞાએ
વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે
છે. ૧૫૯.
જેમ કમળ કાદવ અને પાણીથી જુદું જ રહે છે
તેમ તારું દ્રવ્ય કર્મ વચ્ચે રહ્યું હોવા છતાં કર્મથી જુદું
જ છે; તે ગયા કાળે એકમેક નહોતું
, વર્તમાનમાં નથી,
ભવિષ્યમાં નહિ થાય. તારા દ્રવ્યનો એક પણ ગુણ
પરમાં ભળી જતો નથી. આવું તારું દ્રવ્ય અત્યંત શુદ્ધ
છે તેને તું ઓળખ. પોતાનું અસ્તિત્વ ઓળખતાં પરથી
જુદાપણું જણાય જ છે. ૧૬૦.
સંસારથી ભયભીત જીવોને કોઈ પણ પ્રકારે આત્માર્થ
પોષાય તેવો ઉપદેશ ગુરુ આપે છે. ગુરુનો આશય
સમજવા શિષ્ય પ્રયત્ન કરે છે. ગુરુની કોઈ પણ વાતમાં
તેને શંકા ન થાય કે ગુરુ આ શું કહે છે! તે એમ
વિચારે કે ગુરુ કહે છે તે તો સત્ય જ છે, હું સમજી
શકતો નથી તે મારી સમજણનો દોષ છે. ૧૬૧.

Page 50 of 186
PDF/HTML Page 67 of 203
single page version

background image
૫૦
બહેનશ્રીનાં વચનામૃત
દ્રવ્ય સદા નિર્લેપ છે. પોતે જાણનાર જુદો જ,
તરતો ને તરતો છે. જેમ સ્ફટિકમાં પ્રતિબિંબો દેખાવા
છતાં સ્ફટિક નિર્મળ છે, તેમ જીવમાં વિભાવો જણાવા
છતાં જીવ નિર્મળ છે
નિર્લેપ છે. જ્ઞાયકપણે પરિણમતાં
પર્યાયમાં નિર્લેપતા થાય છે. ‘આ બધા જે કષાયો
વિભાવો જણાય છે તે જ્ઞેયો છે, હું તો જ્ઞાયક છું’ એમ
ઓળખેપરિણમન કરે તો પ્રગટ નિર્લેપતા થાય
છે. ૧૬૨.
આત્મા તો ચૈતન્યસ્વરૂપ, અનંત અનુપમ ગુણવાળો
ચમત્કારિક પદાર્થ છે. જ્ઞાયકની સાથે જ્ઞાન જ નહિ,
બીજા અનંત આશ્ચર્યકારી ગુણો છે જેનો કોઈ અન્ય
પદાર્થ સાથે મેળ ખાય નહિ
. નિર્મળ પર્યાયે પરિણમતાં,
જેમ કમળ સર્વ પાંખડીએ ખીલી ઊઠે તેમ આત્મા
ગુણરૂપ અનંત પાંખડીએ ખીલી ઊઠે છે. ૧૬૩.
ચૈતન્યદ્રવ્ય પૂર્ણ નીરોગ છે. પર્યાયમાં રોગ છે. શુદ્ધ
ચૈતન્યની ભાવના પર્યાયરોગ ચાલ્યો જાય એવું ઉત્તમ
ઔષધ છે. શુદ્ધ ચૈતન્યભાવના તે શુદ્ધ પરિણમન છે,
શુભાશુભ પરિણમન નથી
. તેનાથી અવશ્ય સંસારરોગ

Page 51 of 186
PDF/HTML Page 68 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૫૧
જાય. વીતરાગ દેવ અને ગુરુનાં વચનામૃતોનું હાર્દ
સમજીને શુદ્ધ ચૈતન્યભાવનારૂપ ઉપાદાન
ઔષધનું સેવન
કરવામાં આવે તો ભવરોગ ટળે છે; તેથી વીતરાગનાં
વચનામૃતને ભવરોગનાં નિમિત્ત-ઔષધ કહેવામાં આવ્યાં
છે. ૧૬૪.
જેને ચૈતન્યદેવનો મહિમા નથી તેને અંદર વસવાટ
કરવો દુર્લભ છે. ૧૬૫.
હે શુદ્ધાત્મા! તું મુક્તસ્વરૂપ છો. તને ઓળખવાથી
પાંચ પ્રકારનાં પરાવર્તનોથી છુટાય છે માટે તું સંપૂર્ણ
મુક્તિને દેનાર છો. તારા પર એકધારી દ્રષ્ટિ રાખવાથી,
તારા શરણે આવવાથી, જન્મમરણ ટળે છે. ૧૬૬.
વાણીથી અને વિભાવોથી જુદું છતાં કથંચિત
ગુરુવચનોથી જાણી શકાય એવું જે ચૈતન્યતત્ત્વ તેની
અગાધતા, અપૂર્વતા, અચિંત્યતા ગુરુ બતાવે છે. શુભાશુભ
ભાવોથી દૂર ચૈતન્યતત્ત્વ પોતામાં વસે છે એવું ભેદજ્ઞાન
ગુરુવચનોથી કરી જે શુદ્ધદ્રષ્ટિવાળો થાય તેને યથાર્થ દ્રષ્ટિ
થાય, લીનતાના અંશ વધે, મુનિદશામાં વધારે લીનતા

Page 52 of 186
PDF/HTML Page 69 of 203
single page version

background image
૫૨
બહેનશ્રીનાં વચનામૃત
થાય અને કેવળજ્ઞાન પ્રગટી પરિપૂર્ણ મુક્તિપર્યાય પ્રાપ્ત
થાય. ૧૬૭.
સમ્યગ્દર્શન થતાં જ જીવ ચૈતન્યમહેલનો માલિક થઈ
ગયો. તીવ્ર પુરુષાર્થીને મહેલમાંનો અસ્થિરતારૂપ કચરો
કાઢતાં ઓછો વખત લાગે, મંદ પુરુષાર્થીને વધારે વખત
લાગે; પરંતુ બંને વહેલામોડા બધો કચરો કાઢી કેવળજ્ઞાન
અવશ્ય પ્રાપ્ત કરશે જ. ૧૬૮.
વિભાવોમાં અને પાંચ પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ
નથી. ચૈતન્યગૃહ જ ખરું વિશ્રાંતિગૃહ છે. મુનિવર તેમાં
વારંવાર નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે.
બહાર આવ્યા
ન આવ્યા ને અંદર જાય છે. ૧૬૯.
એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી
પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ
કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ
આસક્તિ છોડી દે. ૧૭૦.
એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી.

Page 53 of 186
PDF/HTML Page 70 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૫૩
ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા બે સાથે ન રહી
શકે. કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે કે સંસાર
અશરણ છે, અનિત્ય છે, તેમને ચૈતન્યની સમીપતા ન
થાય. પણ ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા
છૂટી જાય, ચૈતન્યની કોઈ અપૂર્વતા લાગવાથી સંસારનો
મહિમા છૂટી જાય
, તે ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય
કોઈ અપૂર્વ ચીજ છે; તેની ઓળખાણ કરવી, તેનો
મહિમા કરવો. ૧૭૧.
જેમ કોઈ રાજમહેલને પામી પાછો બહાર આવે તો
ખેદ થાય, તેમ સુખધામ આત્માને પામી બહાર આવી
જવાય તો ખેદ થાય છે. શાંતિ અને આનંદનું સ્થાન
આત્મા જ છે, તેમાં દુઃખ અને મલિનતા નથી
એવી
દ્રષ્ટિ તો જ્ઞાનીને નિરંતર રહે છે. ૧૭૨.
આંખમાં કણું ન સમાય, તેમ વિભાવનો અંશ હોય
ત્યાં સુધી સ્વભાવની પૂર્ણતા ન થાય. અલ્પ સંજ્વલન-
કષાય પણ છે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાન ન
થાય
. ૧૭૩.
હું છું ચૈતન્ય.’ જેને ઘર મળ્યું નથી એવા માણસને

Page 54 of 186
PDF/HTML Page 71 of 203
single page version

background image
૫૪
બહેનશ્રીનાં વચનામૃત
બહાર ઊભાં ઊભાં બહારની ચીજો, ધમાલ જોતાં
અશાન્તિ રહે છે; પરંતુ જેને ઘર મળી ગયું છે તેને
ઘરમાં રહ્યાં રહ્યાં બહારની ચીજો, ધમાલ જોતાં શાન્તિ
રહે છે; તેમ જેને ચૈતન્યઘર મળી ગયું છે, દ્રષ્ટિ પ્રાપ્ત
થઈ ગઈ છે, તેને ઉપયોગ બહાર જાય ત્યારે પણ શાન્તિ
રહે છે. ૧૭૪.
સાધક જીવને પોતાના અનેક ગુણોની પર્યાયો નિર્મળ
થાય છે, વિકસે છે. જેમ નંદનવનમાં અનેક વૃક્ષોનાં
વિવિધ પ્રકારનાં પત્ર-પુષ્પ-ફળાદિ ખીલી ઊઠે, તેમ સાધક
આત્માને ચૈતન્યરૂપી નંદનવનમાં અનેક ગુણોની વિવિધ
પ્રકારની પર્યાયો ખીલી ઊઠે છે. ૧૭૫.
મુક્તદશા પરમાનંદનું મંદિર છે. તે મંદિરમાં નિવાસ
કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે અનંત આનંદ
પરિણમે છે. આ મોક્ષરૂપ પરમાનંદમંદિરનો દરવાજો
સામ્યભાવ છે. જ્ઞાયકભાવે પરિણમીને વિશેષ સ્થિરતા
થવાથી સામ્યભાવ પ્રગટે છે. ૧૭૬.
ચૈતન્યની સ્વાનુભૂતિરૂપ ખીલેલા નંદનવનમાં
સાધક આત્મા આનંદમય વિહાર કરે છે. બહાર

Page 55 of 186
PDF/HTML Page 72 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૫૫
આવતાં ક્યાંય રસ લાગતો નથી. ૧૭૭.
પહેલાં ધ્યાન સાચું હોતું નથી. પહેલાં જ્ઞાન સાચું
થાય છે કેઆ શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ
બધાંથી જુદો હું છું; અંદરમાં વિભાવ થાય તે હું નથી;
ઊંચામાં ઊંચા શુભભાવ તે હું નથી; બધાંથી જુદો હું
જ્ઞાયક છું. ૧૭૮.
ધ્યાન તે સાધકનું કર્તવ્ય છે. પણ તે તારાથી ન થાય
તો શ્રદ્ધા તો બરાબર કરજે જ. તારામાં અગાધ શક્તિ
ભરી છે; તેનું યથાર્થ શ્રદ્ધાન તો અવશ્ય કરવાયોગ્ય
છે. ૧૭૯.
અંદર ઉપયોગ જાય ત્યાં બધા નયપક્ષ છૂટી જાય છે;
આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. જેમ ગુફામાં
જવું હોય તો પ્રવેશદ્વાર સુધી વાહન આવે, પછી પોતાને
એકલાને અંદર જવું પડે, તેમ ચૈતન્યની ગુફામાં જીવ પોતે
એકલો અંદર જાય છે, ભેદવાદો બધા છૂટી જાય છે.
ઓળખવા માટે ‘
ચેતન કેવો છે’, ‘આ જ્ઞાન છે’, ‘
દર્શન છે’, ‘આ વિભાવ છે’, ‘આ કર્મ છે’, ‘આ નય

Page 56 of 186
PDF/HTML Page 73 of 203
single page version

background image
૫૬
બહેનશ્રીનાં વચનામૃત
છે’ એમ બધું આવે, પણ જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી
જાય છે. એક એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે
નહિ
, અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. ૧૮૦.
નિર્વિકલ્પ દશામાં ‘આ ધ્યાન છે, આ ધ્યેય છે’ એવા
વિકલ્પો તૂટી ગયા હોય છે. જોકે જ્ઞાનીને સવિકલ્પ દશામાં
પણ દ્રષ્ટિ તો પરમાત્મતત્ત્વ પર જ હોય છે, તોપણ પંચ
પરમેષ્ઠી, ધ્યાતા-ધ્યાન-ધ્યેય ઇત્યાદિ સંબંધી વિકલ્પો
પણ હોય છે
; પરંતુ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતાં વિકલ્પજાળ
છૂટી જાય છે, શુભાશુભ વિકલ્પો રહેતા નથી. ઉગ્ર
નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે.એવો માર્ગ છે. ૧૮૧.
વિકલ્પો છોડું’, ‘વિકલ્પો છોડું’ એમ કરવાથી
વિકલ્પો છૂટતા નથી. હું આ જ્ઞાયક છું, અનંતી વિભૂતિથી
ભરેલું તત્ત્વ છુંએમ અંદરથી ભેદજ્ઞાન કરે તો તેના
બળથી નિર્વિકલ્પતા થાય, વિકલ્પો છૂટે. ૧૮૨.
ચૈતન્યદેવ રમણીય છે, તેને ઓળખ. બહાર
રમણીયતા નથી. શાશ્વત આત્મા રમણીય છે, તેને ગ્રહણ
કર. ક્રિયાકાંડનો આડંબર
, વિવિધ વિકલ્પરૂપ કોલાહલ,

Page 57 of 186
PDF/HTML Page 74 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૫૭
તેના પરની દ્રષ્ટિ છોડી દે; આત્મા આડંબર વિનાનો,
નિર્વિકલ્પ છે, ત્યાં દ્રષ્ટિ દે; ચૈતન્યરમણતા વિનાના
વિકલ્પકોલાહલમાં તને થાક લાગશે, વિસામો નહિ મળે
;
તારું વિશ્રામગૃહ છે આત્મા, તેમાં જા તો તને થાક નહિ
લાગે, શાન્તિ મળશે. ૧૮૩.
ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન થતાં તેમાં જ્ઞાનની
વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિસર્વવૃદ્ધિ થાય છે,
અંતરમાં આવશ્યક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત, તપ
બધું પ્રગટે છે. બહારના ક્રિયાકાંડ તો પરમાર્થે કોલાહલ
છે. શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે પણ તે શાન્તિનો
માર્ગ નથી
. સ્થિર થઈ અંદર બેસી જવું તે જ કરવાનું
છે. ૧૮૪.
મુનિરાજ કહે છેચૈતન્યપદાર્થ પૂર્ણતાથી ભરેલો
છે. તેની અંદરમાં જવું અને આત્મસંપદાની પ્રાપ્તિ કરવી
તે જ અમારો વિષય છે. ચૈતન્યમાં સ્થિર થઈ અપૂર્વતાની
પ્રાપ્તિ ન કરી, અવર્ણનીય સમાધિ પ્રાપ્ત ન કરી, તો
અમારો જે વિષય છે તે અમે પ્રગટ ન કર્યો
. બહારમાં
ઉપયોગ આવે છે ત્યારે દ્રવ્યગુણપર્યાયના વિચારોમાં
રોકાવું થાય છે, પણ ખરેખર તે અમારો વિષય નથી
.

Page 58 of 186
PDF/HTML Page 75 of 203
single page version

background image
૫૮
બહેનશ્રીનાં વચનામૃત
આત્મામાં નવીનતાઓનો ભંડાર છે. ભેદજ્ઞાનના અભ્યાસ
વડે જો તે નવીનતા
અપૂર્વતા પ્રગટ ન કરી, તો
મુનિપણામાં જે કરવાનું હતું તે અમે ન કર્યું. ૧૮૫.
ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય
કોઈ જુદો જ હોય છે. મુનિરાજ તો વૈરાગ્યમહેલના
શિખર ઉપરના શિખામણિ છે. ૧૮૬.
મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ
વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ
મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી
.
મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા
જ ન રહે
. ૧૮૭.
ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે
મૂર્ખતાની વાત છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે
ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે અને બની શકે
છે તે કરતો નથી
. મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો
છૂટી ગઈ છે અને આહાર-વિહારાદિના અસ્થિરતારૂપ
વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. ઉપદેશનો પ્રસંગ

Page 59 of 186
PDF/HTML Page 76 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૫૯
આવે તો ઉપદેશ આપે, પણ વિકલ્પની જાળ ચાલતી
નથી. ૧૮૮.
તારો દ્રષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે. પતંગ
આકાશમાં ઉડાડે પણ દોર હાથમાં હોય, તેમ દ્રષ્ટિનો દોર
ચૈતન્યમાં બાંધી દે, પછી ભલે ઉપયોગ બહાર જતો હોય
.
અનાદિ-અનંત અદ્ભુત આત્માનેપરમ પારિણામિક
ભાવરૂપ અખંડ એક ભાવનેઅવલંબ. પરિપૂર્ણ
આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે. ગુરુની વાણી
પ્રબળ નિમિત્ત છે પણ સમજીને આશ્રય કરવાનો તો
પોતાને જ છે. ૧૮૯.
મેં અનાદિ કાળથી બધું બહાર-બહારનું ગ્રહણ કર્યું
બહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન કર્યું, બહારનું મુનિપણું
લીધું, અને માની લીધું કે મેં ઘણું કર્યું. શુભભાવ કર્યા
પણ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. અગાધ શક્તિવાળો જે
ચૈતન્યચક્રવર્તી તેને ન ઓળખ્યો
, ન ગ્રહણ કર્યો.
સામાન્યસ્વરૂપને ગ્રહણ કર્યું નહિ, વિશેષને ગ્રહ્યું. ૧૯૦.
દ્રષ્ટિનો દોર હાથમાં રાખ. સામાન્ય સ્વરૂપને ગ્રહણ

Page 60 of 186
PDF/HTML Page 77 of 203
single page version

background image
૬૦
બહેનશ્રીનાં વચનામૃત
કર, પછી ભલે બધું જ્ઞાન થાય. એમ કરતાં કરતાં
અંદર વિશેષ લીનતા થાય, સાધક દશા વધતી જાય.
દેશવ્રત અને મહાવ્રત સામાન્ય સ્વરૂપના આલંબને આવે
છે; મુખ્યતા નિરંતર સામાન્ય સ્વરૂપની
દ્રવ્યની હોય
છે. ૧૯૧.
આત્મા તો નિવૃત્તસ્વરૂપશાન્તસ્વરૂપ છે. મુનિરાજને
તેમાંથી બહાર આવવું પ્રવૃત્તિરૂપ લાગે છે. ઊંચામાં
ઊંચા શુભભાવ પણ તેમને બોજારૂપ લાગે છે, જાણે
કે પર્વત ઉપાડવાનો હોય
. શાશ્વત આત્માની જ ઉગ્ર
ધૂન લાગી છે. આત્માના પ્રચુર સ્વસંવેદનમાંથી બહાર
આવવું ગમતું નથી
. ૧૯૨.
સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાયકને જ્ઞાયક વડે જ પોતામાં ધારી
રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છેએવી સહજ
દશા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને તેમ જ મુનિને ભેદજ્ઞાનની
પરિણતિ તો ચાલુ જ હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને તેની
દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે તેમ જ
બહાર આવે છે; મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી
વારંવાર અંદર ઊતરી જાય છે. ભેદજ્ઞાનની પરિણતિ

Page 61 of 186
PDF/HTML Page 78 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૬૧
જ્ઞાતાધારાબંનેને ચાલુ જ હોય છે. તેમને ભેદજ્ઞાન
પ્રગટ થયું ત્યારથી પુરુષાર્થ વિનાનો કોઈ કાળ હોતો નથી.
અવિરત સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાન પ્રમાણે અને મુનિને
છઠ્ઠા-સાતમા ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ વર્ત્યા કરે છે.
પુરુષાર્થ વિના કાંઈ પરિણતિ ટકતી નથી
. સહજ પણ છે,
પુરુષાર્થ પણ છે. ૧૯૩.
પૂજ્ય ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો
છે, તે માર્ગે જા. ૧૯૪.
બધાએ એક જ કરવાનું છેદરેક ક્ષણે આત્માને
જ ઊર્ધ્વ રાખવો, આત્માની જ પ્રમુખતા રાખવી.
જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો
અભ્યાસ કરવો
. ૧૯૫.
સ્વરૂપ તો સહજ જ છે, સુગમ જ છે; અનભ્યાસે
દુર્ગમ લાગે છે. કોઈ બીજાના સંગે ચડી ગયો હોય તો તેને
તે સંગ છોડવો દુષ્કર લાગે છે; ખરેખર દુષ્કર નથી
, ટેવને
લીધે દુષ્કર કલ્પાય છે. પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા
રહેવું તેમાં દુષ્કરતા શી? તેમ પોતાનો સ્વભાવ પામવો તેમાં

Page 62 of 186
PDF/HTML Page 79 of 203
single page version

background image
૬૨
બહેનશ્રીનાં વચનામૃત
દુષ્કરતા શી? તે તો સુગમ જ હોય ને? ૧૯૬.
પ્રજ્ઞાછીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ
અંતઃસંધિમાં પટકવી. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી તે
બંનેની સંધિમાં સાવધાન થઈને તેનો પ્રહાર કરવો.
સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને
,
બરાબર લક્ષણ વડે ઓળખીને.
અબરખનાં પડ કેવાં પાતળાં હોય છે, ત્યાં બરાબર
સાવધાનીથી એને જુદાં પાડે, તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી
સ્વભાવ-વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ
. જે ક્ષણે
વિભાવભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતાધારા વડે સ્વભાવને
જુદો જાણી લે. જુદો જ છે પણ તને ભાસતો નથી
.
વિભાવ ને જ્ઞાયક છે તો જુદેજુદા જ;જેમ પાષાણ ને
સોનું ભેગાં દેખાય પણ જુદાં જ છે તેમ.
પ્રશ્નસોનું તો ચળકે છે એટલે પથ્થર ને તે
બંને જુદાં જણાય છે, પણ આ કઈ રીતે જુદા જણાય?
ઉત્તર
આ જ્ઞાન પણ ચળકે જ છે ને?
વિભાવભાવ ચળકતા નથી પણ બધે જ્ઞાન જ ચળકે
છે
જણાય છે. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો
છે. જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં
જણાય
?

Page 63 of 186
PDF/HTML Page 80 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૬૩
જેમ સાચાં મોતી ને ખોટાં મોતી ભેગા હોય તો
મોતીનો પારખુ એમાંથી સાચાં મોતીને જુદાં પાડી લે છે,
તેમ આત્માને ‘
પ્રજ્ઞાથી ગ્રહવો’, જે જાણનારો છે તે હું,
જે દેખનારો છે તે હુંએમ ઉપયોગ સૂક્ષ્મ કરીને
આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. આ
જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. વ્રત, તપ કે
ત્યાગાદિ ભલે હો
, પણ તે સાધન ન થાય, સાધન તો
પ્રજ્ઞા જ છે.
સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિ
સુખબુદ્ધિ તૂટી જાય છે. સ્વભાવમાં જ રસ લાગે, બીજું
નીરસ લાગે. ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય.
એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય ને ઉપયોગ
અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય કરે
. ૧૯૭.
જ્ઞાતાપણાના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતાં
કર્તાપણું છૂટે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી તેથી
આત્મદ્રવ્ય કાંઈ પોતે ઊછળીને વિભાવમાં એકમેક થઈ
જતું નથી
, દ્રવ્ય તો શુદ્ધ રહે છે; માત્ર અનાદિ કાળની
માન્યતાને લીધે ‘પર એવા જડ પદાર્થને હું કરું
છું, રાગાદિ મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર
કર્તા છું’ વગેરે ભ્રમણા થઈ રહી છે. યથાર્થ જ્ઞાતાધારા