Benshreena Vachanamrut (Gujarati). Bol: 310-353.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 11

 

Page 104 of 186
PDF/HTML Page 121 of 203
single page version

background image
૧૦૪
બહેનશ્રીનાં વચનામૃત
જ્ઞાયકપણે પરિણમી જાય છે. ૩૦૯.
ચૈતન્યલોક અદ્ભુત છે. તેમાં ૠદ્ધિની ન્યૂનતા નથી.
રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહાર આવવું
ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ
સમયમાં આ નિજ ૠદ્ધિને તથા બધાંને જાણે. તે પોતાના
ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડ્યા વગર, ખેદ
થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે,
બહાર ડોકિયું મારવા જવું પડતું નથી
. ૩૧૦.
વસ્તુ તો અનાદિ-અનંત છે. જે ફરતું નથી
બદલાતું નથી તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે
પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત
વિભાવના આનંદસુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ
સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે
છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ૩૧૧.
અનાદિ કાળથી એકત્વપરિણમનમાં બધું એકમેક થઈ
રહ્યું છે તેમાંથી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું’ એમ જુદું
પડવાનું છે. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ

Page 105 of 186
PDF/HTML Page 122 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૫
થઈ ગયો છે. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ
નજર કરી પોતાને જુદો ઓળખી લીધો, તેમ ‘
જ્ઞાનદોરા
તરફ યથાર્થ લક્ષ કરી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું’ એમ
પોતાને જુદો ઓળખી લેવાનો છે. ૩૧૨.
માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ
સરળતાથી કપાય છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર
છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા
છે. સાથીદાર સાથે હોય
, પણ માર્ગ પર ચાલી ધ્યેય
સુધી પહોંચવાનું તો પોતાને જ છે. ૩૧૩.
ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે.
પરવશ તે દુઃખી છે; સ્વવશ તે સુખી છે. શુદ્ધ શાશ્વત
ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ
થાય છે. ૩૧૪.
દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે. નિર્મળ
પર્યાય પણ બહિઃતત્ત્વ છે, તેનું અવલંબન દ્રવ્યદ્રષ્ટિમાં
નથી
. ૩૧૫.

Page 106 of 186
PDF/HTML Page 123 of 203
single page version

background image
૧૦૬
બહેનશ્રીનાં વચનામૃત
પોતાનો મહિમા જ પોતાને તારે. બહારનાં ભક્તિ-
મહિમાથી નહિ પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ
મહિમાથી તરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો
સાચો મહિમા હોય છે. અથવા ભગવાનનો મહિમા
સમજવો તે નિજ ચૈતન્યમહિમા સમજવામાં નિમિત્ત થાય
છે. ૩૧૬.
મુનિરાજ વંદના-પ્રતિક્રમણ આદિમાં માંડમાંડ
જોડાય છે. કેવળજ્ઞાન થતું નથી માટે જોડાવું પડે છે.
ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે પણ સ્વભાવથી
વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિરૂપ લાગે છે. સ્વભાવ
નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું
નથી. જેને જે કામ ન ગમે તે કાર્ય તેને બોજારૂપ
લાગે છે. ૩૧૭.
જીવ પોતાની લગનીથી જ્ઞાયકપરિણતિને પહોંચે
છે. હું જ્ઞાયક છું, હું વિભાવભાવથી જુદો છું, કોઈ
પણ પર્યાયમાં અટકનાર હું નથી, હું અગાધ ગુણોથી
ભરેલો છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમ-
પારિણામિકભાવ છુંએમ, સમ્યક્ પ્રતીતિ માટેની
લગનીવાળા આત્માર્થીને અનેક પ્રકારે વિચારો આવે છે.

Page 107 of 186
PDF/HTML Page 124 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૭
પણ તેના નિમિત્તે ઊપજતી સમ્યક્ પ્રતીતિનો તો એક
જ પ્રકાર હોય છે. પ્રતીતિ માટેના વિચારોના સર્વ
પ્રકારોમાં ‘
હું જ્ઞાયક છું’ તે પ્રકાર મૂળભૂત છે. ૩૧૮.
વિભાવથી જુદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર. એ
જ કરવાનું છે. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ
કરવાનું નથી
. દ્રવ્યદ્રષ્ટિ કરતાં પર્યાયમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર
આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા
જવું નહિ પડે. ચૈતન્યપાતાળ ફૂટતાં શુદ્ધ પર્યાયનો પ્રવાહ
એની મેળે જ ચાલુ થશે
. ૩૧૯.
ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી,
રસાળ છે. આ રસાળ ધરતીને જ્ઞાન-ધ્યાનરૂપ પાણીનું
સિંચન કરવાથી તે ફાલી નીકળશે
. ૩૨૦.
પર્યાય પર દ્રષ્ટિ રાખ્યે ચૈતન્ય પ્રગટ ન થાય,
દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત
સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય પર દ્રષ્ટિ થંભાવ. નિગોદથી
માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય
નથી
. સાધકદશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ

Page 108 of 186
PDF/HTML Page 125 of 203
single page version

background image
૧૦૮
બહેનશ્રીનાં વચનામૃત
સ્વભાવમાં નથી. દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય
છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી.
દ્રવ્યદ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્યસામાન્યનો જ સ્વીકાર
હોય છે. ૩૨૧.
જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી.
સાથેનું જ્ઞાન વિવેક કરે છે કે ‘આ ચૈતન્યના ભાવો છે,
આ પર છે’. દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી
રહેતી નથી. દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે ‘આટલું તો
ખરું, આટલી કચાશ તો છે’. જ્ઞાન બધોય વિવેક કરે
છે. ૩૨૨.
જેણે શાન્તિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો
નથી. તે પરિણતિમાં વિભાવથી દૂર ભાગે છે. જેમ એક
બાજુ બરફનો ઢગલો હોય અને બીજી બાજુ અગ્નિ હોય
તેની વચ્ચે ઊભેલો માણસ અગ્નિથી દૂર ભાગતો બરફ
તરફ ઢળે છે, તેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો
છે, જેને થોડી પણ શાન્તિનું વેદન વર્તી રહ્યું છે એવો
જ્ઞાની જીવ દાહથી અર્થાત
્ રાગથી દૂર ભાગે છે અને
શીતળતા તરફ ઢળે છે. ૩૨૩.

Page 109 of 186
PDF/HTML Page 126 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૯
જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો
કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે, પર્વતનો
પ્રકાશ અને તેની કીમત ઘણી વધારે હોય
; તેમ
કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક
સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર
કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં
ભલે
તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું
શ્રુતજ્ઞાન હોય તોપણ
ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન
અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની
ચમત્કારિક ૠદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈએવા પૂર્ણ
ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપશમિક જ્ઞાનમાં
અનંતો ફેર છે. ૩૨૪.
જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે
ત્યારે દ્રષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક
થયેલો દેખાય ત્યારે પણ તે તો (
દ્રષ્ટિ-અપેક્ષાએ) ઊંડી
ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ૩૨૫.
તળ સ્પર્શ્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના
તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી
ગયો
. ૩૨૬.

Page 110 of 186
PDF/HTML Page 127 of 203
single page version

background image
૧૧૦
બહેનશ્રીનાં વચનામૃત
દેવલોકમાં ઊંચી જાતનાં રત્નો અને મહેલો હોય
તેથી આત્માને શું? કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં
પણ આકુળતા અને દેવોને અમી ઝરે ત્યાં પણ
આકુળતા જ છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના
રાજ્યમાં પણ આકુળતા છે. અંતરની ૠદ્ધિ ન પ્રગટે,
શાન્તિ ન પ્રગટે, તો બહારની ૠદ્ધિ અને વૈભવ શી
શાન્તિ આપે
? ૩૨૭.
મુનિદશાની શી વાત! મુનિઓ તો પ્રમત્ત-
અપ્રમત્તપણામાં સદા ઝૂલનારા છે! તેમને તો સર્વગુણ-
સંપન્ન કહી શકાય! ૩૨૮.
મુનિરાજ વારંવાર નિર્વિકલ્પપણે ચૈતન્યનગરમાં પ્રવેશી
અદ્ભુત ૠદ્ધિને અનુભવે છે. તે દશામાં, અનંત ગુણોથી
ભરપૂર ચૈતન્યદેવ ભિન્નભિન્ન પ્રકારના ચમત્કારિક
પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદતરંગોમાં ડોલે
છે. મુનિરાજ તેમ જ સમ્યગ્દ્રષ્ટિ જીવનું આ સ્વસંવેદન
કોઈ જુદું જ છે, વચનાતીત છે. ત્યાં શૂન્યતા નથી
,
જાગૃતપણે અલૌકિક ૠદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. તું
ત્યાં જા
, તને ચૈતન્યદેવનાં દર્શન થશે. ૩૨૯.

Page 111 of 186
PDF/HTML Page 128 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૧
અહો! મુનિરાજ તો નિજાત્મધામમાં નિવાસ કરે છે.
તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતાં થતાં તેઓ વીતરાગતાને
પ્રાપ્ત કરે છે.
વીતરાગતા થવાથી તેમને જ્ઞાનની અગાધ અદ્ભુત
શક્તિ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંતર્મુહૂર્તનો સ્થૂલ ઉપયોગ
છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. તે
જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધેય પહોંચી વળે છે
લોકાલોકને જાણી લે છે, ભૂતવર્તમાનભાવી સર્વ
પર્યાયોને ક્રમ પડ્યા વિના એક સમયમાં વર્તમાનવત
જાણે છે, સ્વપદાર્થ તેમ જ અનંત પરપદાર્થોની ત્રણે
કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદોને
એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે.
આવા અચિંત્ય
મહિમાવંત કેવળજ્ઞાનને વીતરાગ મુનિરાજ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રગટતાં, જેમ કમળ હજાર પાંખડીથી
ખીલી નીકળે તેમ, દિવ્યમૂર્તિ ચૈતન્યદેવ અનંત ગુણોની
અનંત પાંખડીઓથી ખીલી ઊઠે છે. કેવળજ્ઞાની ભગવાન
ચૈતન્યમૂર્તિના જ્ઞાન-આનંદાદિ અનંત ગુણોની પૂર્ણ
પર્યાયોમાં સાદિ-અનંત કેલિ કરે છે
; નિજધામની અંદરમાં
શાશ્વતપણે બિરાજી ગયા, તેમાંથી કદી બહાર આવતા
જ નથી. ૩૩૦.

Page 112 of 186
PDF/HTML Page 129 of 203
single page version

background image
૧૧૨
બહેનશ્રીનાં વચનામૃત
ક્યાંય રોકાયા વિના ‘જ્ઞાયક છું’ એમ વારંવાર
શ્રદ્ધા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો. જ્ઞાયકનું
લઢણ કર્યા કરવું. ૩૩૧.
એકાન્તે દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ
દ્રવ્યદ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. દુઃખ લાગતું હોય,
ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિનાજાણ્યા
વિના જાય ક્યાં? આત્માને જાણ્યો હોય, તેનું અસ્તિત્વ
ગ્રહણ કર્યું હોય, તો જ છૂટો પડે. ૩૩૨.
ચેતીને રહેવું. ‘મને આવડે છે’ એમ આવડતની હૂંફના
રસ્તે ચડવું નહિ. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ
છે. ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ
અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે.
આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના
પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો
નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે. ૩૩૩.
આત્માર્થીને શ્રી ગુરુના સાન્નિધ્યમાં પુરુષાર્થ સહેજે
થાય છે. હું તો સેવક છુંએ દ્રષ્ટિ રહેવી જોઈએ. ‘હું

Page 113 of 186
PDF/HTML Page 130 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૩
કાંઈક છું’ એમ થાય તો સેવકપણું છૂટી જાય છે. સેવક
થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવ ગુણસમુદ્ર
આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે. ૩૩૪.
બહારના ગમે તેવા સંયોગમાં ધર્મ ન છોડવો, ચૈતન્ય
તરફની રુચિ ન છોડવી. ધર્મ કે રુચિ છૂટે તો અમૂલ્ય
મનુષ્યભવ હારી ગયા. ૩૩૫.
કર્મોના વિવિધ વિપાકમાં જ્ઞાયકભાવ ચળતો નથી.
જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે. તેમ ચૈતન્ય પણ
ગમે તે કર્મસંયોગમાં નિર્લેપ રહે છે. ૩૩૬.
દ્રવ્યને ગ્રહણ કરતાં શુદ્ધતા પ્રગટે, ચારિત્રદશા પ્રગટે,
પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. આત્મદ્રવ્યમાં ઘણું
પડ્યું છે, ઘણું ભર્યું છે, તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની
દ્રષ્ટિ ખસતી નથી
. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં ચોંટી
જાય, તો મિથ્યાત્વમાં આવી જાય. ૩૩૭.
શુભભાવમાં શ્રમ પડે છે, થાક લાગે છે; કારણ કે

Page 114 of 186
PDF/HTML Page 131 of 203
single page version

background image
૧૧૪
બહેનશ્રીનાં વચનામૃત
તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધભાવ આત્માનો સ્વાધીન
સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન
તેટલું સુખ છે. સ્વભાવ સિવાય બધું દુઃખ જ છે. ૩૩૮.
આ તો ગૂંચ ઊકેલવાની છે. ચૈતન્યદોરાની અંદર
અનાદિની ગૂંચ પડી છે. સૂતરના ફાળકામાં ગૂંચ પડી
હોય તેનો ધીરજથી ઊકેલ કરે તો છેડો હાથમાં આવે
અને ગૂંચ નીકળી જાય
, તેમ ચૈતન્યદોરામાં પડેલી ગૂંચનો
ધીરજથી ઊકેલ કરે તો ગૂંચ નીકળી શકે છે. ૩૩૯.
આનું કરવું, આનું કરવું’ એમ બહારમાં તારું
ધ્યાન કેમ રોકાય છે? આટલું ધ્યાન તું તારામાં લગાડી
દે. ૩૪૦.
નિજ ચેતનપદાર્થના આશ્રયે અનંત અદ્ભુત
આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું
ન આવે
? ૩૪૧.
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને

Page 115 of 186
PDF/HTML Page 132 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૫
બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું
પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું
આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથીએવાં
દેવ-શાસ્ત્ર-ગુરુના આલંબનરૂપ શુભ ભાવ તે પણ
પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ
ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું પ્રયોજન
છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન
સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે
પણ કહ્યું છે કે ‘
હે જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ
ફરીફરીને આપનાં પાદપંકજની ભક્તિ હો’!આવા
ભાવ સાધકદશામાં આવે છે, અને સાથે સાથે આત્માની
મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે. ૩૪૨.
અનંત જીવો પુરુષાર્થ કરી, સ્વભાવે પરિણમી,
વિભાવ ટાળી, સિદ્ધ થયા; માટે જો તારે સિદ્ધમંડળીમાં
ભળવું હોય તો તું પણ પુરુષાર્થ કર.
કોઈ પણ જીવને પુરુષાર્થ કર્યા વિના તો ભવાન્ત
થવાનો જ નથી. ત્યાં કોઈ જીવ તો, જેમ ઘોડો છલંગ
મારે તેમ, ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી

Page 116 of 186
PDF/HTML Page 133 of 203
single page version

background image
૧૧૬
બહેનશ્રીનાં વચનામૃત
જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે.
વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવુંબધું
પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને
અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે
પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે
. ૩૪૩.
જ્યાંસુધી સામાન્ય તત્ત્વધ્રુવ તત્ત્વખ્યાલમાં ન
આવે, ત્યાંસુધી અંદર માર્ગ ક્યાંથી સૂઝે અને ક્યાંથી
પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય
કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક
જ્ઞાયકનો જ
દ્રવ્યસામાન્યનો જધ્રુવ તત્ત્વનો જ હોય
છે. જ્ઞાયકનુંધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી.
દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથીધ્રુવ સિવાય
કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ
પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન
બધાંનો વિવેક કરે છે, તોપણ દ્રષ્ટિનો વિષય તો સદા
એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી
.
પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો
પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ
છે. ૩૪૪.

Page 117 of 186
PDF/HTML Page 134 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૭
મોક્ષમાર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો ‘અંદરમાં
જ્ઞાયક આત્માને સાધ’. આ ટૂંકામાં બધું કહેવાઈ ગયું.
વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે, કારણ
કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. સર્વાર્થસિદ્ધિના દેવો
તેત્રીસ તેત્રીસ સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મચર્ચા
,
જિનેંદ્રસ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે. એ બધાંનો સંક્ષેપ
શુભાશુભ ભાવોથી ન્યારા એક જ્ઞાયકનો આશ્રય કરવો,
જ્ઞાયકરૂપ પરિણતિ કરવી’ તે છે. ૩૪૫.
પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત
કર્યા છે. સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ એટલી
બધી મોક્ષમાર્ગની ચોખવટ કરી છે. નાનાં નાનાં બાળકો
પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો
કર્યો છે. અદ્ભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો
કાળ છે. ૩૪૬.
મારે કાંઈ જોઈતું નથી, એક શાન્તિ જોઈએ છે,
ક્યાંય શાન્તિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ
છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને
અશુભમાં
એમ અનંત અનંત કાળ વીતી ગયો. હવે તો
મારે બસ એક શાશ્વતી શાન્તિ જોઈએ છે.આમ

Page 118 of 186
PDF/HTML Page 135 of 203
single page version

background image
૧૧૮
બહેનશ્રીનાં વચનામૃત
અંદરમાં ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું
છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે, તો સાચી શાન્તિ
મળ્યા વિના રહે નહિ. ૩૪૭.
રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની
મંદતાએ કઠણ લાગે. રુચિ મંદ પડી જતાં આડેઅવળે
ચડી જાય ત્યારે અઘરું લાગે અને રુચિ વધતાં સહેલું
લાગે
. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય છે અને પોતે
ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધેય પોતાનું જ
કારણ છે.
સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ
આત્મામાં છેએમ વારંવાર આત્માનો મહિમા લાવી
પુરુષાર્થ ઉપાડવો, પ્રમાદ તોડવો. ૩૪૮.
ચક્રવર્તી, બળદેવ અને તીર્થંકર જેવા ‘આ રાજ, આ
વૈભવકાંઈ નથી જોઈતું’ એમ સર્વની ઉપેક્ષા કરી
એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં
ચાલી નીકળ્યા
! જેમને બહારમાં કોઈ વાતની ખામી
નહોતી, જે ઇચ્છે તે જેમને મળતું હતું, જન્મથી જ,
જન્મ થયા પહેલાં પણ, ઇન્દ્રો જેમની સેવામાં તત્પર

Page 119 of 186
PDF/HTML Page 136 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૯
રહેતા, લોકો જેમને ભગવાન કહીને આદરતાએવા
ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય ૠદ્ધિને છોડી, ઉપસર્ગ-
પરિષહોની દરકાર કર્યા વિના, આત્માનું ધ્યાન કરવા
વનમાં ચાલી નીકળ્યા, તો તેમને આત્મા સર્વથી
મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને
બહારનું બધું તુચ્છ લાગ્યું હશે ત્યારે જ ચાલી નીકળ્યા
હશે ને
? માટે, હે જીવ! તું આવા આશ્ચર્યકારી
આત્માનો મહિમા લાવી, તારા પોતાથી તેની ઓળખાણ
કરી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતા-અપેક્ષાએ
બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા-અપેક્ષાએ તો છોડ!
છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહિ જાય
, ઊલટાનો પરમ
પદાર્થઆત્માપ્રાપ્ત થશે. ૩૪૯.
જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી
અને ‘પોતે જ્ઞાન તેમ જ ક્રિયા બંને કરે છે’ એમ ભ્રમણા
સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગભેદનાં પલાખાંને, ધારણા-
જ્ઞાનને તેઓ ‘જ્ઞાન’ માને છે અને પરદ્રવ્યનાં ગ્રહણ-
ત્યાગને, શરીરાદિની ક્રિયાને, અથવા બહુ તો શુભભાવને,
તેઓ ‘ક્રિયા’ કલ્પે છે. ‘મને આટલું આવડે છે, હું
આવી આકરી ક્રિયાઓ કરું છું’ એમ તેઓ ખોટી
હૂંફમાં રહે છે.

Page 120 of 186
PDF/HTML Page 137 of 203
single page version

background image
૧૨૦
બહેનશ્રીનાં વચનામૃત
જ્ઞાયકની સ્વાનુભૂતિ વિના ‘જ્ઞાન’ હોય નહિ
અને જ્ઞાયકના દ્રઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવરૂપે
પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય
ક્રિયા’ છે નહિ. પૌદ્ગલિક ક્રિયા આત્મા ક્યાં કરી
શકે છે? જડનાં કાર્યે તો જડ પરિણમે છે;
આત્માથી જડનાં કાર્ય કદી ન થાય
. ‘શરીરાદિનાં
કાર્ય તે મારાં નહિ અને વિભાવકાર્યો પણ સ્વરૂપ-
પરિણતિ નહિ, હું તો જ્ઞાયક છું
આવી સાધકની
પરિણતિ હોય છે. સાચા મોક્ષાર્થીને પણ પોતાના
જીવનમાં આવું ઘૂંટાઈ જવું જોઈએ
. ભલે પ્રથમ
સવિકલ્પપણે હો, પણ એવો પાકો નિર્ણય કરવો
જોઈએ
. પછી જલદી અંતરનો પુરુષાર્થ કરે તો જલદી
નિર્વિકલ્પ દર્શન થાય, મોડો કરે તો મોડું થાય.
નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી, સ્થિરતા વધારતાં વધારતાં,
જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે.આ વિધિ સિવાય મોક્ષ
પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી. ૩૫૦.
કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. મોક્ષ
સિવાય તારે શું પ્રયોજન છે? પ્રથમ ભૂમિકામાં પણ
માત્ર મોક્ષ-અભિલાષ’ હોય છે.
જે મોક્ષનો અર્થી હોય, સંસારથી જેને થાક

Page 121 of 186
PDF/HTML Page 138 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૧
લાગ્યો હોય, તેના માટે ગુરુદેવની વાણીનો ધોધ
વહી રહ્યો છે જેમાંથી માર્ગ સૂઝે છે. ખરું તો,
અંદરથી થાક લાગે તો, જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂઝ્યા
પછી અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતાં આત્મા મળી
જાય છે. ૩૫૧.
દ્રવ્યે પરિપૂર્ણ મહાપ્રભુ છું, ભગવાન છું, કૃતકૃત્ય
છું’ એમ માનતા હોવા છતાં ‘પર્યાયે તો હું પામર છું
એમ મહામુનિઓ પણ જાણે છે.
ગણધરદેવ પણ કહે છે કે ‘હે જિનેંદ્ર! હું આપના
જ્ઞાનને પહોંચી શકતો નથી. આપના એક સમયના
જ્ઞાનમાં સમસ્ત લોકાલોક અને પોતાની પણ અનંત
પર્યાયો જણાય છે. ક્યાં આપનું અનંત અનંત દ્રવ્ય-
પર્યાયોને જાણતું અગાધ જ્ઞાન ને ક્યાં મારું અલ્પ
જ્ઞાન! આપ અનુપમ આનંદરૂપે પણ સંપૂર્ણપણે
પરિણમી ગયા છો. ક્યાં આપનો પૂર્ણ આનંદ અને
ક્યાં મારો અલ્પ આનંદ! એ જ રીતે અનંત ગુણોની
પૂરી પર્યાયરૂપે આપ સંપૂર્ણપણે પરિણમી ગયા છો.
આપનો શો મહિમા થાય? આપને તો જેવું દ્રવ્ય તેવી
જ એક સમયની પર્યાય પરિણમી ગઈ છે; મારી
પર્યાય તો અનંતમા ભાગે છે
’.

Page 122 of 186
PDF/HTML Page 139 of 203
single page version

background image
૧૨૨
બહેનશ્રીનાં વચનામૃત
આ પ્રમાણે પ્રત્યેક સાધક, દ્રવ્ય-અપેક્ષાએ પોતાને
ભગવાન માનતો હોવા છતાં, પર્યાય-અપેક્ષાએજ્ઞાન,
આનંદ, ચારિત્ર, વીર્ય ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ
પોતાની પામરતા જાણે છે. ૩૫૨.
સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્યદેવ અનાદિઅનંત
પરમપારિણામિકભાવે રહેલ છે. મુનિરાજે (નિયમસારના
ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે) આ પરમપારિણામિક
ભાવની ધૂન લગાવી છે. આ પંચમ ભાવ પવિત્ર છે,
મહિમાવંત છે. તેનો આશ્રય કરવાથી શુદ્ધિની શરૂઆતથી
માંડીને પૂર્ણતા પ્રગટે છે.
જે મલિન હોય, અથવા જે અંશે નિર્મળ હોય,
અથવા જે અધૂરું હોય, અથવા જે શુદ્ધ ને પૂર્ણ હોવા
છતાં સાપેક્ષ હોય, અધ્રુવ હોય અને ત્રિકાળિક-
પરિપૂર્ણ-સામર્થ્યવાળું ન હોય, તેના આશ્રયથી શુદ્ધતા
પ્રગટતી નથી; માટે ઔદયિકભાવ, ક્ષાયોપશમિકભાવ,
ઔપશમિકભાવ અને ક્ષાયિકભાવ અવલંબનને યોગ્ય
નથી.
જે પૂરો નિર્મળ છે, પરિપૂર્ણ છે, પરમ નિરપેક્ષ છે,
ધ્રુવ છે અને ત્રિકાળિક-પરિપૂર્ણ-સામર્થ્યમય છેએવા
અભેદ એક પરમપારિણામિકભાવનો જપારમાર્થિક

Page 123 of 186
PDF/HTML Page 140 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૩
અસલી વસ્તુનો જઆશ્રય કરવાયોગ્ય છે, તેનું જ
શરણ લેવાયોગ્ય છે. તેનાથી જ સમ્યગ્દર્શનથી માંડીને
મોક્ષ સુધીની સર્વ દશાઓ પ્રાપ્ત થાય છે.
આત્મામાં સહજભાવે રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર,
આનંદ ઇત્યાદિ અનંત ગુણો પણ જોકે પારિણામિકભાવે
જ છે તોપણ તેઓ ચેતનદ્રવ્યના એક એક અંશરૂપ
હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતાં સાધકને નિર્મળતા
પરિણમતી નથી
.
તેથી પરમપારિણામિકભાવરૂપ અનંતગુણસ્વરૂપ
અભેદ એક ચેતનદ્રવ્યનો જઅખંડ પરમાત્મદ્રવ્યનો
આશ્રય કરવો, ત્યાં જ દ્રષ્ટિ દેવી, તેનું જ શરણ
લેવું, તેનું જ ધ્યાન કરવું, કે જેથી અનંત નિર્મળ પર્યાયો
સ્વયં ખીલી ઊઠે.
માટે દ્રવ્યદ્રષ્ટિ કરી અખંડ એક જ્ઞાયકરૂપ વસ્તુને
લક્ષમાં લઈ તેનું અવલંબન કરો. તે જ, વસ્તુના અખંડ
એક પરમપારિણામિકભાવનો આશ્રય છે. આત્મા
અનંતગુણમય છે પરંતુ દ્રવ્યદ્રષ્ટિ ગુણોના ભેદોને ગ્રહતી
નથી, તે તો એક અખંડ ત્રિકાળિક વસ્તુને અભેદરૂપે
ગ્રહણ કરે છે.
આ પંચમ ભાવ પાવન છે, પૂજનીય છે. તેના
આશ્રયથી સમ્યગ્દર્શન પ્રગટે છે, સાચું મુનિપણું આવે