Page 4 of 186
PDF/HTML Page 21 of 203
single page version
૪
‘સાંભળ્યા જ કરીએ’ એમ થાય. ગુરુદેવે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો ને સ્પષ્ટ કર્યો છે. તેઓશ્રીને શ્રુતની લબ્ધિ છે. ૮.
પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે — ધન રળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય, અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. ૯.
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય — આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. ૧૦.
મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદમાર્ગનો કે ઉત્સર્ગમાર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે તો તેને
Page 5 of 186
PDF/HTML Page 22 of 203
single page version
વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. ૧૧.
દ્રવ્યદ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, દ્રષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની સહજ દશા સાધેલી છે. ૧૨.
‘હું જ્ઞાયક ને આ પર’, બાકી બધાં જાણવાનાં પડખાં છે. ‘હું જ્ઞાયક છું, બાકી બધું પર’ — આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. ૧૩.
‘હું છું’ એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે
Page 6 of 186
PDF/HTML Page 23 of 203
single page version
૬
સહજરૂપે જોર આવે. ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે. ૧૪.
તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી ઉપમા આપી છે! અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી! ૧૫.
જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે; રાગ સિંચવાથી દુઃખ મળશે. માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી મુક્તિસુખરૂપી અમૃત મેળવ. ૧૬.
જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાન્તિ — સમાધાન રહેશે, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી શકાશે. ૧૭.
Page 7 of 186
PDF/HTML Page 24 of 203
single page version
દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ‘ચૈતન્ય છું’ એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું — એવો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢતા થાય. ૧૮.
જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જુદા છે, ન્યારા છે. ૧૯.
મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ — એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળ્યે જ છૂટકો છે. અંદરમાં ચૈતન્યૠદ્ધિ છે તે ૠદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિસ્પૃહ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. — આવી અંદર જવાની તીખી તમન્ના લાગે, તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય. ૨૦.
Page 8 of 186
PDF/HTML Page 25 of 203
single page version
૮
ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના — એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળ્યે જ છૂટકો. જો ન ફળે તો જગતને — ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે — એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. ૨૧.
ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; રસબસતી વાણી છે. ૨૨.
ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ૨૩.
Page 9 of 186
PDF/HTML Page 26 of 203
single page version
આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર – મનન કરવાં; એ જ આત્માર્થીનો ખોરાક છે. ૨૪.
પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન – શ્રવણ – મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે — એ ખટક સાથે જ રહેવી જોઈએ. ૨૫.
અંદર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા, ને તૃપ્ત થા. અનંતગુણસ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર, તે આનંદરૂપ સરોવરમાં કેલી કર — તેમાં રમણ કર. ૨૬.
આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક ‘અચંબો’ છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું; પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. તેમનો મહિમા
Page 10 of 186
PDF/HTML Page 27 of 203
single page version
૧૦
આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. ૨૭.
ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, ‘બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ’. ૨૮.
જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહિ. ૨૯.
જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે ‘આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ડાળાં-પાંદડાં-ફળ વગેરે આવશે’, પછી તેનો વિચાર આવતો નથી; તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે; દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના ‘શું પ્રગટશે’ એમ થાય, પણ દ્રવ્યસ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. ૩૦.
Page 11 of 186
PDF/HTML Page 28 of 203
single page version
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે. ૩૧.
સમ્યગ્દ્રષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના — બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય એવા ભાવે — બહાર ઊભા છે. ૩૨.
‘જેને લાગી છે તેને જ લાગી છે’...પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન
Page 12 of 186
PDF/HTML Page 29 of 203
single page version
૧૨
કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે, — એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડો-અવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે. ૩૩.
મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. ૩૪.
અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી શુભને
Page 13 of 186
PDF/HTML Page 30 of 203
single page version
વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. ૩૫.
જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૩૬.
‘હું અબદ્ધ છું’, ‘જ્ઞાયક છું’ એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, શાન્તિ મળતી નથી, વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે. ૩૭.
આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડ્યે
Page 14 of 186
PDF/HTML Page 31 of 203
single page version
૧૪
જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. ૩૮.
સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે. ૩૯.
સાધકદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. — જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે. ૪૦.
ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય
Page 15 of 186
PDF/HTML Page 32 of 203
single page version
થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે. ૪૧.
યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે; અને યથાર્થ રુચિ વિના, તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. ૪૨.
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે ‘તારું નામ શું?’ તો કહે ‘મારી બા’, તારું ગામ કયું?’ તો કહે ‘મારી બા’, ‘તારાં માતા-પિતા કોણ?’ તો કહે ‘મારી બા’; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે ‘જ્ઞાયકસ્વભાવ...જ્ઞાયકસ્વભાવ’ — એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. ૪૩.
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીશે કલાક એક જ ચિંતન, ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને ‘બા’નો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા
Page 16 of 186
PDF/HTML Page 33 of 203
single page version
૧૬
જ કરે છે, તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય. ‘બા’ના પ્રેમવાળો ભલે કુટુંબ- કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો ‘બા’માં જ રહ્યું હોય છેઃ ‘અરે! મારી બા ...મારી બા!’; એવી જ રીતે આત્માની ખટક રહેવી જોઈએ. ગમે તે પ્રસંગમાં ‘મારો આત્મા...મારો આત્મા!’ એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો ‘આત્મ – બા’ મળ્યા વગર રહે જ નહિ. ૪૪.
અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી ‘મેં ઘણું જ કર્યું છે’ એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે; કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી; તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે પ્રગટ્યો તેમાં નવીન શું? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. ૪૫.
Page 17 of 186
PDF/HTML Page 34 of 203
single page version
જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે, મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે. ૪૬.
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે; તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય. ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન- આનંદની મૂર્તિ — જ્ઞાયકમૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ નથી. ૪૭.
વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાન્તિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા
Page 18 of 186
PDF/HTML Page 35 of 203
single page version
૧૮
મંદ વિકલ્પમાં શાન્તિ મનાઈ જાય છે, પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ. ૪૮.
આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું, ગુણગ્રાહી બનવું. ૪૯.
તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્ના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્ના ઊંડા સંસ્કાર રેડ. ૫૦.
આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે. ૫૧.
Page 19 of 186
PDF/HTML Page 36 of 203
single page version
શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં ‘આ શરીરાદિ મારાં’ એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. ૫૨.
નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. ૫૩.
અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ! હવે પ્રતિકૂળતામાં તો સમજ...સમજ. કોઈ રીતે સમજ... સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા. ૫૪.
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ થાય જ. ૫૫.
જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને
Page 20 of 186
PDF/HTML Page 37 of 203
single page version
૨૦
એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો; રૂપિયા, ધન, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો! બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, ત્યાં ભાઈ! આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય? ૫૬.
પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્ત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. નિવૃત્તિકાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવાં પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગનીને જાગૃત રાખવી જોઈએ. આત્માના ધ્યેયપૂર્વક, પોતાની પરિણતિમાં રસ આવે તેવાં વિચાર- મંથન કરતાં અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. ૫૭.
જ્ઞાનીને દ્રષ્ટિ-અપેક્ષાએ ચૈતન્ય અને રાગની અત્યંત ભિન્નતા ભાસે છે, જોકે તે જ્ઞાનમાં જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. ૫૮.
જે જીવને પોતાના સ્થૂલ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? ને સૂક્ષ્મ પરિણામ પકડે નહિ તો સ્વભાવ ક્યાંથી
Page 21 of 186
PDF/HTML Page 38 of 203
single page version
પકડાય? જ્ઞાનને સૂક્ષ્મ – તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો ભેદવિજ્ઞાન થાય. ૫૯.
અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો, સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો, અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અટક્યો, કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતાં અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો ને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતાં અનંત વાર અટક્યો. પુણ્યોદયે આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા; હવે જો પુરુષાર્થ નહિ કરે તો ક્યા ભવે કરશે? હે જીવ! પુરુષાર્થ કર; આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ બતાવનારા સત્પુરુષ ફરીફરી નહિ મળે. ૬૦.
જેને ખરેખરો તાપ લાગ્યો હોય, જે સંસારથી કંટાળેલ હોય, તેની આ વાત છે. વિભાવથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે જ નહિ. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ. જેને જેની રુચિ – રસ હોય
Page 22 of 186
PDF/HTML Page 39 of 203
single page version
૨૨
ત્યાં સમય ચાલ્યો જાય છે; ‘રુચિ અનુયાયી વીર્ય’. જ્ઞાયકના ઘૂંટણમાં નિરંતર રહે, દિવસ-રાત એની પાછળ પડે, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. ૬૧.
જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેને — ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણ — સમ્યક્ત્વસન્મુખતા થાય છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો, ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૬૨.
જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય; આંબાનું બીજ (ગોટલો) વાવે તો આંબાનું ઝાડ થાય અને આકોલિયાનું બીજ વાવે તો આકોલિયાનું ઝાડ થાય. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ. ૬૩.
અંદરમાં, ચૈતન્યતત્ત્વ નમસ્કાર કરવા યોગ્ય છે; તે જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે, ભવ્યજીવોને
Page 23 of 186
PDF/HTML Page 40 of 203
single page version
તે આત્મતત્ત્વ જ એક શરણ છે. બહારમાં, પંચ પરમેષ્ઠી — અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ — નમસ્કાર કરવાયોગ્ય છે કેમ કે તેમણે આત્માની સાધના કરી છે; તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ ભવ્યજીવોનાં શરણ છે. ૬૪.
દેવ-ગુરુની વાણી અને દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા ચૈતન્યદેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં તેમ જ સ્વરૂપપ્રાપ્તિ કરવામાં નિમિત્તો છે. ૬૫.
બહારનું બધું થાય તેમાં — ભક્તિ-ઉલ્લાસનાં કાર્ય થાય તેમાં પણ — કાંઈ આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. ૬૬.
દરેક પ્રસંગમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ તે જ લાભદાયક છે. ૬૭.
પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી