Benshreena Vachanamrut (Gujarati). Bol: 354-387.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 11

 

Page 124 of 186
PDF/HTML Page 141 of 203
single page version

background image
૧૨૪
બહેનશ્રીનાં વચનામૃત
છે, શાન્તિ અને સુખ પરિણમે છે, વીતરાગતા થાય છે,
પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. ૩૫૩.
તીર્થંકરભગવંતોએ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ
જ સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ-ન્યાયથી સર્વ
પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ
કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા
, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન
નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ,
સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું
તેઓશ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર
આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જુદી જ
છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે.
પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે! તેઓશ્રીના
પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના
માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ
કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ
સદ્ભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ
છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં
ચરણકમળની સેવા હૃદયમાં વસી રહો
. ૩૫૪.
તરવાનો ઉપાય બહારના ચમત્કારોમાં રહેલો

Page 125 of 186
PDF/HTML Page 142 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૫
નથી. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી.
ચૈતન્યચમત્કારસ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે.
જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાભરૂપ માને છે,
તેને આત્માનાં દર્શન થતાં નથી
. નિસ્પૃહ એવો થઈ જા
કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ
જોઈતું નથી
. એક આત્માની જ રઢ લાગે અને
અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પલટ્યા વિના
રહે નહિ
. ૩૫૫.
મુનિરાજનો નિવાસ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ તીખો
થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે.
બહાર આવતાં મડદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો
રાગ છૂટી ગયો છે. શાન્તિનો સાગર પ્રગટ્યો છે.
ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઊછળે છે. જ્ઞાનમાં
કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે.
અંતરમાં તૃપ્ત તૃપ્ત છે. મુનિરાજ જાણે વીતરાગતાની
મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગ
દશા છવાઈ ગઈ છે. જિન નહિ પણ જિનસરખા
છે. ૩૫૬.
આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે

Page 126 of 186
PDF/HTML Page 143 of 203
single page version

background image
૧૨૬
બહેનશ્રીનાં વચનામૃત
છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે.
તેને કોઈનો સાથ નથી
. માત્ર ભ્રમણાથી તે બીજાની
ઓથ ને આશ્રય માને છે. આમ ચૌદ બ્રહ્માંડમાં એકલા
ભમતાં જીવે એટલાં મરણ કર્યાં છે કે તેના મરણના
દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યાં તેનાથી
સમુદ્રો ભરાય. ભવપરિવર્તન કરતાં કરતાં માંડમાંડ તને
આ મનુષ્યભવ મળ્યો છે, આવો ઉત્તમ જોગ મળ્યો છે,
તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે, વીજળીના
ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આ મનુષ્યભવ ને
ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પ કાળમાં
ચાલ્યા જશે
. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો

છે, તેમ એકલો જ સુખના પંથે જા
, એકલો જ મુક્તિને
પ્રાપ્ત કરી લે
. ૩૫૭.
ગુરુદેવ માર્ગ ઘણો જ સ્પષ્ટ બતાવી રહ્યા છે.
આચાર્યભગવંતોએ મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે અને
ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે. પેંથીએ પેંથીએ તેલ નાખે તેમ
ઝીણવટથી ચોખ્ખું કરીને બધું સમજાવે છે. ભેદજ્ઞાનનો
માર્ગ હથેળીમાં દેખાડે છે. માલ ચોળીને
, તૈયાર કરીને
આપે છે કે ‘લે, ખાઈ લે’. હવે ખાવાનું તો પોતાને
છે. ૩૫૮.

Page 127 of 186
PDF/HTML Page 144 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૭
સહજતત્ત્વનો કદી નાશ થતો નથી, તે મલિન થતું
નથી, તેમાં ઊણપ આવતી નથી. શરીરથી તે ભિન્ન છે.
ઉપસર્ગ તેને અડતા નથી, તરવાર તેને છેદતી નથી,
અગ્નિ તેને બાળતો નથી, રાગદ્વેષ તેને વિકારી કરતા
નથી. વાહ તત્ત્વ! અનંત કાળ ગયો તોપણ તું તો એવું
ને એવું જ છે. તને કોઈ ઓળખે કે ન ઓળખે
, તું
તો સદા એવું જ રહેવાનું છે. મુનિના તેમ જ
સમ્યગ્દ્રષ્ટિના હૃદયકમળના સિંહાસનમાં આ સહજતત્ત્વ
નિરંતર બિરાજમાન છે. ૩૫૯.
સમ્યગ્દ્રષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી.
પુરુષાર્થ કરીને ભેદજ્ઞાન પ્રગટ કર્યું ત્યારથી પુરુષાર્થનો
દોર ચાલુ જ છે. સમ્યગ્દ્રષ્ટિનો આ પુરુષાર્થ સહજ છે,
હઠપૂર્વકનો નથી
. દ્રષ્ટિ પ્રગટ થઈ પછી તે એક બાજુ
પડી છે એમ નથી. જેમ અગ્નિ ઢાંકેલો પડ્યો હોય
એમ નથી. અંદરમાં ભેદજ્ઞાનનુંજ્ઞાતાધારાનું પ્રગટ
વેદન છે. સહજ જ્ઞાતાધારા ટકી રહી છે તે પુરુષાર્થથી
ટકી રહી છે. પરમ તત્ત્વમાં અવિચળતા છે. પ્રતિકૂળતાના
ગંજ આવે
, આખું બ્રહ્માંડ ખળભળે, તોપણ ચૈતન્ય-
પરિણતિ ડોલે નહિએવી સહજ દશા છે. ૩૬૦.

Page 128 of 186
PDF/HTML Page 145 of 203
single page version

background image
૧૨૮
બહેનશ્રીનાં વચનામૃત
તું જ્ઞાયકસ્વરૂપ છો. બીજું બધું તારાથી છૂટું પડ્યું
છે, માત્ર તેં તેની સાથે એકત્વબુદ્ધિ કરી છે.
શરીર, વાણી આદિ હું નહિ, વિભાવભાવ મારું
સ્વરૂપ નહિ, જેવું સિદ્ધભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું
સ્વરૂપ છે
’ એવી યથાર્થ શ્રદ્ધા કર.
શુભ ભાવ આવશે ખરા. પણ ‘શુભ ભાવથી ક્રમે
મુક્તિ થશે, શુભ ભાવ ચાલ્યા જાય તો બધું ચાલ્યું જશે
અને હું શૂન્ય થઈ જઈશએવી શ્રદ્ધા છોડ.
તું અગાધ અનંત સ્વાભાવિક શક્તિઓથી ભરેલો
એક અખંડ પદાર્થ છો. તેની શ્રદ્ધા કર અને આગળ
જા. અનંત તીર્થંકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામ્યા
છે. ૩૬૧.
જેમ અજ્ઞાનીને ‘શરીર તે જ હું, આ શરીર મારું
એમ સહજ રહ્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું
પડતું નથી, તેમ જ્ઞાનીને ‘જ્ઞાયક તે જ હું, અન્ય કંઈ
મારું નહિ’ એવી સહજ પરિણતિ વર્ત્યા કરે છે, ગોખવું
પડતું નથી, યાદ કરવું પડતું નથી. સહજ પુરુષાર્થ વર્ત્યા
કરે છે. ૩૬૨.

Page 129 of 186
PDF/HTML Page 146 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૯
મુનિરાજ આશ્ચર્યકારી નિજ ૠદ્ધિથી ભરેલા ચૈતન્ય-
મહેલમાં નિવાસ કરે છે; ચૈતન્યલોકમાં અનંત પ્રકારનું
જોવાનું છે તેનું અવલોકન કરે છે; અતીન્દ્રિયઆનંદરૂપ
સ્વાદિષ્ટ અમૃતભોજનના થાળ ભરેલા છે તે ભોજન જમે
છે. સમરસમય અચિંત્ય દશા છે! ૩૬૩.
ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્યો ઉકેલીને સત્ય શોધી
કાઢ્યું ને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂક્યું છે. આપણે
ક્યાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ગુરુદેવનો પ્રતાપ
કોઈ અદ્ભુત છે. ‘આત્મા’ શબ્દ બોલતાં શીખ્યાં હોઈએ
તો તે પણ ગુરુદેવના પ્રતાપે. ‘
ચૈતન્ય છું’, ‘જ્ઞાયક છું
ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જ જણાયું છે.
ભેદજ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી તેને બદલે
તેઓશ્રીની સાતિશય વાણી દ્વારા તે વાતના હંમેશાં ધોધ
વરસે છે. ગુરુદેવ જાણે કે હાથ ઝાલીને શીખવી રહ્યા
છે. પોતે પુરુષાર્થ કરી શીખી લેવા જેવું છે. અવસર
ચૂકવાયોગ્ય નથી. ૩૬૪.
કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જીવે બે પ્રાપ્ત
કર્યાં નથીજિનરાજસ્વામી અને સમ્યક્ત્વ. જિનરાજ-
સ્વામી મળ્યા પણ ઓળખ્યા નહિ, તેથી મળ્યા તે ન

Page 130 of 186
PDF/HTML Page 147 of 203
single page version

background image
૧૩૦
બહેનશ્રીનાં વચનામૃત
મળ્યા બરાબર છે. અનાદિ કાળથી જીવ અંદરમાં જતો
નથી ને નવીનતા પ્રાપ્ત કરતો નથી; એક ને એક
વિષયનું
શુભાશુભ ભાવનુંપિષ્ટપેષણ કર્યા જ કરે છે,
થાકતો નથી. અશુભમાંથી શુભમાં ને વળી પાછો
શુભમાંથી અશુભમાં જાય છે. જો શુભ ભાવથી મુક્તિ
થતી હોત, તો તો ક્યારની થઈ ગઈ હોત! હવે, જો
પૂર્વે અનંત વાર કરેલા શુભ ભાવનો વિશ્વાસ છોડી, જીવ
અપૂર્વ નવીન ભાવને કરે
જિનવરસ્વામીએ ઉપદેશેલી
શુદ્ધ સમ્યક્ પરિણતિ કરે, તો તે અવશ્ય શાશ્વત સુખને
પામે. ૩૬૫.
જેણે આત્મા ઓળખ્યો છે, અનુભવ્યો છે, તેને
આત્મા જ સદા સમીપ વર્તે છે, દરેક પર્યાયમાં
શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે. વિવિધ શુભ ભાવો આવે
ત્યારે કાંઈ શુદ્ધાત્મા ભુલાઈ જતો નથી અને તે ભાવો
મુખ્યપણું પામતા નથી.
મુનિરાજને પંચાચાર, વ્રત, નિયમ, જિનભક્તિ
ઇત્યાદિ સર્વ શુભ ભાવો વખતે ભેદજ્ઞાનની ધારા,
સ્વરૂપની શુદ્ધ ચારિત્રદશા નિરંતર ચાલુ જ હોય છે. શુભ
ભાવો નીચા જ રહે છે; આત્મા ઊંચો ને ઊંચો જ
ઊર્ધ્વ જરહે છે. બધુંય પાછળ રહી જાય છે,

Page 131 of 186
PDF/HTML Page 148 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૧
આગળ એક શુદ્ધાત્મદ્રવ્ય જ રહે છે. ૩૬૬.
જિનેંદ્રભગવાનની વાણીમાં અતિશયતા છે, તેમાં અનંત
રહસ્ય હોય છે, તે વાણી દ્વારા ઘણા જીવો માર્ગ પામે
છે. આમ હોવા છતાં આખું ચૈતન્યતત્ત્વ તે વાણીમાં પણ
આવતું નથી
. ચૈતન્યતત્ત્વ અદ્ભુત, અનુપમ ને અવર્ણનીય
છે. તે સ્વાનુભવમાં જ ખરું ઓળખાય છે. ૩૬૭.
પંચેંદ્રિયપણું, મનુષ્યપણું, ઉત્તમ કુળ અને સત્ય
ધર્મનું શ્રવણ ઉત્તરોત્તર દુર્લભ છે. આવા સાતિશય
જ્ઞાનધારી ગુરુદેવ અને તેમની પુરુષાર્થપ્રેરક વાણીના
શ્રવણનો યોગ અનંત કાળે મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય છે.
માટે પ્રમાદ છોડી પુરુષાર્થ કર. બધો સુયોગ મળી ગયો
છે. તેનો લાભ લઈ લે
. સાવધાન થઈ શુદ્ધાત્માને
ઓળખી ભવભ્રમણનો નિવેડો લાવ. ૩૬૮.
ચૈતન્યતત્ત્વને પુદ્ગલાત્મક શરીર નથી, નથી. ચૈતન્ય-
તત્ત્વને ભવનો પરિચય નથી, નથી. ચૈતન્યતત્ત્વને
શુભાશુભ પરિણતિ નથી, નથી. તેમાં શરીરનો, ભવનો,
શુભાશુભ ભાવનો સંન્યાસ છે.

Page 132 of 186
PDF/HTML Page 149 of 203
single page version

background image
૧૩૨
બહેનશ્રીનાં વચનામૃત
જીવે અનંત ભવોમાં પરિભ્રમણ કર્યું, ગુણો હીણારૂપે
કે વિપરીતરૂપે પરિણમ્યા, તોપણ મૂળ તત્ત્વ એવું ને
એવું જ છે, ગુણો એવા ને એવા જ છે. જ્ઞાનગુણ
હીણારૂપે પરિણમ્યો તેથી કાંઈ તેના સામર્થ્યમાં ઊણપ
આવી નથી
. આનંદનો અનુભવ નથી એટલે કાંઈ
આનંદગુણ ક્યાંય ચાલ્યો ગયો નથી, હણાઈ ગયો નથી,
ઘસાઈ ગયો નથી. શક્તિરૂપે બધું એમ ને એમ રહ્યું
છે. અનાદિ કાળથી જીવ બહાર ભમે છે, ઘણું ઓછું
જાણે છે, આકુળતામાં રોકાઈ ગયો છે, તોપણ
ચૈતન્યદ્રવ્ય અને તેના જ્ઞાન-આનંદાદિ ગુણો એવાં ને
એવાં સ્વયમેવ સચવાયેલાં રહ્યાં છે, તેમને સાચવવા
પડતાં નથી
.
આવા પરમાર્થસ્વરૂપની સમ્યગ્દ્રષ્ટિ જીવને
અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. ૩૬૯.
જેને આત્માનું કરવું હોય તેણે આત્માનું ધ્યેય જ
આગળ રાખવા જેવું છે. ‘કાર્યોની ગણતરી કરવા કરતાં
એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખવું તે ઉત્તમ છે.
પ્રવૃત્તિરૂપ ‘કાર્યો
’ તો ભૂમિકાને યોગ્ય થાય છે.
જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી જે ક્રિયા થાય
તેને જોયા કરે છે. તેમનાં સર્વ કાર્યોમાં ‘આત્મા

Page 133 of 186
PDF/HTML Page 150 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૩
સમીપ છે જેહને’ એવું હોય છે. ધ્યેયને તેઓ ભૂલતા
નથી. ૩૭૦.
જેમ સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી નથી, જેમ
ઝાંઝવાના જળથી તરસ છીપતી નથી, તેમ પર પદાર્થોથી
સુખી થવાતું નથી.
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.’
આ જ સુખી થવાનો ઉપાય છે. વિશ્વાસ
કર. ૩૭૧.
જેમ પાતાળકૂવો ખોદતાં, પથ્થરનું છેલ્લું પડ
તૂટીને તેમાં કાણું પડતાં, તેમાંથી પાણીની જે ઊંચી
શેડ ઊડે, તે શેડને જોતાં પાતાળમાંના પાણીનું અંદરનું
પુષ્કળ જોર ખ્યાલમાં આવે છે, તેમ સૂક્ષ્મ ઉપયોગ વડે
ઊંડાણમાં ચૈતન્યતત્ત્વના તળિયા સુધી પહોંચી જતાં
,
સમ્યગ્દર્શન પ્રગટતાં, જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, તે
પર્યાયને વેદતાં ચૈતન્યતત્ત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય
અનુભવમાં
સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. ૩૭૨.

Page 134 of 186
PDF/HTML Page 151 of 203
single page version

background image
૧૩૪
બહેનશ્રીનાં વચનામૃત
બધાં તાળાંની ચાવી એકજ્ઞાયકનો અભ્યાસ
કરવો’. આનાથી બધાં તાળાં ખૂલી જશે. જેને
સંસારકારાગૃહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય,
તેણે મોહરાગદ્વેષરૂપ તાળાં ખોલવા માટે જ્ઞાયકનો
અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી
. ૩૭૩.
શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે, મોક્ષની
રુચિ નથી. જે મંદ કષાયમાં સંતોષાય છે, તે
અકષાયસ્વભાવ જ્ઞાયકને જાણતો નથી તેમ જ પામતો
નથી
. ગુરુદેવ પોકારી પોકારીને કહે છે કે જ્ઞાયકનો
આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર; તે જ એક પદ
છે, બાકી બધું અપદ છે. ૩૭૪.
ચૈતન્યતત્ત્વને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો
અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવોએ જ
કરવાનું છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની
રાગાદિથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત
થાય. આત્મા ચૈતન્યતત્ત્વ છે, જ્ઞાયકસ્વરૂપ છે
એને
ઓળખવો. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી
શકું છું. પણ પોતે પરપદાર્થમાં કાંઈ કરી શકતો નથી.
દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે જાણનારો છે, જ્ઞાયક છે.

Page 135 of 186
PDF/HTML Page 152 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૫
પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું
નથી. આ સમજવા માટે દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ બાહ્ય
નિમિત્તો હોય છે, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું જે પ્રગટે
છે, તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળતત્ત્વને ઓળખવું
તે જ કરવાનું છે. બીજું બહારનું તો અનંત કાળમાં ઘણું
કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી
, શુભભાવમાં
ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધભાવમાં જ છે.
શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે,
એમાં ક્યાંય શાંતિ નથી. જોકે શુભભાવ આવ્યા વિના
રહેતા નથી
, તોપણ ત્યાં શાંતિ તો નથી જ. શાંતિ હોય,
સુખ હોયઆનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્ય જ છે.
નિવૃત્તિમય ચૈતન્યપરિણતિમાં જ સુખ છે, બહારમાં ક્યાંય
સુખ છે જ નહિ. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં
ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક
જ મનુષ્યજીવનમાં કરવા-યોગ્ય
હિતરૂપકલ્યાણરૂપ
છે. ૩૭૫.
પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર
દ્રષ્ટિ કરવાથી, તેના જ આલંબનથી, પૂર્ણતા પ્રગટ થાય
છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક
પરમપારિણામિકભાવનું આલંબન
. જ્ઞાનીને તે આલંબનથી
પ્રગટ થતી ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિકભાવરૂપ

Page 136 of 186
PDF/HTML Page 153 of 203
single page version

background image
૧૩૬
બહેનશ્રીનાં વચનામૃત
પર્યાયોનુંવ્યક્ત થતી વિભૂતિઓનુંવેદન હોય છે પણ
તેનું આલંબન હોતું નથીતેના ઉપર જોર હોતું નથી.
જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે.
ક્ષાયિકભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય કારણ
કે તે તો પર્યાય છે, વિશેષભાવ છે. સામાન્યના આશ્રયે
જ શુદ્ધ વિશેષ પ્રગટે છે, ધ્રુવના આલંબને જ નિર્મળ
ઉત્પાદ થાય છે. માટે બધું છોડી
, એક શુદ્ધાત્મદ્રવ્ય
પ્રત્યેઅખંડ પરમપારિણામિકભાવ પ્રત્યેદ્રષ્ટિ કર,
તેના ઉપર જ નિરંતર જોર રાખ, તેના જ તરફ
ઉપયોગ વળે તેમ કર. ૩૭૬.
સ્વભાવમાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા અર્થે
મુનિરાજ જંગલમાં વસ્યા છે. તે માટે નિરંતર પરમ-
પારિણામિકભાવમાં તેમને લીનતા વર્તે છે,
દિન-રાત
રોમે રોમમાં એક આત્મા જ રમી રહ્યો છે. શરીર છે
પણ શરીરની કાંઈ પડી નથી
, દેહાતીત જેવી દશા છે.
ઉત્સર્ગ ને અપવાદની મૈત્રીપૂર્વક રહેનારા છે. આત્માનું
પોષણ કરીને નિજ સ્વભાવભાવોને પુષ્ટ કરતા થકા
વિભાવભાવોનું શોષણ કરે છે. જેમ માતાનો છેડો
પકડીને ચાલતો બાળક કાંઈક મુશ્કેલી દેખાતાં વિશેષ
જોરથી છેડો પકડી લે છે, તેમ મુનિ પરીષહ-ઉપસર્ગ

Page 137 of 186
PDF/HTML Page 154 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૭
આવતાં પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાત્મદ્રવ્યને વળગે છે.
આવી પવિત્ર મુનિદશા ક્યારે પ્રાપ્ત કરીએ!’ એવા
મનોરથ સમ્યગ્દ્રષ્ટિને વર્તે છે. ૩૭૭.
જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે એવા સાચા
આત્માર્થીને વિષય-કષાયોનો મહિમા તૂટીને તેમની
તુચ્છતા લાગતી હોય છે. તેને ચૈતન્યસ્વભાવની
સમજણમાં નિમિત્તભૂત દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા આવે
છે. ગમે તે કાર્ય કરતાં તેને નિરંતર શુદ્ધ સ્વભાવની
પ્રાપ્તિ કરવાની ખટક રહ્યા જ કરે છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલા જ્ઞાનીને શુભાશુભ ભાવથી
જુદા જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વધારા નિરંતર વર્ત્યા
કરે છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિરતારૂપ
વિભાવપરિણતિ ઊભી છે તેથી તેને ગૃહસ્થાશ્રમને લગતા
શુભાશુભ પરિણામ હોય છે. સ્વરૂપમાં સ્થિર રહેવાતું
નથી તેથી તે વિવિધ શુભભાવોમાં જોડાય છે
મને
દેવ-ગુરુની સદા સમીપતા હો, ગુરુનાં ચરણકમળની
સેવા હો’ ઇત્યાદિ પ્રકારે જિનેંદ્રભક્તિ-સ્તવન-પૂજન અને
ગુરુસેવાના ભાવો હોય છે તેમ જ શાસ્ત્રસ્વાધ્યાયના,
ધ્યાનના, દાનના, ભૂમિકાનુસાર અણુવ્રત તથા તપ
વગેરેના શુભભાવો તેને હઠ વિના આવે છે. આ બધાય

Page 138 of 186
PDF/HTML Page 155 of 203
single page version

background image
૧૩૮
બહેનશ્રીનાં વચનામૃત
ભાવો દરમ્યાન જ્ઞાતૃત્વપરિણતિની ધારા તો સતત ચાલુ
જ હોય છે.
નિજસ્વરૂપધામમાં રમનારા મુનિરાજને પણ
પૂર્ણ વીતરાગદશાના અભાવે વિધવિધ શુભભાવો
હોય છે
તેમને મહાવ્રત, અઠ્યાવીશ મૂળગુણ,
પંચાચાર, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ સંબંધી શુભ-
ભાવો આવે છે તેમ જ જિનેંદ્રભક્તિ-શ્રુતભક્તિ-
ગુરુભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે છે.
હે જિનેંદ્ર! આપનાં દર્શન થતાં, આપનાં ચરણ-
કમળની પ્રાપ્તિ થતાં, મને શું ન પ્રાપ્ત થયું?
અર્થાત્ આપ મળતાં મને બધુંય મળી ગયું.’
આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ
જિનેંદ્રભક્તિના ધોધ વહાવ્યા છે.
આવા આવા
અનેક પ્રકારના શુભભાવો મુનિરાજને પણ હઠ
વિના આવે છે. સાથે સાથે જ્ઞાયકના ઉગ્ર આલંબનથી
મુનિયોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વધારા પણ સતત ચાલુ જ
હોય છે.
સાધકનેમુનિને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનેજે
શુભભાવો આવે છે તે જ્ઞાતૃત્વપરિણતિથી વિરુદ્ધ-
સ્વભાવવાળા હોવાથી આકુળતારૂપે
દુઃખરૂપે વેદાય છે,
હેયરૂપ જણાય છે, છતાં તે ભૂમિકામાં આવ્યા વિના
રહેતા નથી
.

Page 139 of 186
PDF/HTML Page 156 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૯
સાધકની દશા એકસાથે ત્રણપટી (ત્રણ
વિશેષતાવાળી) છેએક તો, તેને જ્ઞાયકનો આશ્રય
અર્થાત્ શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે જેમાં
અશુદ્ધ તેમ જ શુદ્ધ પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય છે;
બીજું, શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વેદાય છે
; અને ત્રીજું,
અશુદ્ધ પર્યાયાંશજેમાં વ્રત, તપ, ભક્તિ આદિ
શુભભાવો સમાય છે તેદુઃખરૂપે, ઉપાધિરૂપે વેદાય
છે.
સાધકને શુભભાવો ઉપાધિરૂપ જણાય છેએનો
અર્થ એવો નથી કે તે ભાવો હઠપૂર્વક હોય છે. આમ
તો સાધકના તે ભાવો હઠ વિનાની સહજદશાના છે,
અજ્ઞાનીની માફક ‘
આ ભાવો નહિ કરું તો પરભવમાં
દુઃખો સહન કરવાં પડશે’ એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક
કરવામાં આવતા નથી; છતાં તેઓ સુખરૂપ પણ જણાતા
નથી. શુભભાવોની સાથે સાથે વર્તતી, જ્ઞાયકને
અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ તે જ
સાધકને સુખરૂપ જણાય છે.
જેમ હાથીને બહારના દાંતદેખાવના દાંત જુદા
હોય છે અને અંદરના દાંતચાવવાના દાંત જુદા હોય
છે, તેમ સાધકને બહારમાં ઉત્સાહનાં કાર્યશુભ
પરિણામ દેખાય તે જુદા હોય છે અને અંતરમાં
આત્મશાન્તિનું
આત્મતૃપ્તિનું સ્વાભાવિક પરિણમન જુદું

Page 140 of 186
PDF/HTML Page 157 of 203
single page version

background image
૧૪૦
બહેનશ્રીનાં વચનામૃત
હોય છે. બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર
ઓળખાતું નથી
. ૩૭૮.
જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તારો આત્મા જ છે. તેમાં
ચૈતન્યરસ ને આનંદ ભરેલા છે. તે ગુણમણિઓનો ભંડાર
છે. આવા દિવ્યસ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો
નથી અને પરવસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા
મહેનત કરી રહ્યો છે
! પરવસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની
થઈ નથી, તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી
રહ્યો છે અને તારું બૂરું કરી રહ્યો છે
! ૩૭૯.
જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ
લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે
અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા
તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. ૩૮૦.
જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદવિવાદ કરી
જાણે, પ્રમાણ-નય-નિક્ષેપાદિથી વસ્તુની તર્કણા કરે,
ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ
જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને

Page 141 of 186
PDF/HTML Page 158 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૧
તદ્રૂપ પરિણમે નહિ, તો તે જ્ઞેયનિમગ્ન રહે છે, જે જે
બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન
બહારથી આવતું હોય એવો ભાવ વેદ્યા કરે છે. બધું
ભણી ગયો
, ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો
કર્યા, પણ જાણનારને જાણ્યો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ
નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ?
શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણવો તે છે
. ૩૮૧.
આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તે કાયમ રહીને
પલટે છે. તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી,
ભરપૂર ભરેલું છે. તેમાં અનંત ગુણરત્નોના ઓરડા
ભરેલા છે. તે અદ્ભુત ૠદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર
દ્રષ્ટિ દે તો તને સંતોષ થશે કે ‘
હું તો સદા કૃતકૃત્ય
છું.’ તેમાં ઠરતાં તું પર્યાયે કૃતકૃત્ય થઈશ. ૩૮૨.
જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિ-શ્રુતજ્ઞાનનો
ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી
લેવો
, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે
વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી
પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે

Page 142 of 186
PDF/HTML Page 159 of 203
single page version

background image
૧૪૨
બહેનશ્રીનાં વચનામૃત
જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા
બધા તે માર્ગને વર્ણવવાના ભિન્નભિન્ન પ્રકારો છે.
જેટલા વર્ણનના પ્રકારો છે, તેટલા માર્ગો નથી
; માર્ગ તો
એક જ છે. ૩૮૩.
તારા આત્મામાં નિધાન ઠસોઠસ ભરેલાં છે.
અનંતગુણનિધાનને રહેવા માટે અનંત ક્ષેત્રની જરૂર નથી,
અસંખ્યાત પ્રદેશોના ક્ષેત્રમાં જ અનંત ગુણો ઠસોઠસ
ભર્યા છે. તારામાં આવાં નિધાન છે, તો પછી તું બહાર
શું લેવા જાય છે? તારામાં છે તેને જો ને! તારામાં શી
ખામી છે? તારામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, બધુંય
છે. સુખ ને જ્ઞાન તો શું પણ કોઈ પણ ચીજ બહાર
લેવા જવી પડે એમ નથી
. એક વાર તું અંદરમાં પ્રવેશ
કર, બધું અંદર છે. અંદર ઊંડે પ્રવેશ કરતાં,
સમ્યગ્દર્શન થતાં, તારાં નિધાન તને દેખાશે અને તે સર્વ
નિધાનના પ્રગટ અંશને વેદી તું તૃપ્ત થઈશ. પછી
પુરુષાર્થ ચાલુ જ રાખજે જેથી પૂર્ણ નિધાનનો ભોક્તા
થઈ તું સદાકાળ પરમ તૃપ્ત-તૃપ્ત રહીશ
. ૩૮૪.
જીવે અનંત કાળમાં અનંત વાર બધું કર્યું પણ
આત્માને ઓળખ્યો નહિ. દેવ-ગુરુ શું કહે છે તે બરાબર

Page 143 of 186
PDF/HTML Page 160 of 203
single page version

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૩
જિજ્ઞાસાથી સાંભળી, વિચાર કરી, જો આત્માની નક્કર
ભૂમિ જે આત્મ-અસ્તિત્વ તેને ખ્યાલમાં લઈ નિજ
સ્વરૂપમાં લીનતા કરવામાં આવે તો આત્મા ઓળખાય
આત્માની પ્રાપ્તિ થાય. તે સિવાય બહારથી જેટલાં
ફાંફાં મારવામાં આવે તે ફોતરાં ખાંડ્યા બરાબર
છે. ૩૮૫.
બહારની ક્રિયાઓ માર્ગ દેખાડતી નથી, જ્ઞાન
માર્ગ દેખાડે છે. મોક્ષના માર્ગની શરૂઆત સાચી
સમજણથી થાય છે, ક્રિયાથી નહિ. માટે પ્રત્યક્ષ
ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન
માર્ગપ્રાપ્તિનાં પ્રબળ નિમિત્ત છે. ચૈતન્યને સ્પર્શીને
નીકળતી વાણી મુમુક્ષુને હૃદયમાં ઊતરી જાય છે.
આત્મસ્પર્શી વાણી આવતી હોય અને એકદમ
રુચિપૂર્વક જીવ સાંભળે તો સમ્યક્ત્વની નજીક થઈ
જાય છે. ૩૮૬.
આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત
ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું
બધુંય
, આશ્ચર્યકારી એવું બધુંય, તારા નિજ
અજાયબઘરમાં જ છે, બહારમાં કાંઈ જ નથી. તું તેનું