Benshreena Vachanamrut (Gujarati). Bol: 388-417.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 11

 

Page 144 of 186
PDF/HTML Page 161 of 203
single page version

૧૪૪

બહેનશ્રીનાં વચનામૃત

જ અવલોકન કર ને! તેની અંદર એક વાર ડોકિયું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહિ. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું પરથી વિરક્ત થઈશ. ૩૮૭.

મુનિરાજને શુદ્ધાત્મતત્ત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ મુનિરાજની આ દ્રઢ સંયમપરિણતિ ફરે એમ નથી. બહારથી જોતાં તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતાં અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. બહારથી જોતાં ભલે તેઓ ક્ષુધાવંત હોય, તૃષાવંત હોય, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતાં તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતાં ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતાં મુનિરાજના આત્માને વિષે આત્મજ્ઞાનનાં અજવાળાં પ્રસરી ગયાં છે. બહારથી જોતાં ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. ઉપસર્ગનાં ટાણાં આવે ત્યારે મુનિરાજને એમ થાય છે


Page 145 of 186
PDF/HTML Page 162 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૪૫

કે ‘મારી સ્વરૂપસ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો માટે ઉપસર્ગ મારો મિત્ર છે’. અંતરંગ મુનિદશા અદ્ભુત છે; દેહમાં પણ ઉપશમરસના ઢાળા ઢળી ગયા હોય છે. ૩૮૮.

દ્રવ્યદ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે, તેને દ્રષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક જચૈતન્ય જ ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. દિવસે જાગતાં તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. નિરાળો તો છે જ પણ પ્રગટ નિરાળો થઈ જાય છે.

તેને ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન-વૈરાગ્યશક્તિ કોઈ જુદી જ રહે છે. હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક જ્ઞાયક છું; વિભાવ ને હું કદી એક નથી થયા; જ્ઞાયક છૂટો જ છે, આખું બ્રહ્માંડ ફરે તોપણ છૂટો જ છે.આવો અચળ નિર્ણય હોય છે. સ્વરૂપ-અનુભવમાં અત્યંત નિઃશંકતા વર્તે છે. જ્ઞાયક ઊંચે ચડીનેઊર્ધ્વપણે બિરાજે છે, બીજું બધું નીચે રહી ગયું હોય છે. ૩૮૯.


Page 146 of 186
PDF/HTML Page 163 of 203
single page version

૧૪૬

બહેનશ્રીનાં વચનામૃત

મુનિરાજ સમાધિપરિણત છે. જ્ઞાયકને અવલંબી વિશેષ વિશેષ સમાધિસુખ પ્રગટાવવાને તેઓ ઉત્સુક છે. મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિ ‘સકળવિમળ કેવળજ્ઞાનદર્શનના લોલુપ’ છે. ‘ક્યારે સ્વરૂપમાં એવી જમવટ થાય કે શ્રેણી ઊપડીને વીતરાગદશા પ્રગટે? ક્યારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે અને આત્માનું પરિપૂર્ણ સ્વભાવજ્ઞાનકેવળજ્ઞાન પ્રગટ થાય? ક્યારે એવું પરમ ધ્યાન જામે કે આત્મા શાશ્વતપણે આત્મસ્વભાવમાં જ રહી જાય?’ આવી મુનિરાજને ભાવના વર્તે છે. આત્માના આશ્રયે એકાગ્રતા કરતાં કરતાં તેઓ કેવળજ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. ઘણી શાન્તિ વેદાય છે. કષાયો ઘણા મંદ પડી ગયા છે. કદાચિત્ કાંઈક ૠદ્ધિચમત્કાર પણ પ્રગટતાં જાય છે; પણ તેમનું તે પ્રત્યે દુર્લક્ષ છે. ‘અમારે આ ચમત્કાર નથી જોઈતા. અમારે તો પૂર્ણ ચૈતન્યચમત્કાર જોઈએ છે. તેના સાધનરૂપે, એવું ધ્યાનએવી નિર્વિકલ્પતાએવી સમાધિ જોઈએ છે કે જેના પરિણામે અસંખ્ય પ્રદેશે દરેક ગુણ તેની પરિપૂર્ણ પર્યાયે પ્રગટ થાય, ચૈતન્યનો પૂર્ણ વિલાસ પ્રગટે.’

આ ભાવનાને આત્મામાં અત્યંત લીનતા વડે મુનિરાજ સફળ કરે છે. ૩૯૦.


Page 147 of 186
PDF/HTML Page 164 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૪૭

અજ્ઞાનીએ અનાદિ કાળથી અનંત જ્ઞાન-આનંદાદિ સમૃદ્ધિથી ભરેલા નિજ ચૈતન્યમહેલને તાળાં મારી દીધાં છે અને પોતે બહાર રખડ્યા કરે છે. જ્ઞાન બહારથી શોધે છે, આનંદ બહારથી શોધે છે, બધું બહારથી શોધે છે. પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માગ્યા કરે છે.

જ્ઞાનીએ ચૈતન્યમહેલનાં તાળાં ખોલી નાખ્યાં છે. અંદરમાં જ્ઞાન-આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને, અને થોડી ભોગવીને, તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાંત થઈ ગઈ છે. ૩૯૧.

એક ચૈતન્યતત્ત્વ જ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે. વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે જે ચૈતન્યતત્ત્વથી ઊંચી હોય. તે ચૈતન્ય તો તારી પાસે જ છે, તું જ તે છો. તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતાં કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છે કેમ? જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પુદ્ગલને પહોંચાડે છે, જે છૂટી જાય છે તે તો તારું હતું જ નહિ. તારું તો મંગળકારી, આશ્ચર્યકારી તત્ત્વ છે. તો પછી તને ડર શાનો? સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર, ભય છોડી દે. ૩૯૨.


Page 148 of 186
PDF/HTML Page 165 of 203
single page version

૧૪૮

બહેનશ્રીનાં વચનામૃત

જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી, પોતાના ધ્રુવ જ્ઞાયક- સ્વભાવનો મહિમા લાવી, સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ જ્ઞાયકભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રયે પ્રગટ કરે? જ્ઞાયકની ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જામતાં, તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતાં કરતાં, નિર્મળતા પ્રગટ થતી જાય છે.

સાધક જીવની દ્રષ્ટિ નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાંને;તે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતાં તેમના સ્વભાવ વિભાવપણાનો, તેમના સુખદુઃખરૂપ વેદનનો, તેમના સાધક-બાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. સાધકદશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે પણ ‘હું પરિપૂર્ણ છું’ એવું બળ સતત સાથે ને સાથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક ને અધિક રહે છે.આવી સાધકપરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. ૩૯૩.


Page 149 of 186
PDF/HTML Page 166 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૪૯

મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રયે નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય, ગીચ ઝાડી હોય, સિંહ-વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી હોય, ચારે કોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરિગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ છે. અદ્ભુત દશા છે! ૩૯૪.

ચેતનનું ચૈતન્યસ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતાં વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્યસ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભાં ઊભાં વિભાવ નહિ તૂટે; મંદ થશે, અને તેથી દેવાદિની ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ નહિ થાય. ૩૯૫.

ત્રણ લોકને જાણનારું તારું તત્ત્વ છે તેનો મહિમા તને કેમ નથી આવતો? આત્મા પોતે જ સર્વસ્વ


Page 150 of 186
PDF/HTML Page 167 of 203
single page version

૧૫૦

બહેનશ્રીનાં વચનામૃત

છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા-દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બધી ૠદ્ધિ તેનામાં જ છે. તો પછી બહારની ૠદ્ધિનું શું કામ છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, સુખ પ્રગટતું નથી. ૩૯૬.

ચૈતન્ય મારો દેવ છે; તેને જ હું દેખું છું. બીજું કાંઈ મને દેખાતું જ નથી ને!આવું દ્રવ્ય ઉપર જોર આવે, દ્રવ્યની જ અધિકતા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વબુદ્ધિ તૂટી ગઈ, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં અનંતી મોળાશ આવી. ન્યારો, બધાથી ન્યારો થઈ જતાં સંસારનો રસ અનંતો ઘટી ગયો. દિશા આખી પલટાઈ ગઈ. ૩૯૭.

મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક પર્યાયનિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ, હું દ્રવ્યદ્રષ્ટિના બળે કહું છું કે, મારી નથી.


Page 151 of 186
PDF/HTML Page 168 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૫૧

મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની વિશેષતા નથી.આવી દ્રવ્યદ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા તરફ વળે ત્યારે. ૩૯૮.

સમ્યગ્દ્રષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાનપરિણતિ દ્રવ્ય તેમ જ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જોર નથી. દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનુંદ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. ૩૯૯.

હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં જે ગુણ છે તે તેના તે જ છે, તેવા ને તેવા જ છે. હું એકેન્દ્રિયના ભવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી અને દેવના ભવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી.આવી દ્રવ્યદ્રષ્ટિ તે જ એક ઉપાદેય છે. જાણવું બધું, દ્રષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર. ૪૦૦.

જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ


Page 152 of 186
PDF/HTML Page 169 of 203
single page version

૧૫૨

બહેનશ્રીનાં વચનામૃત

તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. ‘આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.’ ૪૦૧.

જે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહા મુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા; છેક શ્રેણિ માંડી દીધી કે જેના પરિણામે વીતરાગતા થઈને કેવળજ્ઞાનનો આખો સાગર ઊછળ્યો! અંતર્મુખતા તો ઘણી વાર થઈ હતી, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટિની! આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ ન આવ્યો. જેવો ચૈતન્યપદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો. ૪૦૨.


Page 153 of 186
PDF/HTML Page 170 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૫૩

જેમ પૂનમના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, તેમ મુનિરાજને પૂર્ણ ચૈતન્યચંદ્રના એકાગ્ર અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે;વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, સર્વ ગુણપર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નહિ, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્યચંદ્રને સ્થિરતાપૂર્વક નિહાળતાં અંદરથી ચેતના ઊછળે છે, ચારિત્ર ઊછળે છે, સુખ ઊછળે છે, વીર્ય ઊછળે છે બધું ઊછળે છે. ધન્ય મુનિદશા! ૪૦૩.

પરથી ભિન્ન જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભોંયરામાં ભગવાનનાં દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે, કેવળજ્ઞાન સાથે કેલિ શરૂ થાય છે. ૪૦૪.

અજ્ઞાની જીવ ‘આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુઃખરૂપ છે’ એવા ભાવથી વૈરાગ્ય કરે છે, પણ ‘મારો


Page 154 of 186
PDF/HTML Page 171 of 203
single page version

૧૫૪

બહેનશ્રીનાં વચનામૃત

આત્મા જ આનંદસ્વરૂપ છે’ એવા અનુભવપૂર્વકનો સહજ વૈરાગ્ય તેને નથી તેથી સહજ શાન્તિ પરિણમતી નથી. તે ઘોર તપ કરે છે, પણ કષાય સાથેની એકત્વબુદ્ધિ તૂટી નથી તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી. ૪૦૫.

તું અનાદિ-અનંત પદાર્થ છો. ‘જાણવું’ તારો સ્વભાવ છે. શરીરાદિ જડ પદાર્થો કાંઈ જાણતા નથી. જાણનાર તે કદી નહિ-જાણનાર થતો નથી; નહિ- જાણનાર તે કદી જાણનાર થતા નથી; સદા સર્વદા ભિન્ન રહે છે. જડ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી., જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરીશ તો પાર નહિ આવે. ૪૦૬.

અહીં (શ્રી પ્રવચનસાર શરૂ કરતાં) કુંદકુંદાચાર્ય- ભગવાનને પંચ પરમેષ્ઠી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લસી છે! પાંચેય પરમેષ્ઠીભગવંતોને યાદ કરીને ભક્તિભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે! ત્રણે કાળના તીર્થંકર-


Page 155 of 186
PDF/HTML Page 172 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૫૫

ભગવંતોનેસાથે સાથે મનુષ્યક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકરભગવંતોને જુદા યાદ કરીનેસૌને ભેગા તેમ જ પ્રત્યેક-પ્રત્યેકને હું વંદન કરું છું’ એમ કહીને અતિ ભક્તિભીના ચિત્તે આચાર્યભગવાન નમી પડ્યા છે. આવા ભક્તિના ભાવ મુનિનેસાધકનેઆવ્યા વિના રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઊછળે ત્યારે, મુનિ આદિ સાધકને ભગવાનનું નામ આવતાં પણ રોમેરોમ ખડા થઈ જાય છે. આવા ભક્તિ આદિના શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયકતત્ત્વ જ મુખ્ય રહે છે તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર સમાધિરૂપ પરિણમન વર્ત્યા જ કરે છે અને શુભ ભાવ તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે વેદાય છે. ૪૦૭.

અહો! સિદ્ધભગવાનની અનંત શાન્તિ! અહો! તેમનો અપરિમિત આનંદ! સાધકના સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે તો જે સર્વ વિભાવપરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા સિદ્ધ- ભગવાનને પ્રગટેલી શાન્તિની તો શી વાત! તેમને તો જાણે શાન્તિનો સાગર ઊછળી રહ્યો હોય એવી અમાપ શાન્તિ હોય છે; જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે. તારા


Page 156 of 186
PDF/HTML Page 173 of 203
single page version

૧૫૬

બહેનશ્રીનાં વચનામૃત

આત્મામાં પણ એવું સુખ ભરેલું છે પણ વિભ્રમની ચાદર આડી આવી ગઈ છે તેથી તને દેખાતું નથી. ૪૦૮.

અજ્ઞાની જીવ, જેમ વડવાઈ પકડીને ટિંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહિ તેમ, વિષયોનાં કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્મરુચિ કરતો નથી અથવા ‘આટલું કામ કરી લઉં, આટલું કામ કરી લઉં’ એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી શુદ્ધાત્મપ્રતીતિના ઉદ્યમનો વખત મેળવતો નથી, ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. પછી ‘મેં કાંઈ કર્યું નહિ, અરેરે! મનુષ્યભવ એળે ગયો!’ એમ તે પસ્તાય તોપણ શા કામનું? મરણસમયે તેને કોનું શરણ છે? તે રોગની, વેદનાની, મરણની, એકત્વબુદ્ધિની અને આર્તધ્યાનની ભીંસમાં ભિંસાઈને દેહ છોડે છે. મનુષ્યભવ હારીને ચાલ્યો જાય છે.

ધર્મી જીવ રોગની, વેદનાની કે મરણની ભીંસમાં ભિંસાતો નથી, કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે. વિપત્તિસમયે તે આત્મામાંથી શાન્તિ મેળવી લે


Page 157 of 186
PDF/HTML Page 174 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૫૭

છે. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. મરણાદિસમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ- સુખસરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે જ્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાન્તિનો અખૂટ નિધિ છે. તે શાન્તિપૂર્વક દેહ છોડે છે. તેનું જીવન સફળ છે.

તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા, સાવધાન થા, સદાય શરણભૂતવિપત્તિસમયે વિશેષ શરણભૂત થનારએવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર. ૪૦૯.

જેણે આત્માના મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, ‘પોતે શાશ્વત તત્ત્વ છે, અનંત સુખથી ભરપૂર છે’ એવો અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી, તેણે ભલે સાંસારિક ઇન્દ્રિયસુખોને નાશવંત અને ભવિષ્યમાં દુઃખ દેનારાં જાણી તજી દીધાં હોય અને બાહ્ય મુનિપણું ગ્રહણ કર્યું હોય, ભલે તે દુર્ધર તપ કરતો હોય અને ઉપસર્ગ-પરિષહમાં અડગ રહેતો હોય, તોપણ તેને તે બધું નિર્વાણનું કારણ થતું નથી, સ્વર્ગનું કારણ થાય છે; કારણ કે તેને શુદ્ધ પરિણમન બિલકુલ વર્તતું નથી, માત્ર શુભ પરિણામ જઅને તે પણ ઉપાદેયબુદ્ધિએવર્તે છે. તે


Page 158 of 186
PDF/HTML Page 175 of 203
single page version

૧૫૮

બહેનશ્રીનાં વચનામૃત

ભલે નવ પૂર્વ ભણી ગયો હોય તોપણ તેણે આત્માનું મૂળ દ્રવ્યસામાન્યસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહિ હોવાથી તે બધું અજ્ઞાન છે.

સાચા ભાવમુનિને તો શુદ્ધાત્મદ્રવ્યાશ્રિત મુનિયોગ્ય ઉગ્ર શુદ્ધપરિણતિ ચાલુ હોય છે, કર્તાપણું તો સમ્યગ્દર્શન થતાં જ છૂટી ગયું હોય છે, ઉગ્ર જ્ઞાતૃત્વધારા અતૂટ વર્તતી હોય છે, પરમ સમાધિ પરિણમી હોય છે. તેઓ શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેદતા હોય છે. તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદ્ભુત છે, જગતથી ન્યારી છે. પૂર્ણ વીતરાગતા નહિ હોવાથી તેમને વ્રત-તપ-શાસ્ત્રરચના વગેરેના શુભ ભાવો આવે છે ખરા, પણ તે હેયબુદ્ધિએ આવે છે. આવી પવિત્ર મુનિદશા મુક્તિનું કારણ છે. ૪૧૦.

અનંત કાળથી જીવ ભ્રાન્તિને લીધે પરનાં કાર્ય કરવા મથે છે, પણ પર પદાર્થનાં કાર્ય તે બિલકુલ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. જીવનાં કર્તા- ક્રિયા-કર્મ જીવમાં છે, પુદ્ગલનાં પુદ્ગલમાં છે. વર્ણ-ગંધ- રસ-સ્પર્શાદિરૂપે પુદ્ગલ પરિણમે છે, જીવ તેમને ફેરવી શકતો નથી. ચેતનના ભાવરૂપે ચેતન પરિણમે છે, જડ પદાર્થો તેમાં કાંઈ કરી શકતા નથી.


Page 159 of 186
PDF/HTML Page 176 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૫૯

તું જ્ઞાયકસ્વભાવી છે. પૌદ્ગલિક શરીર-વાણી-મનથી તો તું જુદો જ છે, પણ શુભાશુભ ભાવો પણ તારો સ્વભાવ નથી. અજ્ઞાનને લીધે તેં પરમાં તેમ જ વિભાવમાં એકત્વબુદ્ધિ કરી છે, તે એકત્વબુદ્ધિ છોડી તું જ્ઞાતા થઈ જા. શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ કરીનેશુદ્ધ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરીને, તું જ્ઞાયકપરિણતિ પ્રગટાવ કે જેથી મુક્તિનાં પ્રયાણ ચાલુ થશે. ૪૧૧.

મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે? ‘મને કોઈ બચાવો’ એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તેં શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાન્તિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન


Page 160 of 186
PDF/HTML Page 177 of 203
single page version

૧૬૦

બહેનશ્રીનાં વચનામૃત

કર. ‘માથે મોત ભમે છે’ એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તું પુરુષાર્થ ઉપાડ કે જેથી ‘અબ હમ અમર ભયે, ન મરેંગે’ એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ૪૧૨.

સર્વજ્ઞભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણેપોતાના સર્વગુણોના ભૂત વર્તમાનભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, પર સમીપ ગયા વિના, પરસન્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસન્મુખ થતા નથી. પરસન્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં, ત્રણે કાળનાં તેમ જ લોકાલોકનાં બધાં સ્વ-પર જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય તેમ, સમસ્ત સ્વ-પરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે; જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું


Page 161 of 186
PDF/HTML Page 178 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૬૧

છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્ભુત છે. ૪૧૩.

કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે ૠદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, બહાર ભીખ માગે, તેમ તું પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં, તારી પાસે અનંત ગુણરૂપ ૠદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, ‘પર પદાર્થ મને કંઈક જ્ઞાન દેજો. મને સુખ દેજો’ એમ ભીખ માગ્યા કરે છે! ‘મને ધનમાંથી સુખ મળજો, મને શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજો, મને શુભ પરિણામમાંથી સુખ મળજો’ એમ તું ભીખ માગ્યા કરે છે! પણ બહારથી કંઈ મળતું નથી. ઊંડાણથી જ્ઞાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે છે. જેમ ભોંયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું તાળું ખોલવામાં આવે તો નિધાન મળે અને દારિદ્ર ફીટે, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય અને માગણવૃત્તિ મટે. ૪૧૪.


Page 162 of 186
PDF/HTML Page 179 of 203
single page version

૧૬૨

બહેનશ્રીનાં વચનામૃત

મુનિરાજ કહે છેઃઅમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો, અનંત અમૃતરસથી ભરેલો, અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પિવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પિવાય એવી પૂર્ણ દશા જોઈએ છે. એ પૂર્ણ દશામાં સાદિ-અનંત કાળ પર્યંત સમયે સમયે પૂરું અમૃત પિવાય છે અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારિક પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન! આવી ઉત્કૃષ્ટ-નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. (આવી ભાવના વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદાશુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે.) ૪૧૫.

ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવભ્રમણ કેટલાં દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર! નરકનાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળનાં આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? નરકનાં દુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો


Page 163 of 186
PDF/HTML Page 180 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૧૬૩

પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંતગુણાં દુઃખ પડ્યાં છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે? આવો ઉત્તમ યોગ ફરીને ક્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણિયો પ્રયત્ન કર, એટલે કે શાતાઅશાતાથી ભિન્ન તેમ જ આકુળતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. ૪૧૬.

સમ્યગ્દર્શન થયા પછી આત્મસ્થિરતા વધતાં વધતાં, વારંવાર સ્વરૂપલીનતા થયા કરે એવી દશા થાય ત્યારે મુનિપણું આવે છે. મુનિને સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. પૂર્ણ વીતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો તો ઊઠે છે પણ તે ગૃહસ્થદશાને યોગ્ય હોતા નથી, માત્ર સ્વાધ્યાય-ધ્યાન-વ્રત-સંયમ-તપ-ભક્તિ ઇત્યાદિસંબંધી મુનિયોગ્ય શુભ વિકલ્પો જ હોય છે અને તે પણ હઠ રહિત હોય છે. મુનિરાજને બહારનું કાંઈ જોઈતું નથી. બહારમાં એક શરીરમાત્રનો સંબંધ છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. ઘણી નિઃસ્પૃહ દશા છે. આત્માની જ